દેશના આ 12 રાજ્યોમાં સક્રિય છે IS આતંકીઓ, ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં આપી જાણકારી
આતંકવાદ મુદ્દે બુધવારે રાજ્યસભામાં એક પ્રશ્નના પૂછાયો જેનો ગૃહ મંત્રાલયે જવાબ આપ્યો. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ સંસદમાં એ વાતની જાણકારી આપી કે દેશમાં 12 રાજ્યો એવા છે કે જ્યાં આઈએસના આતંકીઓ સૌથી વધુ સક્રિય છે.
નવી દિલ્હી: આતંકવાદ (terrorism) ના મુદ્દે ભારત અનેક મોરચે લડત લડી રહ્યું છે. કાશ્મીર (Kashmir) માં સુરક્ષાદળો આતંકીઓના મનસૂબાને પછાડી રહ્યા છે. આ સાથે જ દેશના આંતરિક ભાગોમાં પણ આતંકનો ઓછાયો સતત મંડરાતો જોવા મળે છે. હાલમાં જ દિલ્હીને હચમચાવી નાખવાના ષડયંત્રનો ખુલાસો થયો હતો. આ બધા વચ્ચે રાજ્યસભા (Rajya Sabha) માં ગૃહ મંત્રાલયે એક પ્રશ્નનો જવાબ આપ્યો. પ્રશ્ન આતંકવાદ સંલગ્ન હતો.
ખેડૂતો માટે મોદી સરકાર 3 બિલ લાવી છે, કોંગ્રેસ કરે છે વિરોધ: જેપી નડ્ડા
જી કિશન રેડ્ડીએ આપ્યો જવાબ
મળતી માહિતી મુજબ, આતંકવાદ મુદ્દે બુધવારે રાજ્યસભામાં એક પ્રશ્નના પૂછાયો જેનો ગૃહ મંત્રાલયે જવાબ આપ્યો. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ સંસદમાં એ વાતની જાણકારી આપી કે દેશમાં 12 રાજ્યો એવા છે કે જ્યાં આઈએસ (IS) ના આતંકીઓ સૌથી વધુ સક્રિય છે.
આ 12 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યો પણ સામેલ છે. આ રાજ્યોમાં મોટાભાગે આતંકી ઘટનાઓમાં સંડોવણી જોવા મળે છે.
આ જ છે ચીનનું અસલ ચરિત્ર, એક બાજુ શાંતિની વાતો બીજી બાજુ આપી 'યુદ્ધ'ની પોકળ ધમકી
NIAની તપાસમાં જાણવા મળે છે
હકીકતમાં રાજ્યસભામાં જ્યાં આઈએસ આતંકીઓ સૌથી વધુ સક્રિય છે તેવા રાજ્યો અંગે વિવરણ માંગવામાં આવ્યું હતું. જેના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે ઈસ્લામિક સ્ટેટ (IS) કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, બિહાર, યુપી, એમપી અને જમ્મુ કાશ્મીરમાં સૌથી વધુ સક્રિય છે.
ઘૂસણખોરો અને માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પણ જણાવી
આ અગાઉ લેખિત પ્રશ્નોમાં ગૃહ મંત્રાલયે ઘૂસણખોરીને લઈને જવાબ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ લોકસભાને લેખિત સવાલોના જવાબમાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ છેલ્લા 6 મહિનામાં 138 આતંકીઓનો ખાતમો કર્યો.
આ દરમિયાન 50 જવાનો શહીદ થયા. આ સાથે જ પાકિસ્તાન તરફથી ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં ઘૂસણખોરીની 47 કોશિશ થઈ. જેમાં કદાચ 30 વાર ઘૂસણખોરી પણ થઈ. તેમણે છેલ્લા 6 મહિનામાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા જણાવી હતી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube