VIDEO: પ.બંગાળમાં જોવા મળી રહી છે 'ફાની'ની અસર, મકાન ધસી પડ્યું, સાંકળથી બાંધવી પડી ટ્રેન

બંગાળની ખાડીમાંથી સર્જાયેલું તોફાન ફાની આજે ઓડિશાના દરિયા કાંઠે ત્રાટક્યું. આ દરમિયાન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. પુરી, ગંજામ, અને ભુવનેશ્વરમાં તેના કારણે અનેક ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયાં. આ ભીષણ ચક્રવાતના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યાં. ઓડિશા બાદ આ તોફાન હવે પશ્ચિમ બંગાળ તરફ ફંટાઈવવા જઈ રહ્યું છે. પરંતુ તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. 

VIDEO: પ.બંગાળમાં જોવા મળી રહી છે 'ફાની'ની અસર, મકાન ધસી પડ્યું, સાંકળથી બાંધવી પડી ટ્રેન

નવી દિલ્હી: બંગાળની ખાડીમાંથી સર્જાયેલું તોફાન ફાની આજે ઓડિશાના દરિયા કાંઠે ત્રાટક્યું. આ દરમિયાન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. પુરી, ગંજામ, અને ભુવનેશ્વરમાં તેના કારણે અનેક ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયાં. આ ભીષણ ચક્રવાતના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યાં. ઓડિશા બાદ આ તોફાન હવે પશ્ચિમ બંગાળ તરફ ફંટાઈવવા જઈ રહ્યું છે. પરંતુ તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. 

પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુરમાં શુક્રવારે બપોરથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. આકાશ કાળા વાદળોથી છવાઈ ગયું છે. વરસાદ શરૂ થતા જ લગભગ 20 સેકન્ડની અંદર મિદનાપુરના સ્ટેશન રોડના વિધાનનગર વિસ્તારમાં અનેક ઝાડ તૂટીને પડ્યાં. જેના કરાણે કેટલીક દુકાનો પણ તૂટી ગઈ. 

મિદનાપુરના 14 નંબરના વોર્ડમાં તાલપુકુર વિસ્તારમાં તોફાનથી લગભગ 15 ઘર તૂટી ગયાં અને એસ્બેસ્ટસની છાવણી પણ ઉડી ગઈ. વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ફાનીના પ્રભાવના કારણે ચંદ્રકોણાના મહારાજપુરમાં પણ અચાનક તોફાન આવવાથી 3 ઘરો પર અસર જોવા મળી . અહીં બે માળની ઈમારત તૂટીને એક માળમાં ફેરવાઈ ગઈ. જિલ્લા પરિષદમાં કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે. મિદનાપુરમાં જ કુલ 45 ઘરોને નુકસાન પહોંચ્યું છે. 

ફોનીના પ્રભાવથી બચવા માટે હાવડાના શાલીમાર સ્ટેશનમાં ટ્રેનોને ચેનથી બાંધવામાં આવી રહી છે. જેથી કરીને તોફાન દરમિયાન ઝડપથી ફૂંકાતા પવનના કારણે ટ્રેન આગળ ન ખસી જાય અને કોઈ દુર્ઘટના ન ઘટે. આથી સુરક્ષા કારણોસર લોખંડની સાંકળોથી ટ્રનની બોગીઓને બાંધવામાં આવી રહી છે. આ વ્યવસ્થા દક્ષિણ પૂર્વ રેલવે તરફથી કરવામાં આવી રહી છે. 

પશ્ચિમ બંગાળમાં ફાની ચક્રવાતને જોતા દીઘામાં તહેનાત કરાયેલી એનડીઆરએફની ટીમે દત્તાપુર અને તેજપુરથી 132 લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલ્યા છે. જેમાં 52 બાળકો પણ સામેલ છે.  પશ્ચિમ બંગાળ સરકારે સુરક્ષા કારણોસર ફાની તોફાનને લઈને અલર્ટ જાહેર કરી છે. શાળા કોલેજો બંધ રાખવાના આદેશ છે. આ સાથે જ સમુદ્રથી દૂર રહેવાનું જણાવાયું છે. 

જુઓ LIVE TV 

પશ્ચિમ બંગાળના પશ્ચિમી મિદનાપુર, ઉત્તર 24 પરગણા, હાવડા, હુગલી, ઝાડગ્રામ, સુંદરબન, અને કોલકાતા અલર્ટ મોડ પર છે. કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવી રહ્યાં છે. રાહત અને બચાવ દળો પણ અલર્ટ છે. 

ફાની ચક્રવાતને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાના આગામી બે દિવસના તમામ ચૂંટણીલક્ષી કાર્યક્રમો રદ કર્યા છે. આ સાથે જ તેઓ આજે અને કાલે કાઠાના વિસ્તારની નજીક ખડગપુરમાં જ રહેશે. આ દરમિયાન તેઓ ચક્રવાતથી ઊભા થતા હાલાત પર ચાંપતી નજર રાખશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news