શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન, `ભાજપ સાથે મુખ્યમંત્રી પદ માટે વાતચીત થશે`
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019(Maharashtra Assembly Elections 2019)ના રૂઝાન અને પરિણામ સામે આવતા જ સ્પષ્ટ થઈ ગયુ છે કે રાજ્યમાં ફરીથી એકવાર ભાજપ શિવસેનાની યુતિ સરકાર બનાવશે. જો કે બંને પાર્ટીઓ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણની વાત પરિણામ સ્પષ્ટ થતા પહેલા જ ઉજાગર થઈ રહી છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે મુખ્યમંત્રી પદને લઈને ભાજપ સાથે વાતચીત કરાશે. ત્યારબાદ સંજય રાઉત ચૂંટણી પરિણામોને લઈને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના ઘરે માતોશ્રી જવા માટે નીકળી ગયાં.
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019(Maharashtra Assembly Elections 2019)ના રૂઝાન અને પરિણામ સામે આવતા જ સ્પષ્ટ થઈ ગયુ છે કે રાજ્યમાં ફરીથી એકવાર ભાજપ શિવસેનાની યુતિ સરકાર બનાવશે. જો કે બંને પાર્ટીઓ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણની વાત પરિણામ સ્પષ્ટ થતા પહેલા જ ઉજાગર થઈ રહી છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે મુખ્યમંત્રી પદને લઈને ભાજપ સાથે વાતચીત કરાશે. ત્યારબાદ સંજય રાઉત ચૂંટણી પરિણામોને લઈને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના ઘરે માતોશ્રી જવા માટે નીકળી ગયાં.
મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ, પળે પળની અપડેટ માટે કરો ક્લિક
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના સતત એ વાત કહેતી જોવા મળી છે કે આ વખતે મુખ્યમંત્રી શિવસેનાના હશે. આથી આ વખતે શિવસેનાએ પહેલીવાર ઠાકરે પરિવારમાંથી ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
Maharashtra Assembly Election Results 2019 LIVE: BJP-શિવસેનાને બહુમત, આદિત્ય આગળ તો પંકજા મુંડા પાછળ
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે રાજ્યમાં શિવસેના અને ભાજપની સરકાર બનશે અને બંનેને બેઠકો મળી છે. આ પ્રકારના રૂઝાન જોવા મળી રહ્યાં છે. અમે ગઠબંધનની સાથે છીએ અને બંને મળીને સરકાર બનાવશે. પહેલા 50-50નો ફોર્મ્યુલા નક્કી થયો છે અને શિવસેનાના મુખ્યમંત્રી હોઈ શકે છે તેની પણ વાત થશે.
જુઓ LIVE TV