અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય હૈ' કેમ બોલે છે લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ?

Ram Naam Satya hai: રામ નામનો મહિમા અપરંપાર છે. કળિયુગમાં તેના જાપનો વિશેષ મહિમા છે. રામનું નામ એવું છે કે, જે જિંદગી બાદ પણ માણસની સાથે રહે છે. આ દુનિયામાં કોઈ અમર નથી. જન્મ લેનારને એક દિવસ દુનિયા છોડવી જ પડે છે. ભગવાનનું નામ લેવાથી જિંદગીની મુશ્કેલીઓ આસાન થઈ જાય છે. તો ઉંમર પુરી થયા બાદ અંતિમ યાત્રા દરમિયાન પણ રામ નામ સાથે ચાલે છે.

અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય હૈ' કેમ બોલે છે લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ?

Ram Naam Satya Hai meaning: રામ નામનો મહિમા અપરંપાર છે. કળિયુગમાં તેના જાપનો વિશેષ મહિમા છે. રામનું નામ એવું છે કે, જે જિંદગી બાદ પણ માણસની સાથે રહે છે. આ દુનિયામાં કોઈ અમર નથી. જન્મ લેનારને એક દિવસ દુનિયા છોડવી જ પડે છે. ભગવાનનું નામ લેવાથી જિંગદીની મુશ્કેલીઓ આસાન થઈ જાય છે. તો ઉંમર પુરી થયા બાદ અંતિમ યાત્રા દરમિયાન પણ રામ નામ સાથે ચાલે છે. હિંદૂ ધર્મ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિની અંતિમ યાત્રા દરમિયાન આખા રસ્તે રામ નામ સત્ય હૈ બોલે છે. પરંતુ શું તમને ખબર છે કે, તેની પાછળ શું કારણ છે? આવો તમને જણાવીએ...

સાથે જાય છે કર્મના લેખા-જોખા:
માણસ આખી જિંદગી જમીન-મકાન, પદ અને પ્રતિષ્ઠા માટે દોડે છે. પોતાનું કામ કઢાવવા માટે લોકો સાથે છળ-કપટ પણ કરે છે. પરંતુ મૃત્યુ બાદ તેણે બધુ અહીં જ છોડીને જવું પડે છે. હિંદૂ માન્યતાઓ અનુસાર વ્યક્તિની સાથે તેના કર્મોનો હિસાબ પણ જાય છે. આ જ આધાર પર તેની મુક્તિ કે કોઈ યોનિમાં જન્મનો આધાર છે.

Shani Vakri: કહેર બનીને તૂટશે શનિની ઉલટી ચાલ! 4 મહિના સુધી સર્તક રહે આ રાશિવાળા લોકો
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં

કાનપુરનું આ મંદિર કરે છે હવામાનની સચોટ ભવિષ્યવાણી, જણાવે છે કેવું રહેશે ચોમાસું
માન્યામાં નહી આવે પણ...કોઇ પતિની રાખ ખાય છે તો કોઇ કાર સાથે માણે છે સેક્સ
Flirt with Girls: યુવતિઓ ખાસ વાંચે...ફ્લર્ટ કરવામાં હોશિયાર હોય છે આ 5 રાશિના છોકરાઓ

ભવસાગર પાર કરાવશે રામ નામ:
મનુષ્ય જ્યાં જન્મ લે છે ત્યાંના નિયમો તેણે પાળવા પડે છે. આયુષ્ય પૂર્ણ થયા બાદ માણસની અંતિમ યાત્રા દરમિયાન પણ ભગવાનનું નામ એટલે કે 'રામ નામ' તેનો સાથ આપે છે. માનવામાં આવે છે કે સૌથી પહેલા આ વાતનો ઉલ્લેખ મહાભારતમાં યુધિષ્ઠિરે એક શ્લોકના માધ્યમથી કર્યો હતો. જે આ પ્રમાણે છે.

'अहन्यहनि भूतानि गच्छंति यमममन्दिरम्.
शेषा विभूतिमिच्छंति किमाश्चर्य मत: परम्.'

શ્લોકનો અર્થ:
આ શ્લકોના અર્થ એ છે કે, મૃતકના સ્મશાન લઈ જતા સમયે તમામ રામ નામ સત્ય હૈ કહે છે. પરંતુ મૃતદેહના અંતિમ સંસ્કાર બાદ ઘરે પાછા આવતાની સાથે જ આ નામને ભૂલીને ફરી મોહમાયામાં પડી જાય છે. લોકો મૃતકના પૈસા, ઘર વગેરેના ભાગ પાડવા મામલે ચિંતિત થઈ જાય છે. પ્રોપર્ટી મામલે ઝઘડવા માંડે છે. ધર્મરાજ યુધિષ્ઠિરે એવું પણ કહ્યું કે, રોજ પ્રાણી મરે છે, પરંતુ અંતમાં તે પરિવારજનની સંપત્તિને ઈચ્છે છે. આનાથી મોટું આશ્ચર્ય ક્યું હશે?

શું છે હેતુ?
'રામ નામ સત્ય હૈ, સત્ય બોલો મુક્તિ હૈ' બોલવાનો મતલબ મૃતકને સંભળાવવાનો નથી હોતો પરંતુ શબયાત્રામાં સાથે સાથે ચાલી રહેલા પરિવારજનો,મિત્રો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને માત્ર એટલું સમજાવવાનું હોય છે કે જિંદગીમાં અને જિંદગી બાદ પણ માત્ર રામ નામ જ સત્ય છે. અને બાકી બધુ વ્યર્થ છે. એક દિવસ અહીં જ બધુ છોડીને જવાનું છે. આપણી સાથે આપણું કર્મ જ આવશે. આત્માને ગતિ માત્ર રામના નામથી જ મળશે.

માન્યતાઓ:
કોઈનું નિધન થવા પર રામ નામ લેવામાં આવે છે. જેનો અર્થ છે કે, જીવને મુક્તિ મળી ગઈ છે. આત્મા સંસારના ચક્રથી આઝાદ થઈ ગયો છે. એક અર્થ એવો પણ છે કે, આત્મા બધુ છોડીને ભગવાન પાસે જતી રહી છે. આ પરમ સત્ય છે. હિંદૂ શાસ્ત્રો અનુસાર રામ નામ સત્ય હૈ એક બીજ અક્ષર છે. રામ નામ જપવાથી ખરાબ કર્મોમાંથી મુક્તિ મળે છે. કેટલાક લોકોનું માનવું છે કે તેને જપવાથી મૃતકના પરિવારજનોને માનસિક શાંતિ મળે છે. આ દરમિયાન રામ નામ સત્ય સાંભળવાથી તેમને એ અહેસાસ થાય છે કે આ સંસાર વ્યર્થ છે.

(ખાસ નોંધઃ- આ જાણકારી સામાન્ય હિંદૂ માન્યતાઓ પર આધારીત છે. ઝી ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતું.)

પ્રવાસનનો ગઢ : એક બે નહીં ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news