ભારત પાસે છે હવે અત્યંત શક્તિશાળી ASAT મિસાઈલ, 3 મિનિટમાં કરશે કામ તમામ, જાણો ખાસિયતો

ભારતે હવે પોતાનું નામ અંતરીક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવર તરીકે નોંધાવી દીધુ છે. દુનિયાના માત્ર ત્રણ દેશોને આ ઉપલબ્ધિ હાંસલ હતી. જેમાં ચીન, અમેરિકા અને રશિયાનું નામ સામેલ છે. ભારત હવે ચોથો દેશ બન્યો છે જેણે આ ઉપલબ્ધિ મેળવી છે. 

ભારત પાસે છે હવે અત્યંત શક્તિશાળી ASAT મિસાઈલ, 3 મિનિટમાં કરશે કામ તમામ, જાણો ખાસિયતો

નવી દિલ્હી: ભારતે હવે પોતાનું નામ અંતરીક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવર તરીકે નોંધાવી દીધુ છે. દુનિયાના માત્ર ત્રણ દેશોને આ ઉપલબ્ધિ હાંસલ હતી. જેમાં ચીન, અમેરિકા અને રશિયાનું નામ સામેલ છે. ભારત હવે ચોથો દેશ બન્યો છે જેણે આ ઉપલબ્ધિ મેળવી છે. પીએમ મોદીએ આ જાહેરાત કરતા કહ્યું કે તમામ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. દેશવાસીઓને એક સંબોધનમાં તેમણે કહ્યું કે થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ એલઈઓ એટલે કે લો અર્થ ઓર્બીટમાં એક લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો. માત્ર 3 મિનિટમાં આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. મિશન શક્તિ ખુબ કપરું ઓપરેશન હતું. જેમાં ટેક્નોલોજીની ક્ષમતા જરૂરી હતી. વૈજ્ઞાનિકો દ્વારા તમામ ઉદ્દેશ્યો પૂર્ણ કરાયા છે. 

ભારતે એન્ટી સેટેલાઈટ હથિયાર (Anti-satellite weapon) ને લો અર્થ ઓર્બિટ (LEO એટલે કે પૃથ્વીની નીચલી કક્ષા)માં 3 મિનિટની અંદર જ એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો. એન્ટી સેટેલાઈટ (A-SAT) દ્વારા ભારત પોતાના અંતરીક્ષ કાર્યક્રમને સુરક્ષિત રાખી શકશે. ભારતના ઈસરો અને ડીઆરડીઓએ સંયુક્ત પ્રયત્નોથી આ મિસાઈલને વિક્સિત કરી છે. જાસૂસી કરનારા સેટેલાઈટને જ લો અર્થ ઓરબીટમાં રાખવામાં આવે છે. ભારત હવે આવા જાસૂસી સેટેલાઈટને માત્ર 3 મિનિટમાં તોડી પાડી શકશે. 

એન્ટી સેટેલાઈટ હથિયાર એટલે શું?
એન્ટી સેટેલાઈટ હથિયાર (ASAT) અંતરીક્ષ હથિયાર છે, જે વ્યુહાત્મક સૈન્ય ઉદ્દેશ્યો માટે ઉપગ્રહોને નિષ્ક્રિય કરવાના કે નષ્ટ કરવાના હેતુથી તૈયાર કરાય છે. ભારત અગાઉ આ સિસ્ટમ માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ હતી. જો કે હજુ સુધી કોઈ પણ દેશ દ્વારા યુદ્ધમાં ASAT પ્રણાલીનો ઉપયોગ થયો નથી. અનેક દેશોએ પોતાની ASAT ક્ષમતાઓને બળ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવા માટે માત્ર પોતાના દોષપૂર્ણ ઉપગ્રહોને આ દ્વારા નષ્ટ કર્યા છે. આ પ્રકારે 27 માર્ચ 2019ના રોજ ભારત આ વિશેષ ક્લબમાં એન્ટ્રી કરનારો ચોથો દેશ બન્યો છે. 

અમેરિકાએ 1950માં WAS-199A નામથી રણનીતિક રીતે મહત્વની મિસાઈળ પરિયોજનાઓની એક સિરીઝની શરૂઆત કરી હતી. તેણે 26 મે 1958થી લઈને 13 ઓક્ટોબર 1959 વચ્ચે 12 પરીક્ષણ કર્યા હતાં. પરંતુ આ બધામાં તેમને નિષ્ફળતા મળી હતી. જો કે 21 ફેબ્રુઆરી 2008ના રોજ અણેરિકી ડિસ્ટ્રોયર જહાજે RIM-161 મિસાઈલ દ્વારા અંતરીક્ષમાં યુએસએ 153 નામના એક જાસૂસી ઉપગ્રહને તોડી પાડ્યો હતો. આ પ્રકારે તેને સફળતા મળી. 

કહેવાય છે કે રશિયાએ કોલ્ડ વોર દરમિયાન અમેરિકાના પ્રભાવને ઘટાડવા માટે વર્ષ 1956માં સર્ગેઈ કોરોલેવે ઓકેબી-1 નામની મિસાઈલ પર કામ કરવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ  રશિયાના આ મિસાઈલ કાર્યક્રમને ખુશ્ચેવે આગળ વધાર્યો. રશિયાએ UR-200 રોકેટનું નિર્માણ શરૂ કર્યું. રશિયાએ માર્ચ 1961માં ઈસ્ટ્રેબિટેલ સ્પૂતનિક સ્વરૂપે પોતાના ફાઈટર સેટેલાઈટ કાર્યક્રમની શરૂઆત કરી હતી. રશિયાએ ફેબ્રુઆરી 1970માં દુનિયાના પહેલા સફળ ઈન્ટરસેપ્ટ મિસાઈલનું સફળ  પરીક્ષણ કર્યુ હતું. જો કે બાદમાં રશિયાએ આ કાર્યક્રમને બંધ કરી દીધો હતો. પરંતુ અમેરિકાએ ફરીથી પરીક્ષણ શરૂ કર્યા બાદ 1976માં રશિયાએ પોતાની બંધ પરિયોજનાને ફરીથી શરૂ કરી. 

આ બાજુ ભારતના પાડોશી દેશ ચીને 11 જાન્યુઆરી 2007ના રોજ પોતાના ખરાબ પડેલા મૌસમ ઉપગ્રહને નષ્ટ કરીને આ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news