aap

AAP નેતા પર બગડ્યા ગૌતમ ગંભીર, કેજરીવાલની નીયત પર ઉઠાવ્યો સવાલ

દિલ્હી હિંસા (Delhi Violence) મામલે આરોપી તાહિર હુસૈન (Tahir Hussain) સાથે પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન (Amanatullah Khan)એ તાહિર હુસૈનના પક્ષમાં એક ટ્વિટ કર્યું. તેના પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીર ભડકી ઉઠ્યા અને તેમણે 'આપ'ની નીયત પર સવાલ ઉભા કરી દીધા. 

Mar 8, 2020, 09:51 AM IST

દિલ્હી હિંસાના આરોપી તાહિર હુસૈનની ધરપકડ, IB કર્મચારી અંકિત શર્માની હત્યાનો છે આરોપ

તાહિર હુસૈન દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં સરેન્ડર કરવાનો હતો. 
 

Mar 5, 2020, 03:04 PM IST

રાજકોટના રાજકારણમાં ઉથલપાથલ: રાજભા ઝાલા AAPમાં જોડાશે, ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી!

રાજકોટના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાવવાના છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 

Mar 2, 2020, 12:14 PM IST

શું સાથીઓ છોડી રહ્યા છે સાથ? બાદલે કહ્યું દેશમાં હવે ધર્મનિરપેક્ષતા બચી જ નથી તે દુર્ભાગ્ય

દિલ્હી હિંસા પર ભારતીય જનતા પાર્ટી (BJP) સહયોગી અકાલી દળે મહત્વનું નિવેદન આપ્યું છે. અકાલી દળનાં નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ સેક્લુરિઝ્મ, સોશ્યલિઝમ અને ડેમોક્રેસી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. પ્રકાશસિંહ બાદલે કહ્યું કે, આ મોટુ દુર્ભાગ્ય છે. શાંતિ સાથે રહેવું ખુબ જ જરૂરી છે. પ્રકાશસિંહ બાદલે કહ્યું કે, આપણા દેશનાં વિધાનમાં ત્રણ વસ્તુઓ લખાઇ છે, જે સેક્યુલરિઝમ, સોશ્યલિઝમ અને ડેમોક્રેસી છે. અહીં ન તો સેક્યુલરિઝમ છે, ન તો સોશ્યલિઝમ છે. અમીર વધારેને વધારે અમીર બની રહ્યો છે. ગરીબ વધારેને વધારે ગરીબ બની રહ્યો છે.

Feb 28, 2020, 03:54 PM IST

ગૃહ મંત્રી અમિત શાહને CM કેજરીવાલ, શાહીન બાગ મુદ્દે આપ્યું આ નિવેદન

સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે. આ અવસર પર અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમિત શાહની સાથે શાહીન બાગના મુદ્દે કોઇ વાત થઇ નથી.  

Feb 19, 2020, 04:45 PM IST

લાંબા સમયથી ચૂપચાપ બેસેલા નવજોતસિંહ સિદ્ધુ પંજાબમાં કંઈ મોટું કરવાની ફિરાકમાં

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ના પરિણામ બાદ પંજાબ (Punjab) ની રાજનીતિમાં હલચલ શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી ચૂપચાપ બેસી રહેલા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) અને આપ પાર્ટી વચ્ચે સંપર્ક થવાની ચર્ચાઓ કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોનું કહેવુ છે કે, સિદ્ધુએ ફરીથી અમરિંદર સરકારમાં આવવાની કોઈ પણ શક્યતાનો ઈન્કાર કર્યો છે. તો આપ (AAP) હવે ફરીથી તેઓને પોતાના ખેમામાં લાવવાના પ્રયાસોમાં લાગી ગયું છે. પાર્ટીના સ્ટાર પ્રચારક હોવા છતા સિદ્ધુ દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા ગયા ન હતા.

Feb 17, 2020, 08:43 AM IST

દિલ્હી જીત્યા બાદ AAPનું 'મિશન ઈન્ડિયા', એક કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય

દિલ્હીમાં એકવાર નહીં, પરંતુ બે-બે વાર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ચાણક્ય કહેવાતા અમિત શાહની રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાદૂને પરાજય આપ્યા બાદ કેજરીવાલે પોતાના સંબોધનમાં પ્રદેશની રાજનીતિ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું. પરંતુ સાંજ પડતા-પડતા પાર્ટીની રાષ્ટ્રીય મહત્વકાંક્ષા અને તેના પ્લાન પણ સામે આવી ગયા છે. 

Feb 16, 2020, 10:52 PM IST

અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં મોદીજી આવે કે ન આવે પણ 50 Special Guestને ખાસ આમંત્રણ 

અરવિંદ કેજરીવાલના શપથ માટે રામલીલા મૈદાનમાં ભવ્ય તૈયારી કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

Feb 16, 2020, 09:50 AM IST
Arvind Kejriwal wll take oath as Delhi's CM PT2M24S

આજે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે...

આજે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત હાંસલ કરનારા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આજે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રીના પદે શપથ લેશે. દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ સહિત 6 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ દરમિયાન મંચ પર સફાઈ કર્મચારી, ડોક્ટર, બાઈક એમ્બ્યૂલન્સ રાઈડર્સ, અન્ય કર્મચારીઓ, ઈજનેરો સહિત દિલ્હીના 50 નિર્માતા પણ ઉપસ્થિત રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Feb 16, 2020, 08:55 AM IST

ન તો CM, ન PM, આ 'બેબી મફલરમેન' બનશે કેજરીવાલના શપથગ્રહણમાં ખાસ મહેમાન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જંગી બહુમતી સાથે સત્તામાં વાપસી થઈ છે. અરવિંદ કેજરીવાલ ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. પરંતુ આ વખતે કેજરીવાલની સાથે સાથે એક છોટે કેજરીવાલે પણ દિલ્હી ચૂંટણી પરિણામના દિવસે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યુ હતું.

Feb 13, 2020, 08:50 PM IST

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારમાં પણ ભાજપ માટે છૂપાયેલા છે મોટા ખુશખબર, જાણો કેવી રીતે

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. રિઝલ્ટનો શોરબકોર પણ હવે શાંત થયો છે. આમ આદમી પાર્ટીને ફાળે 62 બેઠકો ગઈ અને પાર્ટીએ સતત ત્રીજીવાર દિલ્હીની સત્તા મેળવી છે. ભાજપનો દિલ્હીમાં વનવાસ પૂરો થયો નથી. જો કે પરિણામમાં હાર હોવા છતાં ભાજપ માટે ખુશખબર છૂપાયેલા છે. કારણ કે કોંગ્રેસનું જ્યાં દિલ્હીમાં પત્તું કપાઈ ગયું છે ત્યાં ભગવા પાર્ટીના વોટશેરમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. 

Feb 13, 2020, 01:54 PM IST

પંક્ચર કરનારનો પુત્ર આ પોશ વિસ્તારમાંથી બીજીવાર બન્યો MLA, પહેલાંથી વધુ વોટ મળ્યા

દિલ્હી વિધાનસભા ચુંટણી (Delhi Assembly election 2020)માં જંગપુરા સીટ પરથી AAPના વિજયી ઉમેદવાર પ્રવીણ કુમાર ખુબ ચર્ચામાં છે. ચર્ચાના લીધે તેમની સતત બીજી જીત છે પરંતુ તેમનું સંઘર્ષ ભરેલું જીવન છે.

Feb 13, 2020, 11:35 AM IST

AAP એ વ્યક્ત કરી EVM માં ગોટાળાની આશંકા, સંજય સિંહે ચૂંટણી પંચ પર લગાવ્યા મોટા આરોપ

એક્ઝિટ પોલનાં પરિણામો બાદ હવે EVM પર ધમાસાણ ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ EVM સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી છે. આપ નેતા સંજયસિંહે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા. સિંહે કહ્યું કે, હિન્દુસ્તાનનાં ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે મતદાનનાં ટકા નથી દેખાડવામાં આવી રહ્યા. લોકસભામાં તે જ દિવસે મતદાનની ટકાવારી દેખાડી દેવામાં આવી હતી, પરંતુ દિલ્હી ચૂંટણીમાં એવું નથી કર્યું. સિંહે કહ્યું કે, 70 વિધાનસભાનો મત વ્યક્ત કરવામાં કેટલો સમય લાગ્યો છે. કંઇક રંધાઇ રહ્યું છે.

Feb 9, 2020, 06:33 PM IST

Exit Pollsમાં AAPને જબરદસ્ત લીડ પરંતુ આમ છતાં કેજરીવાલ કેમ ગભરાયેલા છે? કારણ જાણીને ચોંકશો

આમ આદમી પાર્ટી ફરીથી શાનદાર પ્રદર્શન સાથે દિલ્હીની સત્તામાં વાપસી માટે તૈયાર છે. આપની વિકાસની રાજનીતિ ભાજપની રાષ્ટ્રવાદની રાજનીતિ પર હાવી થતી જોવા મળી રહી છે. શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂરી થઈ. મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલના પરિણામોમાં આ સંકેત સ્પષ્ટ જોવા મળ્યાં.

Feb 9, 2020, 10:43 AM IST

ભાજપ નેતાઓએ મીટિંગ બાદ કહ્યું અમને Exit નહી Exact Polls પર વિશ્વાસ

દિલ્હી વિધાનસભા ચૂંટણી મુદ્દે (Delhi Assembly Elections) બોલાવાયેલી ભારતીય જનતા પાર્ટી (BJP) ની મીટિંગ શનિવારે મોડી રાત્રે પુર્ણ થઇ. પાર્ટી નેતાઓની સાથે ચર્ચા બાદ કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે Exit Polls પર નહી પરંતુ Exact Polls પર વિશ્વાસ કરીએ છીએ. જે 11 ફેબ્રુઆરીએ આવશે. તેમણે કહ્યું કે, અમે ચૂંટણી જીતી રહ્યા છીએ તેમાં શંકાને કોઇ સ્થાન નથી. સુત્રો અનુસાર વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલ્સ મુદ્દે ભાજપે મતદાનની સમીક્ષા બેઠક કરી હતી. જેમાં રહેલા તમામ નેતાઓએ કહ્યું કે, ભાજપની સરકાર બનશે. પાર્ટી નેતાઓએ 32-40 સીટો ઓછી જીતી હોવાનો દાવો કર્યો છે. તેમણે Exit Poll ના આંકડાને ખોટા ઠેરવ્યા છે.

Feb 8, 2020, 11:23 PM IST

Breaking News: દિલ્હીમાં મહેનત પર પાણી ફરી વળતા અમિત શાહે તાબડતોબ બોલાવી બેઠક

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ના એક્ઝિટ પોલ (EXIT POLL) આવી ગયા બાદ ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હી બીજેપીના તમામ સાંસદોની બેઠક બોલાવી છે. રાજ્યના તમામ 7 સાંસદ આજે રાત્રે બીજેપી (BJP) ના મુખ્યાલયમાં પહોંચીને પાર્ટી નેતા સાથે વિધાનસભા ઈલેક્શનને લઈને ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે દિલ્હીમાં થેયલા વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલમાં બીજેપી બહુમતના આંકડાથી દૂર રહેશે તેવુ કહેવાયું છે. 

Feb 8, 2020, 08:39 PM IST

#MahaExitPollOnZee: સ્પષ્ટ બહુમતીથી દિલ્હીની ગાદી પર ફરી રાજ કરશે આમ આદમી પાર્ટી

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી અનેક ચેનલ/એજન્સીઓએ એક્ઝિટ પોલ (EXIT POLL) માં અનુમાન વ્યક્ત કર્યાં છે. તેના આંકડા પર નજર કરીએ તો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સતત બીજીવાર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર બનવાની આશા વ્યક્ત કરાઈ છે. જોકે, આ અનુમાન જો વાસ્તવિકતાની જમીન પર ઉતરી આવે છે તો તેનાથી સ્પષ્ટ થશે કે AAP ગત વિધાનસભાના ઈલેક્શનનો ચમત્કાર ફરીથી નહિ બતાવે. પરંતુ અંદાજે 50 સીટ મેળવી શકશે.

Feb 8, 2020, 08:12 PM IST

#MahaExitPollOnZee: દિલ્હીમાં BJP મારશે ઉંચી છલાંગ, પણ અમિત શાહની આશા પર ફરી વળશે પાણી

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) માટે શનિવારે સાંજે 6 વાગ્યા સુધી 54.55 ટકા વોટિંગ નોંધાયું છે. દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટ માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ત્યારે મતદાન પૂરા થયા બાદ વિવિધ ચેનલના એક્ઝિટ પોલ (EXIT POLL) ના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઓ પોલ્સમાં આમ આદમી પાર્ટી (AAP) ને બહુમત મળતુ દેખાઈ રહ્યું છે. તો ગત ઈલેક્શનની સરખામણીમાં બીજેપી (BJP) ની સીટ વધતી પણ દેખાઈ રહી છે. જોકે, બીજેપી બહુમતથી દૂર રહી જશે તેવુ આંકડા કહે છે.

Feb 8, 2020, 07:54 PM IST

કોંગ્રેસ માટે બહુ જ ખરાબ સમાચાર લઈને આવ્યા EXIT POLLના આંકડા, ફરી તરસ્યુ રહી જશે...

દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020) ની કુલ 70 સીટ માટે મતદાન પૂરુ થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યે અંદાજે 54.65 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે હવે ધીરે ધીરે તમામ એકિઝટ પોલ (EXIT POLL) ના આંકડા સામે આવી રહ્યાં છે. આ આંકડામાં આપ (AAP) અને બીજેપી (BJP) માટે તો શુભ સમાચાર છે, પરંતુ સૌથી ખરાબ સમાચાર કોંગ્રેસ માટે છે. એવુ લાગે છે કે, દિલ્હીમાં કોંગ્રેસ (Congress) ખાતુ ખોલવા માટે ફરીથી તરસ્યુ રહી જશે. અત્યાર સુધી ત્રણ ચેનલના એક્ઝિટ પોલના આંકડામાં કોંગ્રેસને એક પણ સીટ ન મળવાનુ અનુમાન લગાવાયું છે. 

Feb 8, 2020, 07:21 PM IST

દિલ્હીમાં ભાજપની જીત કે હાર...આ 10 કારણો પર છે બધો મદાર, ખાસ જાણો 

દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Elections 2020) અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. વીજળી અને પાણી મફત કરવાનો દાવ રમીને આમ આદમીએ મુકાબલો એકતરફી કરવાની કોશિશ તો ભરપૂર કરી પરંતુ જે રીતે ભાજપે પોતાની તાકાત ઝોંકી છે તે જોતા ચૂંટણી હવે રોમાંચક બની છે. લોકો આમ આદમી પાર્ટી અને ભાજપની જીત અને હારને લઈને અટકળો કરી રહ્યાં છે. અહીં આપણે એવા કારણો અંગે જાણીએ જેના આધાર પર ભાજપની હાર અને જીત નક્કી થશે. 

Feb 8, 2020, 02:09 PM IST