મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)ની ઉદ્ધવ ઠકારે (Uddhav Thackeray) સરકારમાં નાયબ મુખ્યમંત્રી ખુરશીને લઇને કોંગ્રેસ અને એનસીપીમાં ખેંચતાણના સમાચાર આવી રહ્યા છે. જોકે કોંગ્રેસ પણ પોતાના ઉપમુખ્યમંત્રી એટલે કે નાયબ મુખ્યમંત્રી બનવા ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ સ્પીકરની ખુરશીના બદલામાં એનસીપી પાસે ડેપ્યુટી સ્પીકરનું પદ માંગ રહી છે. જોકે પહેલાં સત્તાની વહેંચણી હેઠળ ઉપમુખ્યમંત્રીનું પદ એનસીપી અને કોંગ્રેસને સ્પીકરનું પદ આપવા ત્રણેય પાર્ટીઓ વચ્ચે સહમતિ બની હતી. ડેપ્યુટી સીએમ માટે કોંગ્રેસ એક પોતાના કોટાનું એક મંત્રાલય છોડવા માટે તૈયાર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra News: અશોક ચૌહાણના શપથ ગ્રહણ કેમ થયા કેન્સલ? સ્પીકર પદને લઇને કોંગ્રેસમાં ખેંચતાણ


પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી અજિત પવારને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનવાના હકમાં છે. ફક્ત એટલું જ નહી અન્ય મંત્રાલયોને લઇને પણ રસાકસી ચાલી રહી છે. એનસીપી ગૃહમંત્રીનું પદ જયંત પાટિક માટે માંગી રહ્યા છે જ્યારે કોંગ્રેસ નાણામંત્રાલ્ય પોતાના નેતા બાલાસાહેબ થોરાટ માટે ઇચ્છે છે. ઠીક એ જ પ્રકારે સૂત્રોના જણાવ્યાઅનુસાર ઉદ્ધવ ઠાકરે શહેરી વિકાસ મંત્રાલય શિવસેના પાસે રાખવાના હકમાં છે. આમ તો ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારનો બહુમત પ્રાપ્ત કર્યા બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો વિસ્તાર થશે. ત્રણ ડિસેમ્બરનાર ઓજ બહુમત સાબિત કરવાની તૈયારી છે. ઉદ્ધવ ઠાકરે આજે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા સંબંધમાં નિર્ણય લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સ્પીકરની ચૂંટણી અને બહુમત સાબિત કરવા માટે આવતીકાલે વિશેષ સત્ર બોલાવવાનો આજે નિર્ણય લઇ શકે છે.

CM ઉદ્ધવ ઠાકરે બપોરે 1 વાગે સંભાળશે પદભાર, 1-2 દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાતની સંભાવના


(Uddhav Thackeray)એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ગુરૂવારે શપથ ગ્રહણ કરી. ઉદ્ધવ ઠાકરેએ શિવાજી મહારાજને નમન કરતાં મરાઠી ભાષામાં શપથ લીધી. તે ઠાકરે પરિવારના પહેલાં મુખ્યમંત્રી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સાંજે 6.40 વાગે તેમને પદ અને ગોપનિયતાની શપથ અપાવી. આ ઉપરાંત શિવસેના-એનસીપી-કોંગ્રેસના બે-બે ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube