શું તમારા હાથમાં છે આવું નિશાન? ચેક કરીને જલ્દી જાણી લો આ સંકેત, નહીં તો જીવન થઈ જશે બરબાદ!

હસ્તરેખાઓ કોઈ શુભ કે અશુભ સંકેતો દર્શાવતી હોય છે પણ જો તમારા  હાથમાં આવું કોઈ નિશાન હોય તો ચેતી જવાની જરૂર છે. કારણ કે અલગ  અલગ જગ્યાએ બનેલું આ નિશાન અલગ અલગ પ્રકારની મુશ્કેલીને  આમંત્રણ આપી શકે છે.

શું તમારા હાથમાં છે આવું નિશાન? ચેક કરીને જલ્દી જાણી લો આ સંકેત, નહીં તો જીવન થઈ જશે બરબાદ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ હસ્તરેખાઓ કોઈ શુભ કે અશુભ સંકેતો દર્શાવતી હોય છે પણ જો તમારા  હાથમાં આવું કોઈ નિશાન હોય તો ચેતી જવાની જરૂર છે. કારણ કે અલગ  અલગ જગ્યાએ બનેલું આ નિશાન અલગ અલગ પ્રકારની મુશ્કેલીને  આમંત્રણ આપી શકે છે. જ્યોતિષશાસ્ત્ર (Astrology)ની અનેક વિદ્યાઓ છે જેની મદદથી તમે  ભવિષ્યના (Future) અનેક સંકેતો જાણી શકો છે. તેમાં પણ હસ્તરેખા  વિજ્ઞાન એક મહત્વની વિદ્યા છે. હાથની રેખાઓ અને આકૃતિયો ભવિષ્યની  સારી અને ખરાબ તમામ પ્રકારની ઘટનાઓના સંકેત આપે છે. અને આ જ  નિશાનમાં એક મહત્વનું નિશાન જાળાનું નિશાન છે. આ નિશાન જો તમારી  હથેળીમાં બની જાય તો તે અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ કે  હથેળીમાં કઈ જગ્યાએ આ જાળાનું નિશાન બનવાથી જીવન પર કેવી  અસર થાય છે.

No description available.

હથેળીમાં જાળાનું નિશાન આપે છે અશુભ સંકેતઃ
1) હસ્તરેખા વિજ્ઞાન મુજબ જો કોઈ વ્યક્તિની હથેળીમાં મંગળ પર્વત પર  જાળાનું નિશાન હોય તો તેને શુભ નથી માનવામાં આવતું. આ નિશાન  વ્યક્તિના માનસિક પીડિત હોવાના સંકેત આપે છે. જો આ નિશાન હાથમાં  પહેલાથી જ બનેલું હોય અથવા બનવાની શરૂઆત થઈ રહી હોયો તો જે-તે  વ્યક્તિએ પોતાના ઈષ્ટદેવની આરાધના કરી દાન આપવાનું શરૂ કરી દેવું  જોઈએ. જેનાથી તેની આવનારી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે.

2) જો કોઈ વ્યક્તિની હથેળીમાં શનિ પર્વત પર જાળાની નિશાની તૈયાર  થઈ રહી હોય તો આ પણ અશુભ માનવામાં આવે છે. આવા નિશાનનો  અર્થ એ છે કે કોઈ વ્યક્તિમાં આળસુવૃત્તિ પ્રવેશ કરી રહી છે અને તેના  તમામ કામમાં મુશ્કેલી પણ આવે છે. આવા નિશાનવાળા વ્યક્તિએ હંમેશા  કર્મશીલ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

3) જો કોઈની હથેળીમાં કેતુ પર્વત પર જાળાની નિશાની દેખાય છે તો તે  વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે. આવી વ્યક્તિ  અનેક પ્રકારના રોગથી પીડિત હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

4) જો મણિબંધ રેખા પર જાળાનું નિશાન હોય તો તે વ્યક્તિને પોતાના  કામ-કાજમાં પરેશાનીઓ વેઠવી પડી શકે છે. આ વ્યક્તિ ભલે નોકરી કરતો  હોય કે પછી વ્યવસાય કરતો હોય તેની પ્રગતિમાં અડચણ આવી શકે છે.  જે પણ વ્યક્તિના હાથમાં આવા નિશાન જોવા મળે તો ચેતી જવાની જરૂર  છે અને પોતાના કામ પર સારી રીતે ધ્યાન આપવાની જરૂર છે. આ સિવાય  તમામ મુશ્કેલીઓથી દૂર રહેવા પોતાના ઈષ્ટદેવની આરાધના અચૂક કરતાં  રહેવી જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news