મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, રાજ્યના 18મા CM બન્યા
ઉદ્ધવ ઠાકરેની તાજપોશી: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા.
મુંબઇ: શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે મહારાષ્ટ્ર (Maharashtra)ના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ 24મી ઓક્ટોબરે જાહેર થયાના એક મહિના બાદ 59 વર્ષના ઠાકરે સીએમ પદના શપથ લીધા છે. શપથગ્રહણ સમારોહ મુંબઇના શિવાજી પાર્ક (Shivaji Park) માં યોજાયો છે. શિવાજી પાર્કમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ઉદ્ધવે મંચ પર નતમસ્તક થઈને જનતા અને સમર્થકોની સામે આશીર્વાદ લીધા. ઉદ્ધવ ઠાકરે બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદે અને સુભાષ દેસાઈએ પણ મંત્રી પદના શપથ લીધા.
લાઈવ અપડેટ્સ...
- શપથવિધિ દરમિયાન જય શિવાજી જય શિવાજીના નારા ગૂંજ્યા.
- નાગપુર ઉત્તરથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ડો.નીતિન કાશીનાથ રાઉતે મંત્રી પદના શપથ લીધા.
- કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે પણ મંત્રી પદના શપથ લીધા. તેઓ અહેમદનગરના સંગમનેરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે.
Maharashtra: ઉદ્ધવ સરકાર ખેડૂતોને કરાવશે આ 5 મસમોટા ફાયદા, તેના વિશે ખાસ જાણો
મુખ્યમંત્રી ઉપરાંત મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi) ના ઘટક પક્ષોમાંથી 2-2 વિધાયક શપથ લેશે. એટલે કે ઉદ્ધવ ઠાકરે ઉપરાંત 6 મંત્રીઓ પણ શપથ લેશે. ઉદ્ધવ ઠાકરે મનોહર જોશી અને નારાયણ રાણે બાદ આ પદ પર બિરાજમાન થનારા ત્રીજા નેતા છે.
Maharashtra: ઉદ્ધવ સરકારનો કોમન મિનિમમ પ્રોગ્રામ, ધર્મનિરપેક્ષતા પર મૂકાયો ભાર-જાણો મુખ્ય વચનો
આ બાજુ એનસીપી નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) આજે શપથ નહીં લે. તમામ અટકળો પર વિરામ લગાવતા અજિત પવારે પોતે કહ્યું કે તેઓ આજે શપથ લેશે નહીં. જો કે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉપરાંત મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોમાંથી 2-2 ધારાસભ્યો લેશે.
આ VIDEO પણ જુઓ
મહારાષ્ટ્રની તમામ ખબરો વિસ્તારપૂર્વક વાંચવા માટે કરો ક્લિક...
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube