Karnataka High Court On Facebook Ban: કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિતની બેન્ચે મેટાને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા કંપની ફેસબુક પર આરોપ છે કે તે કર્ણાટક પોલીસને તપાસમાં સહયોગ નથી કરી રહી. તપાસમાં સહયોગ ન મળવાને કારણે હાઈકોર્ટે ફેસબુક પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું છે. આ મામલો સાઉદીમાં રહેતા એક ભારતીય સાથે સંબંધિત છે જેનું નામ શૈલેષ કુમાર છે. શૈલેષ કુમાર 25 વર્ષથી સાઉદી અરેબિયામાં કામ કરે છે. શૈલેષ કુમારની પત્ની કવિતાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે જેના અંતર્ગત આ સુનાવણી થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતને હજુ ઘણા વાવાઝોડાઓનો કરવાનો છે સામનો, જાણો તેની પાછળનું કારણ શું છે?
બિલાડી રસ્તે આડી ઉતરે તો તમે પણ ઉભા રહો છો? જાણો અંધવિશ્વાસ અને વૈજ્ઞાનિક કારણ
જાણો કેવી રીતે સ્ટેચ્યૂમાં ઘોડાના પગથી ખબર પડે છે કે ક્યારે થયું હતું યોદ્ધાનું મોત


શું છે સમગ્ર મામલો?
કવિતાએ કોર્ટને જણાવ્યું કે તેના પતિ શૈલેષ કુમારે એકવાર ફેસબુક પર સીએએ (CAA) અને એનઆરસી  (NRC) ના સમર્થનમાં પોસ્ટ કરી હતી, પરંતુ કેટલાક લોકોને તે પસંદ ન આવી અને શૈલેષના નામે નકલી એકાઉન્ટ બનાવીને તેમણે સાઉદી અરબના કિંગ અને ઇસ્લામ વિરૂદ્ધ  આડી-અવળી પોસ્ટ કરી. ત્યારબાદ સાઉદી પોલીસે શૈલેષની ધરપકડ કરી હતી. કવિતાએ આ મામલે મેંગલુરુ પોલીસને ફરિયાદ કરી હતી જે આ મામલે તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન મેંગલુરુ પોલીસે ફેસબુક પાસેથી કેટલીક માહિતી માંગી હતી પરંતુ કંપનીએ જવાબ આપ્યો ન હતો. તમને જણાવી દઈએ કે શૈલેષ કુમાર કેસની તપાસમાં વર્ષ 2021થી વિલંબ થઈ રહ્યો છે.


કાનપુરનું આ મંદિર કરે છે હવામાનની સચોટ ભવિષ્યવાણી, જણાવે છે કેવું રહેશે ચોમાસું
History: ભારતીય સ્ત્રીઓ નાકમાં કેમ પહેરે છે નથણી? જાણો શું છે મહત્વ
દુર્ભાગ્યથી બચવા અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા હંમેશા યાદ રાખો શકુન અને અપશકુન


તપાસ ક્યાં પહોંચી?
કવિતાએ હાઈકોર્ટ પાસે મદદ માંગી છે અને આ મામલે કેન્દ્રને પણ જાણ કરી છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે જો સોશિયલ મીડિયા કંપની પોલીસને સહકાર નહીં આપે તો તે દેશભરમાં તેની સેવાઓ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરશે. તમને જણાવી દઈએ કે કવિતા દક્ષિણ કન્નડ જિલ્લાના બિકરંકટ્ટેની રહેવાસી છે. હવે આ કેસની આગામી સુનાવણી 22 જૂને થવાની છે.


Shani Vakri: કહેર બનીને તૂટશે શનિની ઉલટી ચાલ! 4 મહિના સુધી સર્તક રહે આ રાશિવાળા લોકો
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં

અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય હૈ' કેમ બોલે છે લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube