જમ્મુ કાશ્મીર: પુંછના મેઢર સેક્ટરમાં પાક.નો મોર્ટાર મારો, ભારતનો વળતો જવાબ
પાકિસ્તાને ગુરૂવારે સવારે 11.30 વાગ્યે નાના હથિયારો દ્વારા ફાયરિંગ કર્યું અને મોર્ટાર મારો કર્યો
જમ્મુ : પાકિસ્તાને ગુરૂવારે એકવાર ફરીથી ભારતીય સીમામાં કોઇ ઉશ્કેરણી વગર ફાયરિંગ કરીને સીઝ ફાયર ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાની રેન્જર્સે પુંછ જિલ્લામાં મેંઢ સેક્ટરમાં ગુરૂવારે સવારે ફાયરિંગ કરીને ભારતીય ચોકીઓને નિશાન બનાવી. જવાબમાં ભારતીય સુરક્ષાદળોએ પણ પાકિસ્તાનને કડક જવાબ આપ્યો. પાકિસ્તાને આજે સવારે આશરે 11.30 વાગ્યે નાના હથિયારોથી ફાયરિંગ કર્યું અને મોર્ટાર મારો કર્યો.
જમ્મુ કાશ્મીરમાં 2021માં જ વિધાનસભા ચૂંટણી શક્ય, સિમાંકન બાદ બદલાશે રાજકીય ચિત્ર
ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનનું બેલાસ્ટિક મિસાઇલ ગજનવીનું પરિક્ષણ
કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ ભારત અને પાકિસ્તાનમાં તણાવની સ્થિતી વચ્ચે પાકિસ્તાને આજે પોતાની ગજનવી બેલાસ્ટિક મિસાઇલનું પરિક્ષણકર્યું. તેના માટે પાકિસ્તાન દ્વારા એક નોટ પણ ઇશ્યું કરવામાં આવી હતી. ગજનવી સપાટીથી સપાટી પર માર કરવાની ક્ષમતા ધરાવતી બેલાસ્ટિક મિસાઇલ છે. પાકિસ્તાને બુધવારે એક નોટમ(નોટિસ ટૂ એરમેન) અને નૌસેનાને ચેતવણી ઇશ્યું કરી હતી, જેના હેઠળ તેને કરાંચીની નજીક સોનમિયાની ટેસ્ટ રેંજથી એક મિસાઇલનું પરિક્ષણ કર્યું. આ મિસાઇલનું 300 કિલોમીટર છે.
અયોધ્યા કેસ : બીજા ધર્મનું પૂજા સ્થળ તોડી બનાવેલી ઈમારત શરીયત મુજબ મસ્જિદ ન હોઈ શકે'
'ચિદમ્બરમને જામીન મળશે તો વિનાશકારી પરિણામ આવશે, માલ્યા-ચોક્સી કેસો પર પડશે અસર'
ભારત માટે હવાઇ ક્ષેત્ર બંધ કરવા અંગે પાકિસ્તાનમાં અવઢવ
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ સ્પષ્ટ જણાવ્યું કે, અત્યાર સુધી દેશનાં હવાઇ ક્ષેત્રને ભારત માટે બંધ કરવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. ડૉન સમાચાર હવાલાથી આ સમાચાર આવી રહ્યા છે. બુધવારે નેશનલ ડેટાબેઝ એન્ડ રજીસ્ટ્રેશન ઓથોરિટી (નાડ્રા)ની મુલાકાતે આવેલા કુરેશીએ મીડિયા અહેવાલોને કાલ્પનીક ગણાવીને દાવાને ફગાવી દીધો હતો.
લેહમાં રાજનાથ સિંહ ગરજ્યા, કહ્યું-'કાશ્મીર પાકિસ્તાનનું હતું જ ક્યાં, ગિલગિટ-PoK પણ અમારા'
કુરેશીએ કહ્યું કે, યોગ્ય વિચારણા કર્યા બાદ અને પરામર્શ બાદ પ્રત્યેક સ્વરૂપ અને દરેક પાસાને જોયા બાદ આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. કુરેશીએ કહ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાનનો નિર્ણય અંતિમ નિર્ણય હશે. પાકિસ્તાની મીડિયાનાં તે અહેવાલ બાદ હવે અટકળો તેજ તઇ ગઇ છે કે બુધવારે ભારતીયઉડ્યન નાગરિક પ્રાધિકરણે કરાચીજનારા તમામ આંતરાષ્ટ્રીય ઉડ્યનો માટે ત્રણ માર્ગોને બંધ કર્યા બાદ દેશનાં હવાઇ ક્ષેત્રને ભારતીય ઉડ્યનો માટે બંધ કરી દીધું છે.