MP Exit Poll 2019:કોંગ્રેસને 2014 કરતા 4 ગણી સીટો, ભાજપને નુકસાન

લોકસભા ચૂંટણી 2019 માટે મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. હવે નજર 23 મેનાં રોજ આવનારા પરિણામો પર છે. આ અગાઉ એક્ઝિટ પોલના અનુમાન પણ ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં મોટા ભાગની સીટો ભાજપના ખાતે જઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. ટાઉમ્સ નાઉ- વીએમઆર સહિતનાં અન્ય સર્વે પર નજર કરીએ તો કોંગ્રેસને ફાયદાની શક્યતા છે. ભાજપને ભલે ગત્ત ચૂંટણીની તુલનાએ ઓછી સીટો મળે પરંતુ તેમ છતા પણ કોંગ્રેસની તુલનાએ ઘણી વધારે સીટો મળવાનું અનુમાન છે. 

MP Exit Poll 2019:કોંગ્રેસને 2014 કરતા 4 ગણી સીટો, ભાજપને નુકસાન

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 માટે મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. હવે નજર 23 મેનાં રોજ આવનારા પરિણામો પર છે. આ અગાઉ એક્ઝિટ પોલના અનુમાન પણ ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં મોટા ભાગની સીટો ભાજપના ખાતે જઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. ટાઉમ્સ નાઉ- વીએમઆર સહિતનાં અન્ય સર્વે પર નજર કરીએ તો કોંગ્રેસને ફાયદાની શક્યતા છે. ભાજપને ભલે ગત્ત ચૂંટણીની તુલનાએ ઓછી સીટો મળે પરંતુ તેમ છતા પણ કોંગ્રેસની તુલનાએ ઘણી વધારે સીટો મળવાનું અનુમાન છે. 

કોંગ્રેસને ફાયદો છતા પણ પાછળ
2014ની તુલનાએ કોંગ્રેસને 4 ગણી વધારે સીટો મળી શકે છે. તેમ છતા પણ આંકડાના મુદ્દે તે ભાજપથી ઘણુ પાછળ છે. એક્ઝિટ પોલમાં ભાજપને 21-25 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરાઇ રહ્યું છે. તો કોંગ્રેસને 8 સીટો મળી રહી છે જે 2014માં માત્ર 2 સીટો હતી.

બેંગ્લુરૂમાં કોંગ્રેસ ધારાસભ્યના ઘર બહાર વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
ભાજપનું મત પ્રમાણ ઘટ્યું છે
ભાજપનું મત સરાસરી 2014ની તુલનાએ ઘટશે. અહીં ભાજપને 2014માં જ્યારે 54 ટકા મત મળ્યા હતા. બીજી તરફ 48.7  ટકા મત મળવાનું અનુમાન છે. બીજી તરફ કોંગ્રેસને 2014માં 34.9 ટકા મત મળ્યા હતા. જ્યારે આ વખતે 41.2 ટકા મત મળવાની શક્યતા છે. 29 લોકસભા સીટો ધરાવતું મધ્યપ્રદેશ 4 તબક્કામાં મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં ભાજપે લોકસભા 2014માં 29 સીટોમાંથી 24 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. જો કે આ વખતે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ તરફી વલણ જોવા મળી રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news