અંડરવર્લ્ડ ડોન Dawood Ibrahim ની ડ્રગ્સ ફેક્ટરી પર NCBના દરોડા, 2 કરોડ રોકડની સાથે હથિયાર જપ્ત
મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) ના નજીકના ચિંકૂ પઠાનની ધરપકડ થતા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એક્શનમાં આવી ગયું છે. ગુરૂવારે વિભાગે દક્ષિણ મુંબઈના ડોંગરી (Dongri) વિસ્તારમાં ચાલી રહેલ ડ્રગ્સ બનાવનારી એક ફેક્ટરી (Drug Factory) નો પર્દાફાશ કર્યો છે.
Trending Photos
મુંબઈઃ મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) ના નજીકના ચિંકૂ પઠાનની ધરપકડ થતા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એક્શનમાં આવી ગયું છે. ગુરૂવારે વિભાગે દક્ષિણ મુંબઈના ડોંગરી (Dongri) વિસ્તારમાં ચાલી રહેલ ડ્રગ્સ બનાવનારી એક ફેક્ટરી (Drug Factory) નો પર્દાફાશ કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ ફેક્ટરી દાઉદ ઇબ્રાહિમની છે જેને ડોંગરીમાં રહીને ચિંકૂ પઠાન (Chinku Pathan) સંભાળતો હતો. દરોડા દરમિયાન એનસીબીએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ, મોટી સંખ્યામાં કેશ અને હથિયાર પણ જપ્ત કર્યા છે.
બુધવારે શરૂ થયા હતા દરોડા
આ બધાની શરૂઆત બુધવારે તે સમયે થઈ જ્યારે એનસીબી ( NCB) ને પરવેઝ ખાન ઉર્ફ ચિંકૂ પઠાન અને તેના સાથી ઝાકિર હુસૈન ફઝલ હુક શેખના ડ્રગ્સનો ધંધો કરવાની માહિતી મળી. ત્યારબાદ એનસીબીએ સ્થળ પહોંચીને એનડીપીએસ એક્ટની કલમ 8c, 22, 25, 29 હેઠળ ગુનો દાખલ કરી બધાની ધરપકડ કરી હતી. ત્યારબાદ NCB એ નવી મુંબઈના ધણસોલીમાં ચિંકૂના ઘરે સર્ચ કર્યું હતું. આ દરમિયાન 2.9 ગ્રામ હેરોઇન, 52.2 ગ્રામ MD ડ્રગ્સ સિવાય 9MM ની પિસ્તોલ જપ્ત કરી છે દરોડા દરમિયાન ભિવંડીના રાહુલ કુમાર વર્માની પૂછપરછ કરવામાં આવી. વિભાગને શંકા છે કે ચિંકૂ પઠાન માટે એમડી ડ્રગ્સની સપ્લાઈ કરવાનું કામ કરતો હતો.
ડ્રગ્સ, હથિયારની સાથે 2 કરોડ રોકડા જપ્ત
ત્યારબાદ એનસીબીએ ચિંકૂના ખાસ વ્યક્તિ આરિફ ભુજવાલાના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા બુધવારે શરૂ થયા અને ગુરૂવારે પણ જારી રહ્યાં હતા. આ દરમિયાન ભુજવાલાના ઘરેથી વિભાગના ઓટોમેટિક બ્લેન્ક રિવોલ્વર અને મોટી માત્રામાં ડ્રગ્સની સાથે 2 કરોડથી વધુ રોકડા મળી આવ્યા હતા. જાણવા મળ્યું કે આ પૈસા ડ્રગ્સ વેચીને આવ્યા હતા. પરંતુ સૌથી મોટો ખુલાસો થયો કે નૂર મંજિલમાં ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી.
અંડરવર્લ્ડની ડ્રગ્સ કારોબારમાં મોટી ભૂમિકા
દાઉદના ગઢ ડોંગરીથી ચલાવવામાં આવી રહેલી આ ફેક્ટરીમાંથી 5.69 કિલો મેફેડ્રોન જપ્ત થયું છે. આ સિવાય એક કિલો Methamphetamine અને 6.126 કિલો એફેડ્રિન ડ્રગ્સ જપ્ત થયું છે. આ સિવાય ડ્રગ્સ બનાવવાના મશીનો અને ઉપયોગ કરવામાં આવતા સામાનને પણ જપ્ત કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ચિંકૂ પઠાન અને આરિફ ભુજવાલા મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ડ્રગ્સના કારોબારના નેટવર્કનો મહત્વનો ભાગ છે. પોલીસને શંકા છે કે આ બંન્ને અંડરવર્લ્ડના ડ્રગ્સ કારોબારના મુખ્ય વ્યક્તિ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે