Exit Poll 2019: AAJTAK-AXISનો દાવો, છત્તીસગઢમાં ભાજપને 7-8 અને કોંગ્રેસને 3થી 4 સીટ

Lok SAbha Exit Poll Results 2019: સાતમાં તબક્કાનું મતદાન પૂરુ થવાની સાથે લોકોની નજર એક્ઝિટ પોલના આંકડા પર છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

Exit Poll 2019: AAJTAK-AXISનો દાવો, છત્તીસગઢમાં ભાજપને 7-8 અને કોંગ્રેસને 3થી 4 સીટ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)ના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન રવિવાર (19 મે)એ સમાપ્ત થઈ ગયું છે. આ ચૂંટણીમાં લોકસભાની 543માંથી 542 સીટો પર મદાન બાદ ચૂંટણી પરિણામ 23 મેએ આવશે. પરિણામ પહેલા એક્ઝિટ પોલ (Exit Poll Results 2019) આવવાનું શરૂ થઈ ગયું છે. આજતક-એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં છત્તીસગઢમાં ભાજપ 7-8, કોંગ્રેસ 3-4 સીટો મળવાનું અનુમાન છે. 

છત્તીસગઢની 11 લોકસભા સીટો પર પણ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. આ 11 લોકસભા સીટો પર 11 એપ્રિલ, 18 એપ્રિલ અને 23 એપ્રિલે શરૂઆતના ત્રણ તબક્કામાં મતદાન પૂરુ થઈ ગયું હતું. 

એક્ઝિટ પોલના પ્રથમ રૂઝાનમાં ટાઇમ્સ નાઉ-વીએમઆર (TIMES NOW-VMR)એ ભાજપના નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. એનડીએને 306 સીટો મળશે. યૂપીએને 132 અને અન્યને 104 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે યૂપીમાં ભાજપને સપા-બસપા ગઠબંધન છતાં મોટી સફળતા મળશે અને રાજ્યની 80 સીટોમાંથી 58 સીટો પર ભાજપને સફળતા મળશે. તે પ્રમાણે ગઠબંધનને 20 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

આજતક-એક્સિસ માઈ ઈન્ડિયા
મધ્યપ્રદેશમાં ભાજપને 26-28 સીટો અને કોંગ્રેસને 1-3 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. છત્તીસગઢમાં ભાજપ 7-8, કોંગ્રેસ 3-4 સીટો મળવાનું અનુમાન છે. રાજસ્થાનમાં ભાજપને 23-25 સીટો જ્યારે કોંગ્રેસને 0-2 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

રિપબ્લિક ભારત-સી વોટર
રિપબ્લિક ભારત-સી વોટરમં એનડીએને 287, યૂપીએને 128, મહાગઠબંધનને 40 અને અન્યને 87 સીટો મળવાનું અનુમાન છે. રિપબ્લિક/ જનની વાતમાં એનડીએને 305 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ રીતે તેમાં કોંગ્રેસને 124 અને અન્યને 113 સીટો મળવાનું અનુમાન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news