Maharashtra: ઉદ્ધવ સરકાર ખેડૂતોને કરાવશે આ 5 મસમોટા ફાયદા, તેના વિશે ખાસ જાણો
મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યાં છે. તે પહેલા જ મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi) નો કોમન મિનિમમ પ્રોગ્રામ (Common Minimum Program) પણ બહાર પડ્યો છે. NCPના પ્રવક્તા નવાબ મલિક, શિવસેના નેતા એકનાથ શિંદે અને NCP નેતા જયંત પાટિલે જોઈન્ટ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામ અંગે જાણકારી આપી.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યાં છે. તે પહેલા જ મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi) નો કોમન મિનિમમ પ્રોગ્રામ (Common Minimum Program) પણ બહાર પડ્યો છે. NCPના પ્રવક્તા નવાબ મલિક, શિવસેના નેતા એકનાથ શિંદે અને NCP નેતા જયંત પાટિલે જોઈન્ટ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામ અંગે જાણકારી આપી.
પ્રોગ્રામની પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે કે આ સરકાર પોતાના સેક્યુલર મૂલ્યો (Secular Values) પર અડિખમ રહેશે. પ્રોગ્રામમાં ખેડૂતો (Issues of Farmers) ના મુદ્દાને પ્રાથમિકતા અપાઈ છે. બીજા નંબર પર બેરોજગારી (Unemployment) ને દૂર કરવાની વાત કરવામાં આવી છે.
CMPમાં ખેડૂતો પર ખાસ ભાર મૂકાયો
- કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ ખેડૂતોને જેમ બને તેમ જલદી મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ તેમને દેવામાફી પણ કરાવવામાં આવશે.
- આ ઉપરાંત ખેડૂતોને લઈને પાક વીમા યોજના ઉપર ત્રણેય પક્ષોની સહમતિ બની ગઈ છે.
- ખેડૂતો માટે પાક વીમા યોજના સ્કિમ Crop Insurance Policy Scheme) માં ફેરફાર કરવામાં આવશે. એટલે કે પાક ખરાબ થાય તો ખેડૂતોને વળતર મળશે.
- જે વિસ્તારમાં દુકાળ (Drought) ની સમસ્યા છે ત્યાં સિંચાઈના યોગ્ય સાધનોની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.
- દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીના સપ્લાયને સુચારું રીતે ચલાવવા માટે વોટર સપ્લાય સિસ્ટમને ઠીક કરાશે.
આ VIDEO પણ ખાસ જુઓ...
મહારાષ્ટ્રમાં નવી સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામમાં ખેડૂતો, રોજગારી, ધર્મનિરપેક્ષ અને વિકાસની વાત કરવામાં આવી છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે સરકાર તમામ જાતિઓ પ્રાંતના લોકોને સાથે લઈને આગળ વધશે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. શિવસેનાના નેતાએ જણાવ્યું કે ભારે વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને તરત મદદ કરાશે અને ખેડૂતોના દેવા પણ તત્કાળ માફ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે