અયોધ્યા કેસ : બીજા ધર્મનું પૂજા સ્થળ તોડી બનાવેલી ઈમારત શરીયત મુજબ મસ્જિદ ન હોઈ શકે'

અયોધ્યા મામલે આજે સુનાવણીનો 15મો દિવસ છે. આજની સુનાવણીમાં રામજન્મભૂમિ  પુર્નઉદ્ધાર સમિતિ તરફથી વકીલ પી એન મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે જન્મસ્થાન પર ઈમારત હતી પરંતુ તેને મસ્જિદ કહી શકાય નહીં.

અયોધ્યા કેસ : બીજા ધર્મનું પૂજા સ્થળ તોડી બનાવેલી ઈમારત શરીયત મુજબ મસ્જિદ ન હોઈ શકે'

નવી દિલ્હી: અયોધ્યા મામલે આજે સુનાવણીનો 15મો દિવસ છે. આજની સુનાવણીમાં રામજન્મભૂમિ  પુર્નઉદ્ધાર સમિતિ તરફથી વકીલ પી એન મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે જન્મસ્થાન પર ઈમારત હતી પરંતુ તેને મસ્જિદ કહી શકાય નહીં. બીજા ધર્મના પૂજાસ્થળને તોડીને બનેલી ઈમારત શરીયત મુજબ મસ્જિદ હોઈ શકે નહીં અને તે ઈમારતમાં મસ્જિદ માટે જરૂરી તત્વ પણ નહતાં. 

બુધવારે 14મા દિવસની સુનાવણીમાં રાજન્મભૂમિ પુર્નઉદ્ધાર સમિતિએ દલીલ કરતા કહ્યું હતું કે વિવાદિત ઈમારત બનાવનાર કોણ હતું, તેના પર શંકા છે. મીર બાકી નામનો બાબરનો કોઈ સેનાપતિ હતો જ નહીં. 3 ગુંબજવાળી તે ઈમારત મસ્જિદ નહતી. મસ્જિદમાં જે પ્રકારની ચીજો જરૂરી હોય તે તેમાં નહતીં. 

રામ જન્મભૂમિ પુર્નઉદ્ધાર સમિતિના વકીલ પી એન મિશ્રાએ પોતાની દલીલ રજુ કરતા ત્રણ પુસ્તકોનો ઉલ્લખ કરીને કહ્યું હતું કે આઈને અકબરી, હુમાયુનામામાં બાબર દ્વારા બાબરી મસ્જિદ બનાવવાની વાત નથી. તુર્ક એ જહાંગરી પુસ્તકમાં પણ બાબરી મસ્જિદ અંગે કોઈ ઉલ્લેખ નથી. બાબર ફક્ત એ જ વાતથી વાકેફ હતો કે જમીન વક્ફની છે. પી એન મિશ્રાએ કહ્યું કે ઈટાલિયન વ્યક્તિ નિકોલો મનૂચીએ એક પુસ્તક લખ્યું હતું અને તે ઔરંગઝેબનો કમાન્ડર હતો. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે ઔરંગઝેબનો કમાન્ડર ઈટાલિયન હતો? પી એન મિશ્રાએ કહ્યું કે હા ઔરંગઝેબનો કમાન્ડર ઈટાલિયન હતો. 

જુઓ LIVE TV

મંગળવારે 13માં દિવસે આ મામલે સુનાવણીમાં નિર્મોહી અખાડાની દલીલો પૂરી  થયા બાદ રામજન્મભૂમિ પુર્નઉદ્ધાર સમિતિ તરફથી પી એન મિશ્રા પક્ષ રજુ કરી રહ્યાં છે. 

નિર્મોહી અખાડા
તે અગાઉ નિર્મોહી અખાડા તરફથી વકીલ સુશીલ જૈને પક્ષ રજુ કર્યો. નિર્મોહી અખાડાએ શેબેટના દાવા પર તૈયાર  પોતાની નોટ વાંચી. નિર્મોહી અખાડાએ અરજી ભગવાન તરફથી મંદિરના મેનેજમેન્ટ માટે દાખલ કરી હતી. જૈને કહ્યું હતું કે વિવાદિત સ્થળની અંદરના આંગણામાં એક મંદિર હતું તે જન્મભૂમિનું મંદિર છે, ત્યાં કયારેય કોઈ મસ્જિદ નહતી. મુસલમાનોને મંદિરમાં જવાની મંજૂરી નહતી. ત્યાં હિન્દુઓ પોત પોતાની આસ્થા મુજબ પૂજા કરતા હતાં. સુશીલકુમાર જૈને કહ્યું હતું કે રેવન્યુ રેકોર્ડથી સ્પષ્ટ છે કે જમીન પર નિર્મોહી અખાડાનો અધિકાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news