close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Kerala Exit Poll 2019:ભાજપ પ્રથમ વખત ખોલશે ખાતુ, થરુરને મોટો ઝટકો

આ વખતની ચૂંટણીમાં ભાજપ કેરળમાં પોતાનું ખાતુ ખોલવામાં સફળ રહેશે, કેરળમાં 20 લોકસભા સીટો છે અત્યાર સુધી ભાજપ ક્યારે પણ કેરળમાં એક પણ સીટ જીતી શક્યું નથી

Updated: May 20, 2019, 12:17 AM IST
Kerala Exit Poll 2019:ભાજપ પ્રથમ વખત ખોલશે ખાતુ, થરુરને મોટો ઝટકો

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું મતદાન પુર્ણ થતાની સાથે જ Exit Pollના દાવાઓ ચાલુ થઇ ચુક્યા છે. ABP Nielsenના અનુસાર આ વખતની ચૂંટણીમાં ભાજપ કેરળમાં પોતાનું ખાતુ ખોલી શકે છે. કેરળમાં 20 લોકસભા સીટો છે. અત્યાર સુધી કેરળમાં ભાજપ ક્યારે પણ કોઇ લોકસભા સીટ જીતી શકી નથી. પરંતુ આ વખતે આ એક સીટ જીતી શકે છે. કોંગ્રેસ 15થી 16 સીટો જીતી શકે છે. બીજી તરફ વામ પંથી પાર્ટીઓ 2 સીટો જીતી શકે છે. 

MP Exit Poll 2019 LIVE:કોંગ્રેસને 2014 કરતા 4 ગણી સીટો, ભાજપને નુકસાન

ભાજપ જે સીટે પર જીતવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહી છે તે સિટી તિરુવનંતપુરમ માનવામાં આવી રહી છે. આ સીટ પર 2014માં પણ શશિ થરુર એક ખુબ જ સામાન્ય લીડથી જીત્યા હતા. ત્યારે પણ તેની સામે ભાજપ ઉમેદવારે જ મજબુત ટક્કર આપી હતી. 

Exit Poll 2019: AAJTAK-AXISનો દાવો, છત્તીસગઢમાં ભાજપને 7-8 અને કોંગ્રેસને 3થી 4 સીટ

Bihar Exit Poll 2019 LIVE: નીતીશનો સાથ છતા એનડીએને નુકસાન
આ સીટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર મેદાનમાં છે. બીજી તરફ ભાજપે આ સીટ પરથી કે.રાજશેખરને ઉતાર્યા હતા. તેમણે મિઝોરમના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપીને તિરુવનંતપુરમથી ચૂંટણી લડી. એલડીએફએ અહીંથી સી.દિવાકરનને પોતાનાં ઉમેદવાર બનાવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને પહેલીવાર આ સીટ પર જીત પ્રાપ્ત થઇ હતી. 

#ZeeMahaExitPoll: ABP અને CSDS સર્વેનું અનુમાન, મહારાષ્ટ્રમાં NDAને મળશે 34 સીટ

મતદાને તોડ્યો હતો રેકોર્ડ
તિરુવનંતપુરમે આ વખતે વોટિંગના રેકોર્ડ તોડ્યા હતા. ગત્ત 30 વર્ષમાં અહીં 2019માં સૌથી વધારે મતદાન નોંધાયું હતું. તિરુવનંતપુરમમાં 73.37 ટકા મત પડ્યા હતા.  તેમાં અગાઉ 1989માં થયેલી ચૂંટણીમાં 70 ટકા કરતા વધારે મતદાન થયું હતું.