કર્ણાટક સંકટઃ બળવાખોર ધારાસભ્યોને મુંબઈથી ગોવા લઈ જવાયા, જેડીએસ પણ એક્શનમાં
કર્ણાટકનું રાજકીય સંકટ દિવસે ને દિવસે ઘેરું બનતું જઈ રહ્યું છે, સોમવારે મંત્રીમંડળમાં રહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું તો અન્ય એક અપક્ષ ધારાસભ્યએ પણ મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.
Trending Photos
બેંગલુરુ/મુંબઈઃ કર્ણાટકનું રાજકીય સંકટ દિવસે ને દિવસે ઘેરું બનતું જઈ રહ્યું છે, સોમવારે મંત્રીમંડળમાં રહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું તો અન્ય એક અપક્ષ ધારાસભ્યએ પણ મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા સવારે તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લેવાયા હતા.
ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કે.સી. વેણુગોપાલ અને મલ્લિકાર્જુન ખડગે બેંગલુરુમાં બેઠકો કરી રહ્યા છે. તો બીજી બળવાખોરોની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે. કોંગ્રેસના વધુ એક બળવાખોર નેતા ડી.કે. શિવકુમાર પણ મંત્રીમંડળમાંથી રાજીનામું આપીને મુંબઈમાં રહેલા અન્ય બળવાખોર નેતાઓને મળવા દોડી આવ્યા છે. તો બીજી તરફ મુંબઈમાં રહેલા તમામ બળવાખોરોને હવે ગોવા લઈ જવામાં આવ્યા છે. 14 બળવાખોરોમાંથી 10 કોંગ્રેસના છે, 2 જનતાદળ(એસ)ના અને 2 અપક્ષ ધારાસભ્ય છે. તેઓ સાંજે 5.00 કલાકે ગોવા જવા રવાના થઈ ગયા છે.
બેંગલુરુમાં પણ જેડીએસ દ્વારા પાળ બાંધવામાં આવી રહી છે. જેડીએસ દ્વારા તેના તમામ ધારાસભ્યોને અગાઉ બેંગલુરુની જ તાજ વેસ્ટ એન્ડ હોટલમાં રાખવામાં આવ્યા હતા. હવે તેમને ત્યાંથી બસમાં બેસાડીને દેવનાહલ્લીમાં નાંદી હિલ્સ રોડ પર આવેલી ગોલ્ફશાયર હોટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
Bengaluru: A bus, carrying JD(S) MLAs, leaves from Taj West End hotel. They are now being taken to Golfshire, Nandi hills road in Devanahalli. #Karnataka pic.twitter.com/BcoQRsfzeQ
— ANI (@ANI) July 8, 2019
બેંગલુરુમાં રહેલા કોંગ્રેસના અન્ય ધારાસભ્યો સાચવી રાખવા માટે કોંગ્રેસ પણ મહેનત કરી રહી છે. કર્ણાટક કોંગ્રેસના ઈન્ચાર્જ કે.સી. વેણુગોપાલ તેમના ધારાસભ્યોને મળવા માટે કુમાર કૃપા ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા. અહીં તેમણે પત્રકારોને કહ્યું કે, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. અહીં મલ્લિકાર્જુન ખડગે, સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરા અને અન્ય નેતાઓની બેઠક યોજાવાની છે.
આ બાજુ, ભાજપના બીએસ યેદીયુરપ્પાએ જણાવ્યું છે કે, કોંગ્રેસ-જનતા દળ(એસ)ની સરકારે ગૃહમાંથી પોતાની બહુમતિ ગુમાવી દીધી છે. મુખ્યમંત્રી કુમારસ્વામીએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમની પાસે હવે ગૃહમાં પુરતું સંખ્યાબળ રહ્યું નથી.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે