PM મોદી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર, સર્વદળીય બેઠકમાં આપ્યું નિવેદન

સંસદામાં બજેટ સત્ર લઇને સર્વદળીય બેઠક દરમિયાન પીએમ મોદીએ ખેડૂત આંદોલનને લઇને મોટું નિવેદન આપ્યું છે. સૂત્રોનું માનીએ તો પીએમ મોદીએ તમામ પાર્ટીના નેતાઓને કહ્યું કે ખેડૂત અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો હંમેશા ખુલ્લો છે. તેમણે કહ્યું  કે હું નરેન્દ્ર તોમરની વાત પુનરાવર્તિત કરવા માંગીશ. ભલે સરકાર અને ખેડૂતો સામાન્ય સમજૂતી સુધી પહોંચ્યા નથી પરંતુ અમે ખેડૂત સમક્ષ વિકલ્પ રાખી રહ્યા છીએ. તે તેના પર ચર્ચા કરે. ખેડૂત અને મારા વચ્ચે બસ એક કોલનું અંતર છે. 

PM મોદી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર, સર્વદળીય બેઠકમાં આપ્યું નિવેદન

નવી દિલ્હી: સંસદામાં બજેટ સત્ર લઇને સર્વદળીય બેઠક દરમિયાન પીએમ મોદીએ ખેડૂત આંદોલનને લઇને મોટું નિવેદન આપ્યું છે. સૂત્રોનું માનીએ તો પીએમ મોદીએ તમામ પાર્ટીના નેતાઓને કહ્યું કે ખેડૂત અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો હંમેશા ખુલ્લો છે. તેમણે કહ્યું  કે હું નરેન્દ્ર તોમરની વાત પુનરાવર્તિત કરવા માંગીશ. ભલે સરકાર અને ખેડૂતો સામાન્ય સમજૂતી સુધી પહોંચ્યા નથી પરંતુ અમે ખેડૂત સમક્ષ વિકલ્પ રાખી રહ્યા છીએ. તે તેના પર ચર્ચા કરે. ખેડૂત અને મારા વચ્ચે બસ એક કોલનું અંતર છે. 

સર્વદળીય બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે અને આ ચર્ચામાં તમામ વિષયો પર ચર્ચા થશે અને તમામ પાર્ટીઓને બોલવાની તક મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્રારા ખેડૂતોને આપવામાં આવેલી ઓફર હજુ પણ છે. ખેડૂતો સાથે સરકાર વાતચીત કરવા માટે હંમેશા તૈયાર છે. 

ઓલ પાર્ટી મીટિંગને લઇને સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ જાણકારી આપતાં કહ્યું કે 'આજે સર્વદલીય બેઠકમાં 18 પાર્ટીએ ભાગી લીધો અને ખેડૂતો અને કૃષિ કાયદાને લઇને ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન નાની પાર્ટીઓને વધુ સમય આપવાની સહમતી સધાઇ છે પરંતુ મોટી પાર્ટીઓને ચર્ચામાં વિઘ્ન ઉભું ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. 

આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી, સંસદીય કાર્યરાજ્ય મંત્રી અર્જુન મેઘવાલ અને વી મુરલીધરન વીડિયો કોન્ફેંસિંગ દ્રારા સામેલ છે. આ મીટિંગમાં બજેટ સત્ર સુચારુરૂપથી ચાલે અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચામાં તમામ વિપક્ષી દળ સામેલ થવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. 

વિપક્ષ પાસે માંગ્યો સહયોગ
શુક્રવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla) એ નેતાઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં ભાગ લીધા પછી તેમણે કહ્યું કે તેમના દ્રારા લોકસભામાં તમામ પક્ષોના નેતાઓને સદનની ગરિમાનું સન્માન કરવાનો અનુરોધ કર્યો હતો અને કાર્યવાહીને સુચારુ સંચાલન માટે તેમનો સહયોગ પણ માંગ્યો છે. 

અભિભાષણનો થયો બહિષ્કાર
નવા દાયકાના પહેલાં બજેટ સત્રની શુક્રવારે રાષ્ટ્રપતિએ સંસદમાં જાહેરાત કરી અને કુલ 18 વિપક્ષી દળોને રાષ્ટ્રપતિએ આ અભિભાષણના બહિષ્કાર કર્યો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી કહ્યું કે સરકારને ખેડૂતોના આંદોલન વિશે સમાધાન શોધવું જોઇએ. 

કોંગ્રેસ સાથે 17 વિપક્ષી દળોએ ખેડૂતો સાથે એકજુટતા બતાવતાં રાષ્ટ્રપતિ કોવિંદના સંબોધનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આ ખેડૂત 26 નવેમ્બરથી દિલ્હી સહિત સિંધુ, ટિકરી અને ગાજીપુરની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. 

ધન્યવાદ પ્રસ્તાવનો સમય નિર્ધારિત
સરકારે સલાહ આપી હતી કે રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ખેડૂતોના આંદોલનના મુદ્દાને ઉઠાવી શકાય છે. લોકસભામાં બે, ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ ધન્યવાદ પ્રસ્તાવ માટે 10 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના લીધે શનિવારે સર્વદળીય બેઠક વીડિયો કોન્ફ્રેંસિંગ દ્રારા થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news