Maharashtra Assembly Election Results 2019 : BJP-શિવસેના યુતિને ધાર્યા કરતા ઓછી બેઠકો, એનસીપી મજબુત બની
હારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને લીડ મળતી જોવા મળી રહી છે. જ્યારે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પહેલા કરતા સારું પ્રદર્શન કરતી જોવા મળી છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections 2019)ના રોચક પરિણામો જોવા મળી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને 161 બેઠકો મળી છે જ્યારે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પહેલા કરતા સારું પ્રદર્શન કરતી જોવા મળી છે. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 122 બેઠકો મળી હતી જ્યારે શિવસેનાને 61 બેઠકો મળી હતી. કોંગ્રેસને 42 અને એનસીપીને 41 બેઠકો મળી હતી. આ વખતે એવું લાગતું હતું કે ભાજપ પોતાના દમ પર બહુમતનો આંકડો પાર કરશે. પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધી તેમ ભાજપ માટે એકલા હાથે સત્તા પર બિરાજમાન થવું મુશ્કેલ લાગી રહ્યું છે. શિવસેનાનો સાથ લેવો જ પડશે. આ વખતે શિવસેનાના ઠાકરે પરિવારમાંથી પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આદિત્ય ઠાકરે વરલીથી જંગી બહુમતીથી આગળ છે. મહારાષ્ટ્રમાં અનેક મંત્રીઓ પાછળ ચાલી રહ્યાં છે. જેમાં પંકજા મુંડે પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં તમામ 288 બેઠકો પર લગભગ 58.61 ટકા મતદાન થયું છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ | ||
લીડ | જીત | |
ભાજપ | 00 | 105 |
શિવસેના | 00 | 56 |
કોંગ્રેસ | 00 | 44 |
એનસીપી | 00 | 54 |
અન્ય | 00 | 29 |
કુલ (288) | 00 | 288 |
મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ, પળે પળની અપડેટ માટે કરો ક્લિક
પળે પળની અપડેટ
- પંકજા મુંડે, રામ શીંદે સહિત ફડણવીસ સરકારના 5 મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો છે.
- ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં ભાજપે 5 સીટો જીતી અને 97 પર આગળ છે. જ્યારે શિવસેનાએ 5 બેઠકો પર જીત મેળવી અને 55 પર આગળ છે. એનસીપી એક બેઠક જીતી અને 54 પર આગળ છે જ્યારે કોંગ્રેસ 44 બેઠકો પર આગળ છે.
#UPDATE Election Commission official trends for #MaharashtraAssemblyElections: BJP has won 5 seats& leading in 97 constituencies, Shiv Sena has won 5 seats&leading in 55 constituencies, NCP has won 1 seat&leading in 54 constituencies and Indian National Congress leading in 44. pic.twitter.com/ZnxrsslNCF
— ANI (@ANI) October 24, 2019
- પરિણામો બાદ એનસીપી નેતા શરદ પવારે કહ્યું આ વખતે ચૂંટણીની મર્યાદા તોડાઈ. કોંગ્રેસ-એનસીપી કાર્યકરોએ સાથે મળીને કામ કર્યું. જે માહોલ પેદા કરવામાં આવ્યું હતું કે 220થી આગળ જઈશું, જનતાએ તેને ફગાવ્યું. જનતાએ 220 બેઠકોના દાવાને ન સ્વીકાર્યો. અમે જનાદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. આનાથી પણ આગળ જવાની અમારી કોશિશ હતી પરંતુ વિપરિત પરિસ્થિતિઓમાં પણ અહીં સુધી પહોંચ્યા તેનો આનંદ છે.
- શિવસેનાના અજય ચૌધરી શિવડી બેઠક પરથી 39,337 મતોથી જીત્યા.
NCP President, Sharad Pawar: One important thing to see is that people who left us, have not been accepted. Defections have not worked in favour of those who left. #MaharashtraAssemblyPolls https://t.co/zVdlHKZw3q
— ANI (@ANI) October 24, 2019
- વરલી બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર આદિત્ય ઠાકરે જંગી બહુમતીથી આગળ છે. 65474 મત અત્યાર સુધી મળ્યાં છે જ્યારે તેમના નજીકના હરિફ એનસીપીના ઉમેદવાર સુરેશ માનેને 13944 મતો મળ્યાં છે.
- રૂઝાન બાદ શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન-ભાજપ સાથે મુખ્યમંત્રી પદ માટે વાત થશે. મહારાષ્ટ્રમાં અમારો ફોર્મ્યુલા 50-50નો હતો. અમે બરાબરના ભાગીદાર.
- મહારાષ્ટ્રના 6 મંત્રીઓ પાછળ, જેમાં પંકજા મુંડે, રામ શિંદે, અતુલ સાવે, વિજય શિવતારે, બાલા ભેગડે, મદાન યેરાવર સામેલ છે.
- બારામતી સીટ પર એનસીપીના અજીત પવાર 42,000 મતથી આગળ છે.
Election Commission official trends for #MaharashtraAssemblyElections: BJP leading in 101 constituencies, Shiv Sena leading in 64 constituencies, NCP leading in 52 constituencies & Indian National Congress in 39. https://t.co/wG1H7Siftg
— ANI (@ANI) October 24, 2019
- પરલીથી એનસીપીના ધનંજય મુંડે આગળ, આ બેઠક પર ભાજપના પંકજા મુંડે ચૂંટણી લડી રહ્યાં છે જે અગાઉ આગળ ચાલી રહ્યાં હતાં.
- મહારાષ્ટ્રના ભોકરથી પૂર્વ સીએમ અશોક ચૌહાણ આગળ
- ગોરેગાંવથી ભાજપના વિદ્યા ઠાકુર આગળ.
- અકોલાથી ભાજપના રણધીર સાવરકર આગળ.
#MaharashtraAssemblyElections: Pankaja Munde, BJP candidate from Parli assembly constituency, is trailing. (File pic) pic.twitter.com/RpShIHJdJM
— ANI (@ANI) October 24, 2019
- બારામતીથી એનસીપીના અજિત પવાર આગળ.
- મહારાષ્ટ્ર બાન્દ્રા વેસ્ટથી ભાજપના આશિષ સેલાર આગળ
- મહારાષ્ટ્ર પરલી બેઠક પરથી પંકજા મુંડે આગળ
- મહારાષ્ટ્ર શોલાપુરથી પ્રણતિ શીંદે આગળ.
- હરિયાણાના કરનાલથી સીએમ મનોહરલાલ ખટ્ટર આગળ.
- નાગપુર પશ્ચિમ બેઠક પરથી ભાજપના દેવેન્દ્ર ફડણવીસ આગળ છે.
- વરલી બેઠક પરથી શિવસેનાના આદિત્ય ઠાકરે આગળ છે.
- મતગણતરી 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં એનડીએની જીતનું અનુમાન
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને જે એક્ઝિટ પોલ બહાર પડ્યા તેમાં સીધી રીતે ભાજપ અને શિવસેનાના ગઠબંધનવાળા એનડીએની જીત દર્શાવવામાં આવી છે. અલગ અલગ સર્વેમાં એનડીએની જીતના અંતરને વધારવામાં કે ધટાડવામાં આવ્યું છે. વર્ષ 2014માં મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 123 બેઠકો મેળવી હતી. ભાજપે પહેલીવાર મહારાષ્ટ્રમાં આટલી બધી બેઠકો મેળવી હતી. જ્યારે કોંગ્રેસે 42 બેઠકો સાથે સંતોષ મેળવવો પડ્યો હતો. શિવસેના 63 બેઠકો સાથે બીજા નંબરે રહી હતી. શરદ પવારની એનસીપીને 41 બેઠકો મળી હતી.
જુઓ LIVE TV
મહારાષ્ટ્ર વિધાનસભાઃ
મહારાષ્ટ્રમાં સવારે 8 કલાકે વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક માટે કુલ 3,237 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 235 મહિલા ઉમેદવાર છે. ભાજપના 164, શિવસેનાના 124, કોંગ્રેસના 147 અને એનસીપીના 121 ઉમેદવાર મેદાનમાં છે. 2014ની ચૂંટણીમાં ભાજપે 122 સીટ જીતી હતી, જ્યારે શિવસેનાએ 63 સીટ જીતી હતી. કોંગ્રેસે 42 અને શરદ પવારની એનસીપીએ 41 સીટ પર વિજય મેળવ્યો હતો.
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ
વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (નાગપુર દક્ષિણ પશ્ચિમ સીટ), પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ(ભોકાર) અને પૃથ્વીરાજ ચૌહાણ(કરાડ), આદિત્ય ઠાકરે (વર્લી), અજીત પવાર(બારામતી).
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે