મુંબઈ : ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ ગુરુવારે (28 નવેમ્બર)ના દિવસે મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. ઉદ્ધવના મુખ્યમંત્રી બનતા જ શિવસેનાના મુખપત્ર સામના (Saamana)નો રંગ જ બદલાઈ ગયો. વિદ્રોહી અભિગમ ધરાવાતા સામનામાં શુક્રવારે એડિટોરિયલમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને ઠાકરેના મોટાભાઈ ગણાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ઉદ્ધવ ઠાકરેને પ્રેસ કોન્ફરન્સમાં પૂછાયો સવાલ, શું તમે સેક્યુલર થઈ ગયા છો? સાંભળીને ભડકી ગયા


સામનામાં કહેવામાં આવ્યું હતું કે ''મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપ અને શિવસેના વચ્ચે અણબનાવ છે પણ નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ભાઈ-ભાઈ જેવો સંબંધ છે. આ માટે મહારાષ્ટ્રના પ્રધાનમંત્રીને નાના ભાઈ જેવો સહયોગ આપવાની જવાબદારી શ્રી મોદીની છે. વડાપ્રધાન આખા દેશના હોય છે, એક પાર્ટીના નહીં. સંઘર્ષ અને લડાઈ અમારા જીવનનો હિસ્સો છે. દિલ્હી ભલે દેશની રાજધાની હોય પણ મહારાષ્ટ્ર ક્યારેય દિલ્હીનું ગુલામ નહોતું. આવો જ અભિગમ ધરાવતા બાલાસાહેબ ઠાકરેના સુપુત્ર આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન છે અને આ માટે મહારાષ્ટ્રના તેવર અને સરકારનું વલણ સ્વાભિમાનપૂર્ણ હશે. મહારાષ્ટ્ર હાલમાં દિલ્હીને સૌથી વધારે પૈસા આપે છે. દેશની અર્થવ્યવસ્થામાં મુંબઈનો મોટો ફાળો છે. દેશમાં સૌથી વધારે રોજગાર મુંબઈ આપે છે. દેશની સીમાની રક્ષા તો મહારાષ્ટ્રની પરંપરા છે. આ સંજોગોમાં મહારાષ્ટ્રને અન્યાય નહીં થાય અને એનું સન્માન કરવામાં આવશે. આ વાતનું ધ્યાન નવા મુખ્યમંત્રીએ રાખવું પડશે.''


મહારાષ્ટ્ર: CM ઉદ્ધવ ઠાકરેએ તાબડતોબ બોલાવી પ્રથમ કેબિનેટ બેઠક, લીધો આ મહત્વનો નિર્ણય


સામનામાં લખવામાં આવ્યું છે કે દિલ્હી દરબારમાં મહારાષ્ટ્ર ચોથી અને પાંચમી હરોળમાં નહીં પણ આગળ રહીને કામ કરશે અને આ જ પરંપરા છે. આ પરંપરાનો ધ્વજ મહારાષ્ટ્ર વિધાનસભા તેમજ મંત્રાલય પર લહેરાવામાં આવ્યો છે. ભગવા ધ્વજ સાથે દુશ્મની કરશે એ જ પોતાનું નુકસાન કરશે. મહારાષ્ટ્રમાં સુરાજ્યનો ઉત્સવ શરૂ થઈ ગયો છે અને એમાં શામેલ થવાનું આમંત્રણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube