Mythology: ભારતનું એક એવું મંદિર જ્યાં ભગવાન શિવ પહેલાં થાય છે રાવણની પૂજા! જાણો શું છે એના પાછળનું રહસ્ય
મોનાલી સોની, અમદાવાદઃ દુનિયામાં એવા ઘણા ચમત્કારિક મંદિરો છે, જેની પોતાની એક આગવી વાર્તા છે. જોકે વિશ્વભરમાં ભગવાન શિવના ઘણા મંદિરો છે, જ્યાં તેમની ખૂબ જ શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને ભગવાન શિવના એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભગવાનથી પહેલાં રાવણની પૂજા કરવામાં આવે છે. તેની પાછળ એક રહસ્ય છુપાયેલું છે.
મોનાલી સોની, અમદાવાદઃ દુનિયામાં એવા ઘણા ચમત્કારિક મંદિરો છે, જેની પોતાની એક આગવી વાર્તા છે. જોકે વિશ્વભરમાં ભગવાન શિવના ઘણા મંદિરો છે, જ્યાં તેમની ખૂબ જ શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને ભગવાન શિવના એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભગવાનથી પહેલાં રાવણની પૂજા કરવામાં આવે છે. તેની પાછળ એક રહસ્ય છુપાયેલું છે.
સોફામાં સુવાની આદત હોય તો સાવધાન! જાણો આ આદત તમારા માટે બની શકે છે મોટી મુસીબતનું કારણ
આ મંદિર કમલનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. શિવનું આ પ્રાચીન મંદિર તળાવની નગરી ઉદેપુર શહેરથી આશરે 80 કિમી દૂર આવેલ આવારગઢની ટેકરી પર આવેલું છે. પુરાણો અનુસાર આ મંદિરની સ્થાપના લંકાપતિ રાવણે પોતે કરી હતી. એવું કહેવામાં આવે છે કે આ તે સ્થાન છે જ્યાં રાવણે પોતાનું માથું કાપીને અગ્નિકુંડમાં ભગવાન શિવને અર્પણ કર્યુ હતું. ત્યારે ભગવાન શિવે રાવણની ભક્તિથી પ્રસન્ન થઈને રાવણની નાભિમાં અમૃત કુંભની સ્થાપના કરી હતી.
આ સ્થાનની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહીં રાવણની પૂજા ભગવાન શિવ કરતા પહેલા કરવામાં આવે છે. કારણકે એવું માનવામાં આવે છે કે જો શિવ પહેલા રાવણની પૂજા કરવામાં ન આવે તો બધી પૂજા વ્યર્થ થઈ જાય છે. પુરાણોમાં કમલનાથ મહાદેવની એક કથા લખેલી છે. જે મુજબ એકવાર રાવણ ભગવાન શિવને પ્રસન્ન કરવા કૈલાસ પર્વત પર પહોંચ્યો અને તપસ્યા કરવાનું શરૂ કર્યુ. રાવણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે રાવણને વરદાન માગવા કહ્યું. ત્યારે રાવણે ભગવાન શિવને પોતાની સાથે લંકા આવવાનું વરદાન માગ્યું. ત્યારે ભોલેનાથ શિવલિંગના રૂપમાં રાવણની સાથે જવા તૈયાર થયા.
ભગવાન શિવે રાવણને શિવલિંગ આપ્યું અને એક શરત મૂકી કે જો તમે લંકા પહોંચતા પહેલા શિવલિંગને પૃથ્વી પર ક્યાંય રાખશો, તો હું ત્યાં સ્થાપિત થઈશ. કૈલાસ પર્વતથી લંકા તરફનો રસ્તો ખૂબ જ લાંબો હોવાના કારણે રાવણને રસ્તામાં થાક લાગવા લાગ્યો. તેથી તે આરામ કરવા માટે એક સ્થળે રોકાઈ ગયો અને ન ઈચ્છવા છતા તેણે એક સ્થળ પર શિવલિંગ મૂકી દીધું.
Garuda Purana ના આ 5 નિયમોનું પાલન કરશો તો ક્યારેય નહીં થાઓ દુઃખી, બદલાઈ જશે તમારું જીવન!
આરામ કર્યા બાદ રાવણે શિવલિંગને ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શિવલિંગ તલભાર પણ ખસ્યો નહીં. ત્યારે રાવણને પોતાની ભૂલનો અહેસાસ થયો અને પસ્તાવો થવા લાગ્યો. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રાવણ દિવસમાં એકવાર ભગવાન શિવની સો કમળના ફૂલોથી પૂજા કરવા લાગ્યો. રાવણને આવુ કરતા કરતા સાડા બાર વર્ષ વીતી ગયા.
શું તમારા હાથમાં છે આવું નિશાન? ચેક કરીને જલ્દી જાણી લો આ સંકેત, નહીં તો જીવન થઈ જશે બરબાદ!
જ્યારે બ્રહ્માજીને ખબર પડી કે રાવણની તપશ્ચર્યા સફળ થવાની છે, ત્યારે તેમણે રાવણની તપસ્યા નિષ્ફળ કરવા માટે પૂજા સમયે કમળનું ફૂલ ઉગાડવાનું ઘટાડી દીધુ. પાછળથી જ્યારે રાવણે જોયુ કે ભગવાન શિવની પૂજા કરવા માટે ફૂલ ઓછા પડી રહ્યા છે, ત્યારે તેણે પોતાનું માથું કાપીને ભગવાન શિવને અર્પણ કરી દીધુ. ભગવાન શિવ રાવણની આ ભક્તિથી પ્રસન્ન થયા અને એક વરદાન તરીકે તેમણે રાવણની નાભિમાં અમૃત કુંભની સ્થાપના કરી. સાથે જ કહ્યું કે, આજથી આ સ્થાન હવેથી કમલનાથ મહાદેવ તરીકે ઓળખાશે.
Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત
લગ્ન થવામાં વારંવાર આવે છે વિઘ્ન? તો બદલાતી જતી ગ્રહોની ચાલ વચ્ચે અજમાવી જુઓ આ ઉપાય!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube