નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, થોડા સમય પહેલા જ ભારતે મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. ભારત અંતરિક્ષ ક્ષેત્રે જે ઉપલબ્ધિ હાંસલ કરી છે તેને પ્રાપ્ત કરનાર અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. ભારતીય વૈજ્ઞાનિકોએ આ મિશનને શક્તિ નામ આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશન શક્તિની વિશેષતાઓ...


  • ભારતીય વૈજ્ઞાનિકોએ 300 કિમી દૂર Low Earth Orbit (પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષા)માં એક સેટેલાઈટને તોડી પાડ્યો છે. 

  • ભારતે જે સેટેલાઈટને તોડી પાડ્યો છે, તે એક પૂર્વનિર્ધારિત લક્ષ્ય હતું. 

  • આ લક્ષ્યને 'A SAT' (એન્ટી સેટેલાઈટ) મિસાઈલની મદદથી વિંધવામાં આવ્યું હતું. ખાસવાત એ છે કે, આ મિશનને માત્ર 3 મિનિટમાં પુરું કરાયું છે. 

  • અંતરિક્ષમાં આ ઉપલબ્ધી હાંસલ કરનારો ભારત ચોથો દેશ બન્યો છે. અમેરિકા, ચીન, રશિયા પછી ભારત અંતરિક્ષ ક્ષેત્રે ચોથી મહાસત્તા બન્યો છે. 


મિશન શક્તિ: ભારતે હાંસલ કરી મોટી સિદ્ધિ, અંતરીક્ષમાં 3 જ મિનિટમાં LIVE સેટેલાઈટ તોડી પાડ્યો


  • મિશન શક્તિનો ઉપયોગ માત્ર દેશવાસિઓની સુરક્ષા માટે હતો. 

  • મિશન શક્તિનો ઉપયોગ કોઈ દેશના વિરુદ્ધ કરી શકાતો નથી. 

  • પૃથ્વીની આ ભ્રમણ કક્ષામાં તમામ પ્રકારના જાસૂસી સેટેલાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતે આ પ્રકારના સેટેલાઈટને તોડી માડવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. 


ભારત પાસે છે હવે અત્યંત શક્તિશાળી ASAT મિસાઈલ, 3 મિનિટમાં કરશે કામ તમામ, જાણો ખાસિયતો


પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષા (Low Earth Orbit)...


  • લો અર્થ ઓરબિટનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે કરવામાં આવે છે.

  • આ ભ્રણકક્ષા પૃથ્વીની સપાટીથી 400થી 1000 માઈલની ઊંચાઈ પર હોય છે. જેમાં લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ હોય છે. 

  • આ સેટેલાઈટનો ઉપયોગ મુખ્ય રીતે ડાટા કમ્યુનિકેશન માટે કરાયા છે. 


મિશન શક્તિઃ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો આચાર સંહિતાના દાયરામાં આવતી નથી- ચૂંટણી પંચ


  • સરળ ભાષામાં કહીએ તો ઈમેલ, વીડિયો કોન્ફરન્સિંગ અને પેજિંગ જેવી સેવાનો ઉપયોગ કરવા માટે જ આ સેટેલાઈટનો ઉપયોગ કરાય છે. 

  • આ સેટેલાઈટ અત્યંત ઝડપી ગતિએ ચાલતા હોય ચે. 

  • ખાસ વાત એ છે કે, સંદેશાવ્યવહાર માટેના આ સેટેલાઈટનું સ્થાન અંતરિક્ષમાં સ્થિર હોતું નથી. 


એર સ્ટ્રાઇક બાદ ભારતે અંતરીક્ષમાં કરી સર્જીકલ સ્ટ્રાઇક, દુશ્મન દેશને આપ્યો આકરો જવાબ


Low Earth Orbit Setallite... 


  • લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ જાસુસી માટેના સેટેલાઈટ હોય છે અને તેનાથી સંદેશાવ્યવહાર અત્યંત ઝડપી બનતો હોય છે. 

  • જાસુસી અંગેના સેટેલાઈટને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (LEO)માં જ છોડવામાં આવે છે. 

  • અન્ય સેટેલાઈટની સરખામણીએ LEOમાં ગુરુત્વાકર્ષણનું દબાણ ધરતીની સપાટીમાં થોડું ઘટી જાય છે. 

  • વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પૃથ્વીની સપાટીથી LEOનું અંતર પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઘણું ઓછું છે. 

  • આ કક્ષામાં જે વસ્તુ ફરતી હોય છે તેમાં કોઈ બળ હોતું નથી. 

  • એટલે કે, આ કક્ષામાં રહેલી વસ્તુઓમાં ભારહીનતાની લાગણીનો અનુભવ થાય છે, ભલે તે વાસ્તવમાં વજન વગરની ન હોય. 


ભારતના વધુ સામાચાર જાણવા અહીં કરો ક્લિક....