કર્ણાટક સંકટ: 3 MLAએ બગાડ્યું કુમારસ્વામી સરકારનું ગણિત, આજે નિર્ણયનો દિવસ
કર્ણાટકમાં આજે કોંગ્રેસ અને જેડીએસ સરકારના ભાગ્યનો નિર્ણય થશે. બેંગલુરુથી બહાર ગયેલા 11 ધારાસભ્યોના રાજીનામા સ્વિકાર થશે કે નહીં, તેનો આજે નિર્ણય આવશે. પરંતુ બેંગલુરુમાં બેઠેલા 3 ધારાસભ્યોએ આ સરકાર માટે મુશ્કેલીઓ વધારી છે.
બેંગલુરુ: કર્ણાટકમાં આજે કોંગ્રેસ અને જેડીએસ સરકારના ભાગ્યનો નિર્ણય થશે. બેંગલુરુથી બહાર ગયેલા 11 ધારાસભ્યોના રાજીનામા સ્વિકાર થશે કે નહીં, તેનો આજે નિર્ણય આવશે. પરંતુ બેંગલુરુમાં બેઠેલા 3 ધારાસભ્યોએ આ સરકાર માટે મુશ્કેલીઓ વધારી છે. સરકારને સમર્થન આપી રહેલા 2 સ્વતંત્ર ધારાસભ્યોએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીથી નારાજ રોશન બેગ રાજીનામું આપી ભાજપમાં જોડાશે. રોશન બેગ ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીના હાઇકમાન્ડથી નારાજ છે. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ સિંહે રાજીનામું આપ્યું છે. ત્યારે વધુ એક ધારાસભ્ય પ્રતાપ ગૌડાએ ભાજપની ટીકીટ પર ચૂંટણી લડવાની વાત કરી છે.
વધુમાં વાંચો:- વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્ક જાહેર, જાણો ભારતનો ક્રમ કયો છે?
કર્ણાટકમાં રાજકીય સંકટ વચ્ચે સીએમ કુમારસ્વામીએ કહ્યું કે, રાજ્ય સરકાર સરળતાથી ચાલશે. કુમારસ્વામીના નિવેદન પર બીએસ યદુયેરપ્પાએ વળતો પ્રહાર કર્યો. યદુયેરપ્પાએ ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું હતું કે, બે સ્વતંત્ર ધારાસભ્યએ રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ તેમને પત્ર લખી ભાજપને સમર્થન આપવાની વાત કરી છે. ધારાસભ્યમાં હેવ અમારી સંખ્યા 107 પહોંચી ગઇ છે. તેમણે કુમારસ્વામી પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે બહુમત ગુમાવી છે. તેમ છતાં તેઓ સરકાર ચલાવવાની વાત કરી રહ્યાં છે. કર્ણાટકની જનતા બધુ જ જાણે છે. અમે જુઓ અને પ્રતીક્ષા કરોની નીતિ પર ચાલીએ છે.
વધુમાં વાંચો:- હવે બેન્ક એકાઉન્ટ, મોબાઈલ સિમકાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં, રાજ્યસભામાં પસાર થયું બિલ
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય રોશન બેગએ ન્યૂઝ એજન્સી એએનઆઇ પર મોટું નિવેદન આપતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ જે રીતે મારી સાથે વર્તન કર્યું છે. તેનાથી હું ઘણો નારાજ છું. હું મારા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇશ.
વધુમાં વાંચો:- 'ગર્ભવતી' યુવકનો રિપોર્ટ જોઈને ડોક્ટરને આવી ગયા ચક્કર, જાણો શું છે સમગ્ર બાબત
કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર અસંતુષ્ટ ધારાસભ્યથી મળવા માટે મુંબઇ રવાના થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, કર્ણાટક સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર નારાજ ધારાસભ્યોને મળવા મુંબઇ પહોંચશે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, કર્ણાટકના સ્વતંત્ર ધારાસભ્ય આર શંકરે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ પણ મુંબઇ જઇ નારાજ ધારાસભ્ય સાથે વાત કરી શકે છે.
વધુમાં વાંચો:- કર્ણાટક સંકટઃ બળવાખોર ધારાસભ્યોને મુંબઈથી ગોવા લઈ જવાયા, જેડીએસ પણ એક્શનમાં
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યદુયેરપ્પાએ સોમવારે પાર્ટી ધારાસભ્યની બેઠક પહેલા મોટું નિવેદન આપ્યું હતું. યદુયેરપ્પા કહ્યું કે, ભાજપ ધારાસભ્યની બેઠક યોજશે અને તેમાં યોગ્ય નિર્ણય લેશે. તેમણે કહ્યું કે, મંગળવારે ભાજપના કાર્યકર્તા પ્રદર્શન કરશે. કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકારે બહુમત ગુમાવી છે. અમારી માગ હશે કે, સીએમ કુમારસ્વામી તાત્કાલીક રાજીનામુ આપે અને કાર્ણાટકની જનતા પણ તે ઇચ્છે છે.
વધુમાં વાચો:- કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કરી માગ, મનમોહનની અધ્યક્ષતામાં મળે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક
કર્ણાટકમાં સંકટમાં જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકારની હાલત સોમવારે વધારે ત્યારે નાજુક થઇ જ્યારે લઘુ ઉદ્યોગ મંત્રી એચ નાગેશે મંત્રી પદથી રાજીનામુ આપી 13 મહીના જૂની ગઠબંધન સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત ખેચ્યું હતું. રાજ્યપાલ વજૂભાઇ વાળાને પત્રમાં નાગેશે કહ્યું કે, મેં આજે (મુખ્યમંત્રી) એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી મંત્રીપરિષદમાંથી રાજીનામુ આપ્યું છે. નાગેશે શહેરના મધ્યમાં સ્થિત રાજ્યભવનમાં વજૂભાઇ વાળાને તેમનું રાજીનામુ સોંપ્યુ. તેમણે પત્રમાં એવું પણ કહ્યું કે, 13 મહિના જૂની ગઠબંધન સરકારથી પોતાનું સમર્થન પરત લઇ રહ્યાં છે.
વધુમાં વાચો:- માયાનગરી મુંબઈ થઈ પાણીપાણીઃ ફ્લાઈટો બંધ, લાઈફલાઈન 'લોકલ' પડી ધીમી, સડકો બની સમુદ્ર
નાગેશે પત્રમાં લખ્યુ, આ પત્રના માધ્યમથી તમને જણાવી રહ્યો છું કે, હું કુમારસ્વામીના નેતૃત્વવાળી સરકારમાંથી પોતાનું સમર્થન પરત લઇ રહ્યો છું. નાગેશે રાજ્યપાલથી એવું પણ કહ્યું કે, તેઓ કોલાર જિલ્લાની મુલબગલ (અનુસૂચિત જાતી) વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
વધુમાં વાચો:- કર્ણાટકનું નાટકઃ ઘમાસાણ છે કોંગ્રેસ-JDSમાં, પરંતુ ચર્ચા 'ઓપરેશન કમલ'ની શા માટે થઈ રહી છે?
નાગેશને મુશ્કેલીથી એક મહિના પહેલા 34 સભ્યોના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે ક્ષેત્રીય પાર્ટી કેપીજેપી (કર્ણાટક પ્રજ્ઞાવંતારા જનતા પક્ષ)ના આર. શંકરને પણ મંત્રીમંડળમાં સામેલ કર્યા હતા. જેથી ડિસેમ્બરથી બગાવત પર ઉતરેલા કોંગ્રેસના લગભઘ ડર્ઝન જેટલા ધારાસભ્યની ધમકીથી ઊભા થતા ખતરાથી ગઠબંધન સરકારને બચાવી શકાય.
વધુમાં વાચો:- મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓનો પ્રવેશ ઈચ્છે છે હિન્દુ મહાસભા, સુપ્રીમે કહ્યું,'આ તમારા કામનું નથી'
કેબિનેટ મંત્રી શંકરે પણ કોંગ્રેસના અન્ય 20 મંત્રીઓની સાથે તેમનું રાજીનામુ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાને સૌંપ્યુ હતું, જેથી ડર્ઝન જેટલા બાગી ધારાસભ્યના રાજીનામા પરત લેવા અને તેમને મંત્રી બનાવવાનો રસ્તો સ્પષ્ટ થઇ શકે, અને ગઠબંધન સરકારને 12 જુલાઇથી શરૂ થતા 10 દિવસીય મોનસૂન સત્ર પહેલા તૂટવાથી બચાવી શકાય. આ બીજી તક છે, જ્યારે નાગેશ અને રન્નેબેન્નૂર સીટથી ધારાસભ્ય શંકરે ગઠબંધન સરકારથી પોતાનું સમર્થન પરત લીધું છે. આ પહેલા તેમણે 22 ડિસેમ્બરના રોજ મંત્રી પદથી હટાવ્યા બાદ 15 જાન્યુઆરીએ સરકારથી સમર્થન પરત ખેચ્યું હતું.
વધુમાં વાચો:- કર્ણાટકના રાજકીય સંકટનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો, રાજનાથ સિંહે રાહુલ ગાંધીને માર્યો ટોણો
કોંગ્રેસે કર્ણાટક સરકારના સંકટ માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ડીકે સુરેશે પત્રકારોનને કહ્યું હતુ કે, રાજ્યમાં આ રાજકીય સંકટ પાઠળ ભાજપના રાષ્ટ્રીય નેતાઓનો હાથ છે. તે કોઇપણ રાજ્યમાં કોઇ સરકાર અથવા કોઇ વિપક્ષી દળની સરકાર ઇચ્છતા નથી. તેઓ લોકતંત્રને નષ્ટ કરવા માગે છે. ભાજપના નેતાઓએ તેના પર વળતો પ્રહાર કર્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં કહ્યું, કર્ણાટકમાં રાજકીય સંકટથી ભાજપને કોઇ લેવા-દેવા નથી.
જુઓ Live TV:-