હવે બેન્ક એકાઉન્ટ, મોબાઈલ સિમકાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં, રાજ્યસભામાં પસાર થયું બિલ

નવા પસાર થયેલા આધાર સંશોધન બિલમાં બેન્ક એકાઉન્ટ ખોલવા, સિમકાર્ડ લેવા માટે આધાર કાર્ડને સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે   

Updated By: Jul 8, 2019, 09:26 PM IST
હવે બેન્ક એકાઉન્ટ, મોબાઈલ સિમકાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં, રાજ્યસભામાં પસાર થયું બિલ
ફોટો સાભારઃ ANI

નવી દિલ્હીઃ સોમવારે લોકસભા પછી રાજ્યસભામાં પણ આધારા સંશોધન બિલને મંજુરી મળી ગઈ છે. બિલ પસાર થયા પછી રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવાઈ હતી. રાજ્યસભામાં બિલ રજૂ કરતા કેન્દ્રીય સંચાર અને માહિતી ટેક્નોલોજી મંત્રી રવિસંકર પ્રસાદે જણાવ્યું કે, આ બિલમાં બેન્કમાં ખાતું ખોલવા, સિમકાર્ડ લેવા માટે આધાર કાર્ડને સ્વૈચ્છિક બનાવી દેવાયું છે. 

સરકારે જણાવ્યું કે, આધારનો ઉપયોગ મહત્વનો છે, પરંતુ અનિવાર્ય નથી. રવિશંકર  પ્રસાદે આધારને સલામત જણાવતા કહ્યું કે, "તેમાં નાગરિકોની અંગત માહિતી સુરક્ષિત રાખવા અને દુરૂપયોગ રોકવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે."

રાજ્યસભામાં થયેલી ચર્ચા દરમિયાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ હવે ડાટા સંરક્ષણ બિલ લાવશે અને તેના પર પ્રક્રિયા ચાલુ છે. પ્રસાદે જણાવ્યું કે, આધાર સંશોધન બિલને સર્વોચ્ચ અદાલતનો નિર્ણય આવે તે પહેલા રજૂ કરવામાં આવ્યું છે. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....