નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019) ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન રવિવારે (19 મે) ના રોજ પુર્ણ થઇ ગયું. આ ચૂંટણીમાં લોકસભાની 543માંથી 542 સીટો પર મતદાન બાદ ચૂંટણીના પરિણામો 23 મેના રોજ આવવાનાં છે. બીજી તરફ પરિણામો પહેલા એક્ઝિટ પોલ (Exit Poll Results 2019)  આવવાનાં ચાલુ થઇ ચુક્યો છે. શરૂઆતી વલણમાં ઇન્ડિયા ટુડે- એક્સિસે અસમમાં ભાજપને 12-14 સીટો જીતવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રને 0-2 સીટોનું અનુમાન છે. બીજી તરફ ઓલ ઇન્ડિયા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ (Aiudf) ને એક પણ સીટ મળતી નથી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bihar Exit Poll 2019 LIVE: નીતીશનો સાથ છતા એનડીએને નુકસાન

અસમ દ્વારા ભાજપને પૂર્વોત્તરમાં જીતના દ્વાર ખુલી ગયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં અસમની 14 સંસદીય સીટોમાંથી ભાજપને 7 સીટો મળી. જ્યારે કોંગ્રેસને 3, બદરુદ્દીન અઝમલની પાર્ટી AIDUFને 3 અને અપક્ષને એક સીટ પર જીત મળી હતી. જો કે હવે 2019ની લોકસભા ચૂંટણીમાં કોણ કેટલી સીટો મળશે તે આગળ જોવાની વાત થશે. 


Exit Poll 2019: AAJTAK-AXISનો દાવો, છત્તીસગઢમાં ભાજપને 7-8 અને કોંગ્રેસને 3થી 4 સીટ
MP Exit Poll 2019 LIVE:કોંગ્રેસને 2014 કરતા 4 ગણી સીટો, ભાજપને નુકસાન
દેશનાં ઉત્તર-પૂર્વ (North-east)માં આવેલ રાજ્ય અસમમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર છે. અહીંથી લોકસભા ચૂંટણી 2014 (loksabha election 2014)દરમિયાન રાજ્યની 14 સંસદીય સીટોમાંથી ભાજપની 7 સીટો પર જીત મળી હતી. આ ઉપરાંત કોંગ્રેસના ખાતામાં 3 જ્યારે ઓલ ઇન્ડિયા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટે 4 સીટો જીતી હતી. 


ABP Nielsenનો દાવો કેરળમાં ખુલશે ભાજપનું ખાતુ, થરુરને લાગશે મોટો ઝટકો

અત્રે ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી લહેરનાં પ્રભાવના કારણે અસમના લોકોએ ભાજપ ગઠબંધનને 7 સીટો આપી હતી. પરંતુ 2019ની લોકસભા પહેલા ભાજપ-આસુ વચ્ચે ચાલી રહેલા વિવાદ, ભાજપનાં નેતાઓની નારાજગીનું રાજ્યની ચૂંટણી પરિણામ પર નકારાત્મક અસર જોવા મળી હતી. 


#ZeeMahaExitPoll: ABP અને CSDS સર્વેનું અનુમાન, મહારાષ્ટ્રમાં NDAને મળશે 34 સીટ

 આ ઉપરાંત 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન નેશનલ વોટર્સ રજિસ્ટર, નાગરિકતાના કાયદામાં પરિવર્તન (amedment in citizenship bill) ઉપરાંત અસમ અકાર્ડ (Assam Accord) લાગુ કરવાનો એક મોટો મુદ્દો સામે આવ્યો હતો. ગત્ત લોકસભા ચૂંટણીમાં પોતાની પકડ મજબુત બનાવ્યા બાદ ભાજપે અહીં રાજ્યમાં પણ પોતાની સરકાર રચી હતી. 


#ZeeMahaExitPoll: યૂપીમાં ભાજપને મોટુ નુકસાન, ABP-NEILSONના સર્વેમાં ગઠબંધનને 56 સીટો

જો કે નાગરિકતા સંશોધન બિલના મુદ્દે કેન્દ્ર તથા રાજ્ય સરકારને અહીથી ખાય્દ વિરોધ સહન કરવો પડી રહ્યો છે. બિલ પર અધ્યાદેશને ટાળીને ભાજપે લોકલ લોકોના રોષને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ અસણ ગણ પરિષદ તથા બોડો પીપલ્સ ફ્રંડ સાથે હાથ મીલાવીને પોતાની જમીન બચાવવાની કવાયત કરતું પણ જોવા મળ્યું હતું. 


દિલ્હી લોકસભા 2019: તમામ સર્વેમાં ભાજપના ખાતે તમામ 7 સીટો, આપ-કોંગ્રેસ સાફ

ભાજપે રાજ્યની કુલ 14 લોકસભા સીટોમાંથી 10 સીટો પોતાના માટે રાખી. ત્રણ સીટો એજીપી અને એક સીટ બીપીએફને આપી છે. એજીપીને તેણે ત્રણ સીટો એટલા માટે આપી કારણ કે છેલ્લા 15 વર્ષમાં એજીપી મહત્તમ 2 સીટ 2004માં જીતી હતી. એજીપીને સાથે રાખીને જ્યાં ભાજપ લોકલ અસ્મિતા સાથે જોડાવાનો પ્રયાસ કરતતું જોવા મળ્યું હતું.