માયાનગરી મુંબઈ થઈ પાણીપાણીઃ ફ્લાઈટો બંધ, લાઈફલાઈન 'લોકલ' પડી ધીમી, સડકો બની સમુદ્ર
આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને મુંબઈ અને ઉત્તર કોંકણ માટે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે, ત્રણ ફ્લાઈટને અન્ય વિમાનમથક પર ડાઈવર્ટ કરવામાં આવી છે
Trending Photos
મુંબઈઃ મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ અને ખરાબ દૃશ્યતાના કારણે મુંબઈ વિમાનમથક પર સોમવારે ફ્લાઈટનું સંચાલન ગંભીર રીતે પ્રભાવિત રહ્યું હતું. અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુંબઈ અને ઉત્તર કોંકણ માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું કે, દૃશ્યતાના ઉતાર-ચડાવના કારણે સવારે 9.31 સુધી ઓછામાં ઓછી 20 મિનિટ સુધી ફ્લાઈટના સંચાલનની કોઈ ગતિવિધિ થઈ શકી ન હતી.
નવી મુંબઈના મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. સડકો પાણીમાં ડૂબલી છે. આ બાજુ મુંબઈ-પુણે રેલવે લાઈનના ટ્રેક પર બોલ્ડર પડવાના કારણે પરિવહન પર અસર થઈ છે. જોકે, કોઈ ફ્લાઈટ રદ્દ કરાઈ નથી, પરંતુ ત્રણ ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાઈવર્ટ કરવામાં આવી છે. 5 ફ્લાઈટના લેન્ડિંગમાં 30થી 45 મિનિટનો સમય લાગ્યો હતો.
હવામાન વિભાગના એક વિશેષ બુલેટિનમાં આગામી 24 કલાક દરમિયાન મુંબઈ અને ઉત્તર કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. એટલે આ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. રાયગઢ, થાણે અને પાલઘરમાં મંગળવારે પણ આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની છે. રત્નાગિરી અને સિંધુદૂર્ગમાં શુક્વાર સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે માછીમારોને અરબ સાગરમાં ન જવાની ચેતવણી આપી છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.
Maharashtra: Vehicles and pedestrians wade through flooded streets in Navi Mumbai following heavy rainfall in the area. pic.twitter.com/GDbg3LNeeT
— ANI (@ANI) July 8, 2019
વરસાદ સાથે સંકળાયેલી જુદી-જુદી ઘટનામાં મુંબઈના શિવાજીનગરમાં એક ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોર ધરાવતું ઘર પડી જતાં 8 લોકો ઘાયલ થયા છે. ત્રણ ઘાયલ મહિલાને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, જ્યારે પાંચ અન્યને સારવાર આપીને રજા આપી દેવાઈ છે. શહેમાં વિવિધ સ્થળો પર જામના કારણે સડક પરિવહન પ્રભાવિત થયું હતું. જોકે, ઉપનગરીય ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે.
મુંબઈ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સુચનાઓ મળી છે. શહેરથી અડીને આવેલા નવી મુંબઈ જેવા ઉપનગરોમાં સડકો પર અસંખ્ય વાહન ફસાયેલા છે. લોકોને આવવા-જવા માટે પણ ઘુંટણથી કમર સુધીના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. નવી મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીને કારણે સડકો પર કાર આખી ડૂબી ગયેલી જોવા મળી રહી છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે