ભુવનેશ્વર : ઓરિસ્સાનાં કિનારેથી શુક્રવારે સવારે ફોની ચક્રવાત અથડાયું છે. ફોનીનાં કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે અને પવન ફુંકાઇ રહ્યો છે. આ સમયે પુરી અને તેની આસપાસનાં વિસ્તારમાં પવનની સ્પીડ 200 કિલોમીટર પ્રતિકલાક કરતા પણ વધારેની છે. રાજ્યસરકારે ઓરિસ્સામાં આશરે 11 લાખ લોકોને સુરક્ષીત સ્થળો પર મોકલી આપ્યા છે. સાથે જ અન્ય લોકોને પણ શક્ય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓરિસ્સા બાદ હવે ચક્રવાત તોફાન ફાની પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યું છે. જે શુક્રવારે સાંજ સુધીમાં બંગાળનાં કિનારે અથડાઇ શકે છે. આ અગાઉ જ ત્યાં અનેક વિસ્તારમાં પવનની ઝડપમાં વધારો થવા લાગ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ અમેઠીના લોકોને લખ્યો ભાવુક પત્ર, ઇરાનીએ આપ્યો આકરો જવાબ

પશ્ચિમી મિદનાપુરમાં સૌથી વધારે અસર
પશ્ચિમી મિદનાપુરમાં ફાનીનાં પ્રભાવથી સમગ્ર જિલ્લામાં વરસાદ ચાલુ તઇ ચુક્યો છે. હવામાં કાળા વાદળો છવાઇ ચુક્યા છે. વરસાદનાં શરૂ થતાની સાથે જ આશરે 20 સેકન્ડની અંદર મિદનાપુરનાં સ્ટેશન રોડનાં વિધાસભા વિસ્તારમાં અનેક ઝાડ તુટી પડ્યા હતા, જેના કારણે અનેક દુકાનો પણ તુટી ગઇ હતી.


આ પણ વાંચો: ફાની ચક્રવાત બન્યું જીવલેણ, જાણો ક્યાં શું થયું? 


VIDEO: પ.બંગાળમાં જોવા મળી રહી છે 'ફાની'ની અસર, મકાન ધસી પડ્યું, સાંકળથી બાંધવી પડી ટ્રેન
રાહુલ ગાંધીના જન્મ અને નાગરિકતા અંગે આ મહિલાએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો


ઓરિસ્સામાં ફાનીનાં કારણે ત્રણ લોકોનાં મોત થયા છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થેય ઓરિસ્સાનાં નયાગઢમાં એક મહિલાનું મોત ઘરની દિવાલ પડી જવાનાં કારણે એક મહિલા ગંભીર ઘાયલ થઇ છે. પુરીમાં લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 


જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી સફળતા, બુરહાન વાની ગેંગનો સફાયો

પળેપળની અપડેટ...
- ઓરિસ્સાના ગંજામ અને પુરીમાં ફોની કેર વર્તાવી રહ્યું છે. ગંજામ, ભુવનેશ્વર અને પુરીમાં અનેક સ્થલો પર ઝાડ અને વિજળીના થાંભલાઓ ધરાશાયી થયા છે. તેને હટાવવાનું કામ સતત ચાલી રહ્યું છે. 
- સમુદ્ર કિનારે વસેલા મંદિર શહેર પુરીમાં અનેક વિસ્તારો અને અન્ય સ્થલોમાં પાણી ભરાઇ ગયું. રાજ્યનાં તમામ કિનારાનાં વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક ઝાડ ઉખડી ગયા અને ભુવનેશ્વર સહિત અનેક સ્થળો પર બનેલી ઝુંપડીઓ તબાહ થઇ ચુકી છે. 


રાબડી દેવીએ આ કોને ગણાવ્યાં 'જોકર'? કહ્યું 'ગજબના ગુજરાતી છે...બોમ્બ સહિત લોખંડ ચાવી ગયા'
- હવામાન વિભાગનાં અનુસાર પુરીમાં હાલ હવા 240ની સ્પીડથી વહી રહી છે. સાથે જ સમગ્ર ઓરિસ્સા કિનારા પર ભારે વરસાદ થઇ રહ્યો છે. ફાની સંપુર્ણ રીતે કિનારા સાથે અથડાયા બાદ તેની અસર ઘટી ગઇ હશે. ત્યાર બાદ તે પશ્ચિમ બંગાળનાં કિનારાનાં વિસ્તારો તરફ આગળ વધશે. 
- પશ્ચિમ બંગાળમાં પણ ફાનીના કારણે દીધામાં રહેલી એનડીઆરએફની ટીમે દત્તાપુર અને તેજપુરથી 132 લોકોને સુરક્ષીત સ્થળ પર મોકલ્યા છે. તેમાં 52 બાળકોનો પણ સમાવેશ થાય છે.