સોફામાં સુવાની આદત હોય તો સાવધાન! જાણો આ આદત તમારા માટે બની શકે છે મોટી મુસીબતનું કારણ
નવી દિલ્લીઃ આપણામાંથી વધુ લોકોને સોફા(Sofa) પર બેસીને ટીવી જોવાનું સૌથી વધુ પસંદ હોય છે. ઘણી વખત એવુ પણ થાય છે આપણે ટીવી જોતા જોતા જ સોફા પર ઉંઘી જઈએ છીએ. પણ આપણને નથી ખબર કે ક્ષણભર માટે લાગતી આરામદાયક આ ઉંઘ લાંબા સમય બાદ મોટી બીમરીને આમંત્રણ આપી શકે છે.
સોફ્ટ સ્પંજમાંથી બને છે સોફા
ઘણાં ઓછા લોકોને ખબર હશે કે સોફા પર ઉંઘવુ આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. હકીકતમાં સોફામાં સ્પંજનો ઉપયોગ કરવામાં આવે છે. જેના પરથી ઉંઘીને ઉઠવાથી કમરમાં ઘણો જ દુ:ખાવો સહન કરવો પડે છે. ગાદલાની તુલનામાં સોફા ઘણા જ સોફ્ટ હોય છે. સોફાને બનાવવા માટે સોફ્ટ સ્પંજનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્પંજ આમ તો આરામદાયક અને પોચા લાગે છે. પરંતુ હકીકતમાં આ સોફા આપણા આરોગ્યને ઘણુ જ નુકસાન પહોંચાડે છે. જેના પર ઉંઘ્યા પછી કમરમાં ઘણો જ દુ:ખાવો થાય છે.
પગ લાંબા કરવાની જગ્યા નથી મળતી
સોફા પર ઉંઘતા સમયે આપણને પગ લાંબા કરવા અથવા પડખુ ફરવા માટે પૂરતી જગ્યા નથી મળતી. એટલા માટે આપણે મજબૂરીમાં એક જ પોઝિશનમાં ઉંઘવું પડે છે. જેના કારણે કમર અને શરીરના બીજા ભાગમાં દુ:ખાવાની સમસ્યા વધી જાય છે.
Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન? ----------------------------- Veena Malik એ કહ્યું આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે હું આવી જતી હતી મોજમાં! મારા અંડરગારમેન્ટ ધોતો હતો બોલીવુડનો હીરો!
ઘોંઘાટનો સામનો કરવો પડી શકે છે
ઘરોમાં સામાન્ય રીતે સોફો એવી જગ્યાએ રાખવામાં આવે છે જ્યાંથી પરિવારના બાકીના સભ્યોની અવરજવર રહેતી હોય છે. આવામાં જો તમે સોફા પર ઉંઘી જાઓ તો વચ્ચે-વચ્ચે તમને ઘોંઘાટનો સામાન કરવો પડી શકે છે. જેના કારણે તમારે આરામ કરવાની જગ્યાએ માથામાં દુ:ખાવો થવાની અને ચક્કર આવવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
શરીરના ખાસ ભાગમાં રહે છે દુ:ખાવો
જો તમને સોફા પર ઉંઘવાની આદત છે તો નિશ્વિત રીતે તમે એક ખાસ સ્થિતિમાં ઉંઘવા માટે મજબૂર બની જશો. જેનું પરિણામ એ આવે છે કે આપણા શરીરના ખાસ ભાગમાં દુ:ખાવો રહે છે. શરૂઆતમાં આ દુ:ખાવો ઓછો લાગે છે પણ જો તમે આના પર વધુ ધ્યાન ન આપો તો આ દુ:ખાવો અસહ્ય થઈ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.
સોફા પર લાંબી ઉંઘ લેવી અયોગ્ય
સોફા પર ઉંઘવાથી તમે થોડા સમય માટેનું જોંકુ તો લઈ લો છો. પણ જો તમે 7-8 કલાકની લાંબી ઉંઘ લેવા માગો છો તો એના માટે સોફો બિલકુલ સારી પસંદ નથી. સોફા પર સંકોચાઈને ઉંઘીને તમે બેચેન પણ થઈ શકો છે અને શરીરને આરામ મળવાની જગ્યાએ સવારે ઉઠીને દુ:ખાવાનો અનુભવ કરવો પડી શકે છે.
(ડિસ્ક્લેમર: લેખમાં આપવામાં આવેલી સલાહ માત્ર સામાન્ય જાણકારી છે. કોઈ એક્સપર્ટની સલાહ નથી)
Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!
Trending Photos