મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. આધેડ ઉંમરના અબ્દુલ્લાએ અમન ચૌધરી બનીને 17 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ કર્યું, તેની પહેલા તેને 4 પત્ની અને ચાર બાળકો છે. તે નામ અને સરનામુ બદલીને યુવતીઓને પ્રેમમાં ફસાવતો અને પછી તેની સાથે દુષ્કર્મ કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ પ્રમાણે મામલો કંકડખેડા વિસ્તારનો છે. આરોપ છે કે આધેડ ઉંમરના અબ્દુલ્લાએ અમન ચૌધરી બનીને 17 વર્ષની એક કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી અને તેની સાથે અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ કિશોરીનું શારીરિક શોષણ કરવાની સાથે તેનો એક અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો. તે કિશોરીને ધમકી આપતો હતો કે તેની વાત ન માનવા પર તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. 


રસપ્રદ વાત તે છે કે આરોપી અબ્દુલ્લાના નામની સાથે-સાથે તેના વાળ પણ નકલી હતી. હકીકતમાં તેના માથાના વાળ ખરી ગયા હતા. તેવામાં પોતાને જુવાન દેખાડવા માટે અબ્દુલ્લા માથામાં નકલી વાળ લગાવી લેતો હતો. કિશોરીના પરિવારની ફરિયાદ પર પોલીસે કેસ કરીને અબ્દુલ્લાની ધરપકડ કરી છે. તેની સાથે રહેલી કિશોરીનો પણ કબજો મેળવી લીધો છે. 


ભારત માટે ખુશખબર, નવેમ્બર સુધી આવી શકે છે કોરોના વાયરસની રસી  


હિન્દુ જાગરણ મંચના નેતાઓ અનુસાર આરોપી પોતાના ભાણેજની મદદથી કિશોરીને લલચાવીને ગાઝિયાબાદ લઈ ગયા અને તેણે એક રૂમ ભાડે રાખ્યો હતો. ત્યારબાદ મેરઠના ગંગાનગરમાં જઈને એક મકાન ભાડે રાખ્યું હતું. આ મામલાની જાણકારી સામે આવ્યા બાદ સંગઠન તરફથી પોલીસ પર કિશોરી શોધવાનો દબાવ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 


મેરઠના એસપી સિટી અખિલેશ નાયારણે કહ્યુ કે, અબ્દુલ્લા ખુદને જવાન દેખાડવા માટે જીન્સનું પેન્ટ પહેરતો હતો. તે માથાના વાળમાં વિગ લગાવતો હતો. હાલ તો આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube