કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ (West Bengal elections 2021) માં મુસ્લિમો વચ્ચે ખાસ પ્રભાવ રાખનાર ફુરફુરા શરીફ દરગાહ  (Furfura Sharif dargah) ના પીરઝાદા અબ્બાસ સિદ્દીકી (Pirzada Abbas Siddiqui) એ મોટો રાજકીય દાવ રમ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal elections 2021) પહેલા તેમણે પોતાની પાર્ટી બનાવી છે. પાર્ટીના લોન્ચિંગ દરમિયાન અબ્બાસ સિદ્દીકીએ કહ્યુ, કિંગમેકર બનવાની ઈચ્છા છે, નવું રાજકીય સંગઠન ઈન્ડિયન સેક્યુલર ફ્રંટ પશ્ચિમ બંગાળની તમામ 294 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીરઝાદા અબ્બાસ સિદ્દીકી લાંબા સમયથી મુખ્યમંત્રી મમતા બેનર્જી  (Mamata Banerjee) ની નજીક રહ્યા છે. પરંતુ થોડા સમયથી સિદ્દીકી મમતાથી નારાજ ચાલી રહ્યા હતા અને ટીએમસીનો વિરોધ કરતા હતા. હાલમાં તેમણે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી  (Asaduddin Owaisi) સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ઓવૈસીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, બંગાળમાં અબ્બાસ સિદ્દીકીના નેતૃત્વમાં ચૂંટણી લડશે. 


આ પણ વાંચોઃ Dawood Ibrahim ની ડ્રગ્સ ફેક્ટરી પર  NCBના દરોડા,  2 કરોડ રોકડની સાથે હથિયાર જપ્ત


અબ્બાસ સિદ્દીકીની મુસ્લિમ વોટરો પર રહેશે નજર
પોતાની નવી પાર્ટી બનાવવાની સાથે અબ્બાસ સિદ્દીકીની નજર બંગાળ ચૂંટણીમાં મુસ્લિમ મતદાતા પર હશે. 31 ટકા વોટ બેંકની સાથે મુસ્લિમ મતદાદા અહીં 'કિંગમેકર'ની ભૂમિકામાં રહે છે. 2011મા મમતા બેનર્જીની ધમાકેદાર જીતની પાછળ પણ આ વોટબેંક હતી. ફુરફુરા શરીફ દરગાહના ચૂંટણીમાં ઉતરવાથી મમતાની આ મજબૂત વોટ બેંક ધરાશાયી થઈ શકે છે અને આમ થયું તો મમતાનું ત્રીજીવાર પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવાનું સપનું અધુરૂ રહી શકે છે. 


મુસ્લિમો વચ્ચે ફુરફુરા શરીફ દરગાહનું વિશેષ મહત્વ
બંગાળના હુગલી જિલ્લામાં ફુરફુરા શરીફ પ્રખ્યાત દરગાહ છે. દક્ષિણ બંગાળમાં આ દરગાહની વિશેષ દખલ છે. લેફ્ટ ફ્રંટ સરકાર દરમિયાન આ દરગાહની મદદથી મમતાએ સિંગૂર અને નંદીગ્રામ જેવા બે મોટા આંદોલન કર્યા હતા. એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ મહિનાની શરૂઆતમાં ફુરફુરા શરીફ દરગાહના પીરઝાદા અબ્બાસ સિદ્દીકી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અબ્બાસ સિદ્દીકીનું અમને સમર્થન હાસિલ છે અને તે જે નિર્ણય લેશે તે અમને મંજૂર હશે.


આ પણ વાંચોઃ Corona Vaccine: સ્વાસ્થ્ય મંત્રીએ લોકોની શંકાઓ દૂર કરી, કહ્યું- રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક


પીરઝાદા અબ્બાસ સિદ્દીકી મમતા બેનર્જીના સમર્થક
38 વર્ષીય અબ્બાસ સિદ્દીકી એક સમયે મમતા બેનર્જીના કટ્ટર સમર્થક હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેમણે મમતા બેનર્જી વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. સિદ્દીકીએ મમતા સરકાર પર મુસ્લિમોને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. બંગાળની આશરે 100 સીટો પર ફુરફુરા શરીફ દરગાહનો પ્રભાવ છે. તેવામાં ચૂંટણી પહેલા દરગાહના પીરઝાદા અબ્બાસ સિદ્દીકી  દ્વારા પાર્ટી બનાવવી મમતા માટે રાજકીય રૂપથી સોદાનો ફાયદો સાબિત થવાનો નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube