Bihar Exit Poll 2019 LIVE: નીતીશનો સાથ છતા એનડીએને નુકસાન

લોકસભા ચૂંટણી માટે સાતેય તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. અત્યાસ સુધી તમામની નજર 23 તારીખે આવનારા પરિણામો પર ટલેકી છે. બિહારની મુખ્ય યુદ્ધ કોંગ્ર અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નાં નેતૃત્વવાળા ગઠબંધન અને ભાજપ-જેડીયુની એનડીએ ગઠબંધન વચ્ચે છે. ટાઇમ્સ નાઉ-વીએમઆર એક્ઝિટ પોલના અનુસાર બિહારમાં આ વખતે ભાજપ ગઠબંધનને કુલ 25 સીટો અને મહાગઠબંધનને કુલ 15 સીટો મળતી જોવા મળી રહી છે. 
Bihar Exit Poll 2019 LIVE: નીતીશનો સાથ છતા એનડીએને નુકસાન

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે સાતેય તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. અત્યાસ સુધી તમામની નજર 23 તારીખે આવનારા પરિણામો પર ટલેકી છે. બિહારની મુખ્ય યુદ્ધ કોંગ્ર અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નાં નેતૃત્વવાળા ગઠબંધન અને ભાજપ-જેડીયુની એનડીએ ગઠબંધન વચ્ચે છે. ટાઇમ્સ નાઉ-વીએમઆર એક્ઝિટ પોલના અનુસાર બિહારમાં આ વખતે ભાજપ ગઠબંધનને કુલ 25 સીટો અને મહાગઠબંધનને કુલ 15 સીટો મળતી જોવા મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં એનડીએને બિહારમાં 40 સીટો માંથી 30 સીટો મળી હતી. આ વખતે એનડીએને પાંચ સીટોનું નુકસાન થવાનું અનુમાન છે. આરજેડી અને કોંગ્રેસ ગઠબંધન જ્યાં પાંચ સીટોના ફાયદા સાથે 15 સીટો મળવાનું અનુમાન છે. બીજી તરફ એનડીએને કુલ 25 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Times Now-VMRનો દાવો, બંગાળમાં ભાજપને મોટો ફાયદો, ટીએમસી સૌથી મોટી પાર્ટી
બિહારમાં મતદાનનું પ્રમાણની વાત કરીએ તો એનડીએને અહીં પણ નુકસાન થતું જોવા મળી રહ્યું છે. 2014માં જ્યારે જેડીયુ એનડીએમાં નહોતું ત્યારે 51.5 ટકા મત મળ્યા હતા. આ વખતે જેડીયું સાથે આવવા છતા પણ મતપ્રમાણમાં 2.98 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. બીજી તરફ મહાગઠબંધન જેને 2014માં માત્ર 32.8 ટકા મત મળ્યા હતા, તેને આ વખતે 42.78 ટકા મત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

બિહારમાં મુખ્યત્વે એનડીએ (ભાજપ-જેડીયુ- એલજેપી ગઠબંધન) અને આરજેડીની આગેવાની વાળા મહાગઠબંધનની વચ્ચે છે. મહાગઠબંધનમાં આરજેડી ઉપરાંત કોંગ્રેસ, રાલોસપા, વીઆઇપી અને જિતન રામ માંઝીની હિન્દુસ્તાન અવામ મોર્ચાનો સમાવેશ થાય ચે. બીજી તરફ બેગુસરાય સીટ પર જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને આરજેડીનાં તનવીર હસનને ટક્કર આપી રહ્યા છે. ગત વખતે જેડીયું એનડીએથી અળગ હતી અને આલોસપા એનડીએ સાથે હતું. જો કે આ વખતે જેડીયું એનડીએમાં અને રાલોસપા મહાગઠબંધનમાં છે. બિહારમાં પહેલીવાર લાલુ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં ચૂંટણી તઇ રહ્યું છે. ચારા ગોટાળાના દોષી લાલુ જેલમાં સજા કાપી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news