મહારાષ્ટ્ર: CM ઉદ્ધવ ઠાકરેએ તાબડતોબ બોલાવી પ્રથમ કેબિનેટ બેઠક, લીધો આ મહત્વનો નિર્ણય

શપથ લીધાને હજુ ગણતરીના કલાકો જ થયા છે ત્યાં તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ પોતાની પહેલી કેબિનેટ બેઠક બોલાવી. આ બેઠકમાં સૌથી પહેલો અને મોટો નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજને લઈને લેવાયો છે. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે શિવાજીની રાજધાની રાયગઢ કિલ્લાના પુર્નઉદ્ધારમાં ઝડપ લાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયાનું બજેટ પણ પાસ કરવામાં આવ્યુ છે. તેમણે રાજ્યના મુખ્ય સચિવને ખેડૂતોના સારા માટે અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાંઓની જાણકારી માંગી. બેઠકમાં સીએમ સાથે શપથ લીધેલા 6 મંત્રીઓ પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત એનસીપી નેતા અજિત પવાર (Ajit Pawar) અને આદિત્ય ઠાકરે પણ હાજર હતાં. આ દરમિયાન પત્રકારોએ કોમન મિનિમમ પ્રોગ્રામમાં સેક્યુલર શબ્દને લઈને કરેલા સવાલથી ઉદ્ધવ ઠાકરે થોડા નારાજ પણ જોવા મળ્યાં. 

મહારાષ્ટ્ર: CM ઉદ્ધવ ઠાકરેએ તાબડતોબ બોલાવી પ્રથમ કેબિનેટ બેઠક, લીધો આ મહત્વનો નિર્ણય

મુંબઇ: શપથ લીધાને હજુ ગણતરીના કલાકો જ થયા છે ત્યાં તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ પોતાની પહેલી કેબિનેટ બેઠક બોલાવી. આ બેઠકમાં સૌથી પહેલો અને મોટો નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજને લઈને લેવાયો છે. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે શિવાજીની રાજધાની રાયગઢ કિલ્લાના પુર્નઉદ્ધારમાં ઝડપ લાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયાનું બજેટ પણ પાસ કરવામાં આવ્યુ છે. તેમણે રાજ્યના મુખ્ય સચિવને ખેડૂતોના સારા માટે અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાંઓની જાણકારી માંગી. બેઠકમાં સીએમ સાથે શપથ લીધેલા 6 મંત્રીઓ પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત એનસીપી નેતા અજિત પવાર (Ajit Pawar) અને આદિત્ય ઠાકરે પણ હાજર હતાં. આ દરમિયાન પત્રકારોએ કોમન મિનિમમ પ્રોગ્રામમાં સેક્યુલર શબ્દને લઈને કરેલા સવાલથી ઉદ્ધવ ઠાકરે થોડા નારાજ પણ જોવા મળ્યાં. 

રાયગઢ કિલ્લા માટે 20 કરોડ 
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારું સૌભાગ્ય છે કે કેબિનેટની પહેલી બેઠકમાં છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢ કિલ્લાના પુર્નઉદ્ધાર માટે નિર્ણય લેવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધી 20 કરોડ રૂપિયાનો  ખર્ચ થયો છે અને 20 કરોડનો પ્રસ્તાવ આવ્યો છે. જેને અમે પાસ કર્યો છે. થોડીવાર બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે નવી સરકારના પહેલા નિર્ણયની જાણકારી આપતા રાયગઢ કિલ્લાની તસવીર પણ શેર કરી. 

ખેડૂતો માટે જાહેરાત એક કે બે દિવસમાં કરાશે
ઉદ્ધવ ઠાકરેની પહેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઈને પણ ચર્ચા થઈ. તેમણે કહ્યું કે કમોસમી વરસાદ અને પૂરના કારણે પ્રદેશમાં ખેડૂતોની હાલત ખરાબ છે. આવામાં તેમના માટે નાની મોટી જાહેરાતો કરવાથી કઈ વળશે નહીં. તેમણે કહ્યું કે મે ખેડૂતોના સારા માટે અત્યાર સુધી થયેલી કામગીરીની જાણકારી માંગી છે. આ સાથે જ એ  પણ જાણકારી માંગી છે કે તેમની સ્થિતિને વધુ સારી કરવા માટે શું કરી શકાય. એક કે બે દિવસમાં વધુ જાહેરાત થશે. 

જુઓ LIVE TV

 શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આજે મહારાષ્ટ્રના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. મુંબઈ (Mumbai) ના શિવાજી પાર્કમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (BhagatSingh Koshyari) એ તેમને શપથ લેવડાવ્યાં. ઠાકરેએ મરાઠી ભાષામાં શપથ લીધા. ભગવા કપડામાં તેઓ શપથ લેવા માટે પહોંચ્યા હતાં. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ માથા પર તિલક પણ લગાવ્યું હતું. જ્યારે તેઓ મંચ પર પહોચ્યા ત્યારે સૌથી પહેલા તેમણે જનતાનું અભિવાદન કર્યું હતું. શપથ બાદ તેઓ જનતા સમક્ષ નતમસ્તક થતા જોવા મળ્યાં હતાં. 

— CMO Maharashtra (@CMOMaharashtra) November 28, 2019

ભગવા કપડાં અને તિલક ધારણ કરીને ઉદ્ધવ ઠાકરેએ જેવું કહ્યું કે મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે.... ત્યાં તો શિવાજી પાર્કમાં શિવસેના (Shivsena) તરફથી જોરદાર સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતાં. આ દરમિયાન ભવ્ય આતિશબાજી પણ જોવા મળી. ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેના વિધાયક દળના નેતા એકનાથ ખડસે અને સુભાષ દેસાઈએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા. અત્રે જણાવવાનું કે આ બંને નેતાઓ અગાઉ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ની સરકારમાં પણ મંત્રી હતાં. ખડસે થાણેથી આવે છે અને દેસાઈ કોંકણ ક્ષેત્રનું પ્રતિનિધત્વ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news