J&Kમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવાયું, કઠુઆમાં 5 AK-47 સાથે 3 આતંકીઓ ઝડપાયા

પંજાબ-જમ્મુ કાશ્મીર બોર્ડર પર હથિયારો ભરેલી એક ટ્રક પકડાતા હડકંપ મચી ગયો છે.  કઠુઆના લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન આ હથિયારોની ખેપ પકડાઈ.

J&Kમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવાયું, કઠુઆમાં 5 AK-47 સાથે 3 આતંકીઓ ઝડપાયા

જમ્મુ: પંજાબ-જમ્મુ કાશ્મીર બોર્ડર પર હથિયારો ભરેલી એક ટ્રક પકડાતા હડકંપ મચી ગયો છે.  કઠુઆના લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન આ હથિયારોની ખેપ પકડાઈ. એવું કહેવાય છે કે આ હથિયારો પંજાબથી શ્રીનગર લઈ જવામાં આવી રહ્યાં હતાં. ટ્રકમાં કરિયાણાના સામાનની આડમાં હથિયારો જમ્મુ અને કાશ્મીર પહોંચાડવામાં આવી રહ્યાં હતાં. પોલીસે આ હથિયારો સાથે 3 આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 5 એકે-47 રાઈફલો જપ્ત કરી છે. જે ટ્રકમાંથી હથિયારો ઝડપાયા છે તેના પર શ્રીનગરનો નંબર લખેલો છે. આતંકવાદીઓ પાસેથી 4.5 લાખ રૂપિયા પણ જપ્ત કરાયા છે. 

પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આ ટ્રક પંજાબના અમૃતસરથી શ્રીનગર જવા માટે રવાના થયો હતો. પંજાબ અને જમ્મુ કાશ્મીર પોલીસ આ ટ્રકમાંથી પકડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે. 

જુઓ LIVE TV

જમ્મુ અને કાશ્મીરમાં સેનાના કેમ્પોને નિશાન બનાવી શકે છે લશ્કરના આતંકીઓ-ઈન્ટેલિજન્સ રિપોર્ટ
ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના ષડયંત્રનો ખુલાસો કર્યો છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરે સેનાના કેમ્પો પર હુમલાનું કાવતરું ઘડ્યું છે. મળેલી માહિતી મુજબ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના 4 આતંકીઓ ભારતીય સુરક્ષાદળો પર હુમલો કરી શકે છે. એવા સમાચાર છે કે લશ્કરના નિશાન પર સેનાના કેમ્પ અને મિલેટ્રી સ્ટેશન છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરના આતંકી જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં સેનાના બારી બ્રહના, સૂંજવાન, અને કાલુ ચક કેમ્પ પર હુમલો કરી શકે છે. આ સાથે જ એવા પણ રિપોર્ટ્સ છે કે હુમલો કરવા માટે આતંકીઓની શોપિયાથી જમ્મુમાં ઘૂસવાની યોજના છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news