'ચિદમ્બરમને જામીન મળશે તો વિનાશકારી પરિણામ આવશે, માલ્યા-ચોક્સી કેસો પર પડશે અસર'

INX મીડિયા હેરાફેરી સંબંધિત ઈડી કેસમાં પી ચિદમ્બરમના આગોતરા જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન ઈડી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર છે. તેમણે કહ્યું કે જો ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ આગોતરા જામીન આપશે તો તેના વિનાશકારી પરિણામ આવશે. 

'ચિદમ્બરમને જામીન મળશે તો વિનાશકારી પરિણામ આવશે, માલ્યા-ચોક્સી કેસો પર પડશે અસર'

નવી દિલ્હી: INX મીડિયા હેરાફેરી સંબંધિત ઈડી કેસમાં પી ચિદમ્બરમના આગોતરા જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન ઈડી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર છે. તેમણે કહ્યું કે જો ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ આગોતરા જામીન આપશે તો તેના વિનાશકારી પરિણામ આવશે. કારણ કે તેની સીધી અસર વિજય માલ્યા, મેહુલ ચોક્સી, નીરવ મોદી, શારદા ચિટફંડ, ટેરર ફંડિગ જેવા મામલાઓમાં થશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પુરાવા બતાવીને ધરપકડ કર્યા વગર પૂછપરછની માગણીનો વિરોધ કરતા કહ્યું કે તપાસ કેવી રીતે કરવી, એજન્સી જવાબદારીથી તેનો નિર્ણય લે છે. જે આરોપી આઝાદ ઘૂમી રહ્યો છે તેને પુરાવા દેખાડવાનો મતલબ એ છે કે બચેલા પુરાવાનો નાશ કરવા માટે જાણે આમંત્રણ આપવું. 

તુષાર મહેતાએ કહ્યું કે તપાસને કેવી રીતે આગળ વધારવી, એ સંપૂર્ણ રીતે એજન્સીનો અધિકાર છે. કેસને ધ્યાનમાં લઈને એજન્સી નક્કી કરે છે કે કયા સ્ટેજ પર કયા પુરાવા જાહેર કરવામાં આવે અને કયા નહીં. જો ધરપકડ કરતા પહેલા જ તમામ પુરાવા, સાક્ષીઓને આરોપી સમક્ષ રજુ કરી દેવામાં આવે તો તે તો આરોપીને પુરાવા સાથે છેડછાડ કરવા અને મની ટ્રેલને ખતમ કરવાની તક આપશે. 

તેમણે કહ્યું કે સિબ્બલનું કહેવું છે કે અપરાધની ગંભીરતા 'સબ્જેક્ટિવ ટર્મ' છે. PMLA હેઠળ મામલે તેમના મતે ગંભીર નહીં હોય, પરંતુ હકીકત એ છે કે આ દેશની કોર્ટ પણ આર્થિક અપરાધને ગંભીર માને છે. હકીકતમાં સિબ્બલે બુધવારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળા અપરાધને CRPC મુજબ ઓછા ગંભીર ગણવામાં આવે છે. તુષાર મહેતાએ કહ્યું કે આ મામલે અપરાધ દેશની અર્થવ્યવસ્થા વિરુદ્ધ છે. આવા મામલાઓમાં સજાની જોગવાઈ ગમે તે હોય પરંતુ સુપ્રીમ કોર્ટે આર્થિક અપરાધને હંમેશા ગંભીર ગુનો માન્યો છે. 

જુઓ LIVE TV

અત્યાર સુધી શું થયું આ કેસમાં? 

આ અગાઉ બુધવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચિદમ્બરમ તરફથી ADM જબલપુર ચુકાદાને કોર્ટમાં રજુ કર્યો હતો. SG તુષાર મહેતાએ કહ્યું હતું કે મની લોન્ડરિંગ ખુબ ચતુર વ્યક્તિઓ દ્વારા જ કરાય છે. જેમાં વ્યક્તિ આ પ્રકારના અપરાધમાં સામેલ હતો તો નથી એટલે અપરાધની ગંભીરતાને સમજવી જોઈએ. જ્યારે આ મામલો તો માત્ર આગોતરા જામીનનો છે. આ અપરાધમાં મની ટ્રેલને પકડવો જરૂરી છે, પરંતુ તેની સાથે સંલગ્ન પુરાવા ભેગા કરવા ખુબ મુશ્કેલ કામ છે. 

તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં સીલ કવરમાં રિપોર્ટ આપતા કહ્યું હતું કે તેને જોઈને ચિદમ્બરમના આગોતરા જામીન પર નિર્ણય લો. મની લોન્ડરિંગ ક્યારેય હીટ ઓફ ધ મૂવમેન્ટમાં નથી હોતું. તે ખુબ ચાલાકીથી કરાય છે. મોટાભાગના મની લોન્ડરિંગ ડિજિટલ ઓપરેશનનની જેમ છે. તે રેપ જેવા મામલા નથી કે ફોરેન્સિક ટીમ લોહીના સેમ્પલ લઈ શકે. EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ ચિદમ્બરમ સાથે શેર કરી શકાય નહીં. જ્યાં સુધી આ મામલે ચાર્જશીટ દાખલ ન થાય. તુષાર મહેતાએ કહ્યું હતું કે આ મામલે પુરાવા ખુબ જ સંવેદનશીલ છે. આથી તેને ચિદમ્બરમ સાથે શેર કરી શકાય નહીં. અમે મની લોન્ડરિંગની તપાસ કરનારી ગ્લોબલ એજન્સીનો ભાગ છીએ. ઈન્ડિયા તે આંતરરાષ્ટ્રીય સમુદાયનો ભાગ છે જે મની લોન્ડરિંગને સંપૂર્ણ રીતે ખતમ કરવા માંગે છે. 

ચિદમ્બરમ પર આરોપ
નોંધનીય છે કે ઈડીની પૂછપરછમાં ઈન્દ્રાણીએ જણાવ્યું હતું કે ચિદમ્બરમે તેમના પતિ પીટરને કહ્યું હતું કે FIPBની મંજૂરી બદલ તેમણે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના બિઝનેસમાં મદદ કરવી પડશે. આ નિવેદનને ઈડીએ ચાર્જશીટમાં નોંધ્યું અને કોર્ટમાં પણ તેને પુરાવા તરીકે રજુ કર્યું. આ ઉપરાંત ઈન્દ્રાણીએ ઈડીને જણાવ્યું હતું કે કાર્તિ સાથે તેમની અને પીટરની મુલાકાત દિલ્હીની એક હોટલમાં થઈ હતી અને કાર્તિએ આ મામલાને ઉકેલવા માટે 10 લાખ રૂપિયા લાંચ પેટે માંગ્યા હતાં. આઈએનએક્સ મીડિયા મામલે પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને સીબીઆઈએ 22 ઓગસ્ટના રોજ નાટકીય ઘટનાક્રમ બાદ ધરપકડ કર્યા હતાં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news