નવી દિલ્હી: શું દેશમાં 3 મે બાદ લોકડાઉન ખતમ થશે? હોટસ્પોટવાળા વિસ્તારો માટે કેન્દ્ર અને રાજ્યોના શું છે પ્લાન? પીએમ મોદીની કોરોના સંકટ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી થયેલી બેઠકમાં આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી. પીએમ મોદીએ ચોથીવાર આ રીતે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી. 4 જેટલા રાજ્યો દેશમાં લોકડાઉન વધારવાના પક્ષમાં હતાં જ્યારે કેટલાક રાજ્યોએ ગ્રીન ઝોનમાં છૂટ આપવાની માગણી કરી. રેડ ઝોનવાળા વિસ્તારોમાં લોકડાઉન પર સામાન્ય સહમતિ જોવા મળી. પીએમ મોદી સાથે મુખ્યમંત્રીઓની બેઠકની પાંચ મહત્વની વાતો જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉનના ફાયદા, હજારો જીવ બચ્યા
પીએમ મોદીએ આ બેઠકમાં કહ્યું કે લોકડાઉનથી હજારો લોકોના જીવ બચ્યા છે. તેમણે કહ્યું કે લોકડાઉનથી ઘણો ફાયદો થયો છે. આપણે છેલ્લા દોઢ મહિનામાં હજારો લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યાં. તેમણે કહ્યું કે બીજા દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાની એટલી અસર થઈ નથી. 


પીએમ મોદીએ કહ્યું કે MNRGA સહિત કેટલાક ઉદ્યોગ કામ કરવા માંડ્યા છે. લોકડાઉન ખોલવાને લઈને પણ એક નીતિ તૈયાર કરવી પડશે. રાજ્યો પોતાની નીતિ તૈયાર કરે કે કેવી રીતે ગ્રીન અને ઓરેન્જ ઝોન ખોલવા છે. સંકેત સ્પષ્ટ છે કે રેડ ઝોનમાં હાલ કોઈ છૂટ મળશે નહીં. જે પ્રદેશ વધુ પ્રભાવિત છે ત્યાં લોકડાઉન ચાલુ રહેશે. જે રાજ્યોમાં ઠીક છે ત્યાં જિલ્લાવાર કેટલીક છૂટછાટ આપવામાં આવશે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ટેસ્ટિંગ, ટ્રિટમેન્ટ અંગે જાણકારી આપી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube