Indo China: ગમે ત્યારે છેડાઈ શકે છે યુદ્ધ!, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કરશે મહત્વની બેઠક
ચીન સાથે લદાખમાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. જેના કારણે હાલાત ગમે ત્યારે યુદ્ધમાં ફેરવાઈ શકે છે. જેને જોતા આજે રક્ષામંત્રીએ એક મહત્વની બેઠક બોલાવી છે.
નવી દિલ્હી: ચીન (China) સાથે લદાખ (Ladakh) માં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. જેના કારણે હાલાત ગમે ત્યારે યુદ્ધમાં ફેરવાઈ શકે છે. જેને જોતા આજે રક્ષામંત્રીએ એક મહત્વની બેઠક બોલાવી છે.
CDS અને NSA સહિત ત્રણેય સેના પ્રમુખ રહેશે હાજર
ચીન સાથે લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે મહત્વની બેઠક કરવા જઈ રહ્યાં છે. સવારે 11 વાગે રક્ષા મંત્રાલયમાં થનારી આ બેઠકમાં એનએસએ અજીત ડોભાલ, સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખ સામેલ થશે. આ બેઠકમાં ચીન સાથે વધતા તણાવ અને તેના સમાધાન પર ચર્ચા થશે.
ભારતની રક્ષા તૈયારીઓ પર નજર
સૂત્રોના હવાલે મળેલી જાણકારી મુજબ આ બેઠકમાં સરહદે ભારતીય રક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. આ સાથે જ લદાખમાં પળેપળ બદલાઈ રહેલા હાલાત પર ત્રણેય સેના પ્રમુખો પાસેથી તેમના દ્રષ્ટિકોણને પણ જાણવામાં આવશે. બેઠકમાં ચીન તરફથી ઉઠાવવામાં આવનારા સંભવિત સૈન્ય પગલાં ઉપર પણ વિચાર કરવામાં આવશે અને તેનો જવાબ આપવા માટે ભારતીય રક્ષા રણનીતિની યોજના તૈયાર કરવામાં આવશે.
LAC પર તણાવ વચ્ચે રશિયામાં ભારત-ચીનના વિદેશમંત્રીઓની મહત્વની બેઠક, આ 5 મુદ્દા પર બની સહમતિ
જંગની તૈયારીમાં લાગ્યું છે ચીન
ભારત અને ચીન વચ્ચે સરહદ પર હાલાત એટલા માટે બગડી રહ્યાં છે કારણ કે અનેક તબક્કાની સૈન્ય-કૂટનીતિક વાર્તાઓ છતાં હજુ સુધી ચીને પાછળ હટવાના કોઈ સંકેત આપ્યા નથી. તેણે લદાખમાં 50 હજાર સૈનિકો તૈનાત કરવાની સાથે જ લગભગ 150 ફાઈટર જેટ પણ ભારત વિરુદ્ધ તૈયાર કરી રાખ્યા છે. આ સાથે જ તિબ્બત અને અન્ય વિસ્તારોમાં સતત સૈન્ય અભ્યાસ કરીને તે ભારત પર દબાણ સર્જવાની કોશિશ કરે છે.
મોતના 85 વર્ષ પહેલા કરી હતી વર્ષ 2020ની તબાહીની ભવિષ્યવાણી, જાણો આગળ કેવો હશે સમય
સરહદ પર ભારતીય સેના મજબૂત સ્થિતિમાં
ચીનની આ નાપાક હરકતોના જવાબમાં ભારતે પણ પોતાની રીતે પૂરેપૂરી તૈયારી કરી રાખી છે. લદાખમાં બ્લેક ટોપ, હેલમેટ ટોપ સહિત વ્યૂહાત્મક રીતે મહત્વના 30 શિખરો પર ભારતના જવાન અડીખમ સ્થિતિમાં છે. આ સાથે જ ફિંગર 4 પાસે પણ ભારતીય જવાનોએ ઊંચા શિખરો પર કબ્જો જમાવી લીધો છે. આ તૈયારીઓના પગલે ચીનની મોટાભાગની પોસ્ટ હવે ભારતીય જવાનોની સીધી ફાયરિંગ રેન્જમાં આવી ગઈ છે. આવામાં ચીને જો યુદ્ધ છેડવાની કોશિશ કરી તો તેને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે. પરંતુ આ હાલાતમાં જો ચીન કોઈ મોટું પગલું ભરે તો તેને પહોંચી વળવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.
Good News: ગો કોરોના ગો... આ દેશમાં અઠવાડિયામાં Corona ની રસી નાગરિકો માટે ઉપલબ્ધ થશે
ઠંડી પહેલા ભારતીય સેના એકદમ અલર્ટ મોડમાં
ઠંડીની ઋતુ શરૂ થવાની તૈયારી છે. આ સ્થિતિમાં ઊંચા હિમાલય વિસ્તારોમાં તૈનાત જવાનો સુધી હથિયાર અને અન્ય સાધન સામગ્રી હાથવગી રાખવી મુશ્કેલ બનશે. આજે થનારી બેઠકમાં આ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ આજની બેઠકમાં લદાખ સહિત સમગ્ર એલએસી પર રક્ષા તૈયારીઓની સમીક્ષા કરશે. મીટિંગમાં ચીનની નવી ચાલ અને ભારતના જવાબી પ્રહાર અંગે પણ નિર્ણય લેવાશે. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સીડીએસ જનરલ બીપિન રાવત, આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ અને એર ચીફ આરકેએસ ભદોરિયા સામેલ હશે.
એવા પણ અહેવાલ આવી રહ્યાં છે કે ચીનની જનતા પોતાની સરકાર પર દબાણ નાખી રહી છે કે તે ભારત પર હુમલો કરે. ચીનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આવી પોસ્ટથી ભરાયેલા છે. જેને જોતા ભારતે ખુબ સતર્ક રહેવાની જરૂર છે.
ચીન-ભારત વચ્ચે તણાવના તમામ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube