Modi Lord Jagannath: ભારતને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર કહેવામાં આવે છે અને આ સમયે દેશમાં 18મી લોકસભા માટે ચૂંટણી યોજાઈ રહી છે. લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે તમામ રાજકીય પક્ષો વચ્ચે વાણીયુદ્ધ ચાલે છે. તેની વચ્ચે પુરી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાએ ભગવાન જગન્નાથ અંગે એવું નિવેદન આપી દીધું કે ગરમીના ટોર્ચર વચ્ચે રાજકારણનો પારો હાઈ થઈ ગયો. તો વિપક્ષી નેતાઓએ ભાજપ પર ભગવાન જગન્નાથનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો શું છે સમગ્ર મામલો?... આવો જોઈએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ 30 બેઠક વધારે જીત્યું તો બદલાઈ જશે સમીકરણો, નવી રણનીતિ ભાજપને હચમચાવી દેશે
MS ધોની બન્યો CSKની હારનું કારણ, 110 મીટરની સિક્સરે RCBને પ્લેઓફમાં પહોંચાડ્યું


વાત ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને ઓડિશાની પુરી લોકસભા બેઠકના ઉમેદવાર સંબિત પાત્રાની થઈ રહી છે. ચૂંટણીના રંગમાં રંગાઈ ગયેલા સંબિત પાત્રાએ એવું નિવેદન આપી દીધું જેણે ભરઉનાળે રાજકારણમાં ગરમીનો પારો હાઈ કરી દીધો. સંબિત પાત્રાનો ભગવાન જગન્નાથ અંગેનો નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે તે વિરોધ પક્ષના નિશાન પર આવી ગયા. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે મહાપ્રભુ શ્રી જગન્નાથ આ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને એક માણસના ભક્ત ગણાવવા ભગવાનનું અપમાન છે.


Farmer News: ઉનાળામાં કરો 20 રૂપિયાનો આ ઉપાય, ગાય-ભેંસને નહી લાગે ગરમી
Electric Scooter vs Petrol Scooter: કિંમત અને મેન્ટેનેંસની દ્રષ્ટિએ સૌથી સસ્તું કયું


 તેનાથી જગન્નાથના કરોડો ભક્તો અને દુનિયામાં ફેલાયેલા ઓડિશાના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ભગવાન ઓડિશાની અસ્મિતાના મહાનતમ પ્રતીક છે. મહાપ્રભુને એક માણસના ભક્ત ગણાવવા નિંદનીય છે. હું પુરીથી ભાજપના ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ નિવેદનની આકરી નિંદા કરું છું. હું ભાજપને અપીલ કરું છું કે ભગવાનને કોઈ રાજકીય વિમર્શથી અલગ રાખે. આવું કરીને તમને ઓડિશાની અસ્મિતા પર ઉંડો આઘાત કર્યો છે. તેને ઓડિશાના લોકો લાંબા સમય સુધી યાદ રાખશે અને તેની નિંદા કરશે.


Gold Price: રેકોર્ડ બનાવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો, એક ઝાટકે ઘટી ગયા ₹ 1800
IPL 2024 ની વચ્ચે પેટ્રોલે સદી ફટકારી, તમારા શહેરમાં પેટ્રોલના ભાવની કેવી છે રન રેટ


નવીન પટનાયક પછી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર મોટો પ્રહાર કર્યો. સોશિયલ મીડિયા એક્સ પર રાહુલ ગાંધીએ લખ્યું કે જ્યારે પ્રધાનમંત્રી પોતાને બાદશાહ અને દરબારી તેમને ભગવાન માનવા લાગે તો સમજી લેજો કે પાપની લંકાનું પતન નજીક છે. કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર મુઠ્ઠીભર ભાજપના નેતાઓને કોણે આપ્યો? આ અંહકાર તેમના વિનાશનું કારણ બની રહ્યું છે. 


ગુજરાત સહિતના ડ્રાય સ્ટેટમાં દારૂ ખરીદવા માટે શું કરવું પડે છે? આ લોકોને છે પરવાનગી
BECIL Jobs: આ જગ્યાએ નોકરી લાગી તો સમજો નસીબ ઉઘડી ગયા, તગડો પગાર અને વ્હાઇટ કલર જોબ


દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ જંગમાં કૂદી પડ્યા અને ભાજપ પર નિશાન સાધ્યું હું ભાજપના આ નિવેદનની આકરી ટીકા કરું છું. તે વિચારવા લાગ્યા છે તે ભગવાનથી પણ ઉપર છે. આ અહંકારની પરાકાષ્ઠા છે. ભગવાન મોદીજીના ભક્ત કહેવું તે ભગવાનનું અપમાન છે. 


Mangal Gochar: આ 3 રાશિવાળા પર ભારે પડશે જૂનનો મહિનો, ગોચર આપશે એક પછી એક મુસીબત
T20 World Cup જીતવા માટે દાવેદાર છે આ 4 ટીમો, ટૂર્નામેન્ટમાં સાબિત થશે એકદમ ખતરનાક


વિવાદ વધુ વકરતાં સંબિત પાત્રાએ મીડિયા સામે આવીને માફી માગીને વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો તેમણે કહ્યું કે આ ભૂલ બદલ તે 3 દિવસ સુધી ઉપવાસ કરશે. સંબિત પાત્રા સાથે આ શું થઈ ગયું?.  કેમ કે પ્રધાનમંત્રી મોદીએ પુરીમાં તેમના સમર્થનમાં જંગી રોડ શો કર્યો. જેના કારણે બીજીવાર પુરીથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા સંબિત પાત્રા ઘણા ઉત્સાહમાં હતા. પરંતુ ઉત્સાહ અને કાળઝાળ ગરમીમાં જીભ એવી લપસી કે વિરોધીઓને પ્રહાર કરવાની તક મળી ગઈ.


Donald Trump ની 'નાભિ' નું રહસ્ય જાણે છે આ 'વિભિષણ', કોર્ટમાં પોતાના પર લઇ લીધો આરોપ
વેંત છેડા આ Hill Station પર ફરવા જવા માટે જોઇશે E-pass! જાણો કેવી રીત કરશો Apply