Kisan Andolan: રાકેશ ટિકૈત બોલ્યા- આંસુની અસર તમે જોઈ લીધી, હવે વધુ મજબૂત થશે આંદોલન
Kisan Andolan Latest News : ધરણામાં કિસાનોનું પરત આવવુ અને રાજકીય પાર્ટીના નેતાઓના પહોંચવા પર ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ પોતાનો મત વ્યક્ત કર્યો છે. પત્રકાર પરિષદમાં ભાવુક થયા બાદ આંદોલનને મજબૂત થવાને લઈને ટિકૈતે કહ્યુ કે, આંસુની અસર તમે જોઈ લીધી. તેમણે કહ્યું કે, આ આંદોલન (Kisan Andolan) વધુ મજબૂત થશે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ગાઝીપુર બોર્ડર પર કિસાનો ભરી ભેગા થઈ રહ્યા છે. એક વખત સમાપ્ત થવા પર પહોંચેલ આંદોલન ફરી ઊભુ થઈ ગયું છે. ધરણા સ્થળ પર કિસાનોની સાથે રાજકીય પાર્ટીઓના નેતા પણ શુક્રવારથી પહોંચવાના શરૂ થઈ ગયા છે. ધરણામાં કિસાનોનું પરત આવવુ અને રાજકીય પાર્ટીના નેતાઓના પહોંચવા પર ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ પોતાનો મત વ્યક્ત કર્યો છે. પત્રકાર પરિષદમાં ભાવુક થયા બાદ આંદોલનને મજબૂત થવાને લઈને ટિકૈતે કહ્યુ કે, આંસુની અસર તમે જોઈ લીધી. તેમણે કહ્યું કે, આ આંદોલન (Kisan Andolan) વધુ મજબૂત થશે.
... શું મત આપવાની અપીલ કરી રહ્યાં છીએ
ધરણામાં આમ આદમી પાર્ટી (AAP) ના મનીષ સિસોદિયા, જયંત ચૌધરી તથા અન્ય રાજકીય પાર્ટીઓના નેતાઓના પહોંચવા પર ટિકૈતે કહ્યુ કે, કોઈને મંચ પર જગ્યા આપવામાં આવી રહી નથી. આંદોલનના રાજકીય રૂપ લેવાના સવાલ પર ટિકૈતે કહ્યુ કે, શું અહીંથી કોઈને મત આપવાની અપીલ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ PM મોદી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર, સર્વદળીય બેઠકમાં આપ્યું નિવેદન
જેલ પણ ચાલશે, આંદોલન પણ ચાલશે
દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ (Tractor parade) માં હિંસા અને પછી કેસ નોંધાયા બાદ ધરપકડના સવાલ પર રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ કહ્યુ કે, આંદોલન હું ચલાવીશ તો કેસ કોઈ અન્ય વિરુદ્ધ નોંધાશે. તેમણે કહ્યું કે, જેલ પણ ચાલશે અને આંદોલન પણ ચાલશે... કાયદાનું પણ પાલન કરીશ. ધરણા વચ્ચે ધરપકડ બાદ આંદોલનના ભવિષ્યના સવાલ વિશે ટિકૈતે કહ્યુ કે, આ આંદોલન હું નહીં પરંતુ કિસાન ચલાવી રહ્યા છે. આ આંદોલન ચાલતું રહેશે.
નારાજગી પોતાનાથી હોય છે
ભાજપને મત આપવા અને હવે પાર્ટીથી નારાજગીના સવાલ પર ટિકૈતે (Rakesh Tikait) કહ્યુ કે, નારાજગી પોતાનાથી હોય છે, બીજા સાથે થોડી હોય છે. જ્યારે આપણે બરાબર-બરાબરમાં ચાલીએ તો તે ટાંગ મારે છે જે બરાહરમાં હોય.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube