Maharashtra News: અશોક ચૌહાણના શપથ ગ્રહણ કેમ થયા કેન્સલ? સ્પીકર પદને લઇને કોંગ્રેસમાં ખેંચતાણ
Maharashtra News: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના (uddhav thackeray) શપથ ગ્રહણ દરમિયાન સૌથી મોટી ચર્ચા કોંગ્રેસની થઇ રહી છે. આમ એટલા માટે કારણ કે અંતિમ સમય સુધી કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌહાણ (Ashok Chavan) મંત્રી પદની શપથ લેશે.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ દરમિયાન સૌથી મોટી ચર્ચા કોંગ્રેસની થઇ રહી છે. આમ એટલા માટે કારણ કે અંતિમ સમય સુધી કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌહાણ (Ashok Chavan) મંત્રી પદની શપથ લેશે. પરંતુ તેમની જગ્યાએ ઠાકરે કેબિનેટમાં કોંગ્રેસના નિતિન રાઉતની એન્ટ્રી થઇ ગઇ. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના રણનીતિકારોએ અશોક ચૌહાણ (Ashok Chavan) ને કહ્યું કે તે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એટલા માટે ઠાકરે મંત્રીમંડળમાં મંત્રી પદનો સ્વિકાર કરવો તેમના માટે યોગ્ય રહેશે.
જોકે એ પણ સત્ય છે કે સત્તાની વહેંચણી હેઠળ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરનું પદ કોંગ્રેસના ખાતામાં ગયું છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રી બન્યા પછી હવે અશોક ચૌહાણની નજર આ ખુરશી પર છે પરંતુ તેમની પાર્ટીના પૃથ્વીરાજ ચૌહાણ (Prithviraj Chauhan) પણ આ રેસમાં છે. પૃથ્વીરાજ ચૌહાણ (Prithviraj Chauhan) પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મનમોહન સિંહના કાર્યકાળ વખતે પીએમઓમાં મંત્રી રહી ચૂક્યા છે. ગાંધી પરિવારના નજીક ગણવામાં આવે છે. તેથી સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પીકર પદને લઇને ચૌહાણ વર્સીસ ચૌહાણની સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળી છે અને આ પદને પ્રાપ્ત કરવા માટે ખેંચતાણ શરૂ થઇ ગઇ છે.
આ દરમિયાન મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ શિવસેના (Shivsena)પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે શુક્રવારે પદભાર સંભાળશે. આજે બપોરે એક વાગે મહારાષ્ટ્ર સરકારની પહેલી કેબિનેટ બેઠક હશે જેમાં ખેડૂતોને લઇને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે ચૂંટણી પ્રચારથી માંડીને સરકાર બનાવવા સુધી શિવસેના અને એનસીપી મહારાષ્ટ્ર (Maharashtra)માં ખેડૂતોની દેવામાફીનો મુદ્દો સતત ઉઠાવતાં રહ્યા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે પદભાર સંભાળતાં જ મહારાષ્ટ્ર (Maharashtra)ના નવા મુખ્યમંત્રી ખેડૂતોને મોટી ખુશખબરી આપી શકે છે.
મુખ્યમંત્રી બન્યા પછી પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ કહ્યું કે અમારી સરકાર સામાન્ય જનતા માટે કામ કરશે. એક અથવા બે દિવસમાં ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ કહ્યું કે 'હું અધિકારીઓને અલગથી બે દિવસમાં ખેડૂતો માટે રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ વિશે પુરી જાણકારી આપવા માટે કહ્યું છે. એકવાર મને બધી માહિતી મળી જશે, તો હું તેના અનુસાર નિર્ણય લઇશ.
20 કરોડમાં સમારકામ થશે શિવાજી કિલો
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાયગઢ કિલ્લાનું સમારકામ કરવામાં આવશે, જે છત્રપતિ શિવાજીની રાજધાની હતી. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે શિવાજીના જિલ્લાના સમારકામ માટે 20 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
આ પહેલાં બુધવારે શિવસેના ધારાસભ્ય વિનાયક રાઉત (Vinayak Raut)એ પણ કહ્યું હતું કે અમે મહારાષ્ટ્ર (Maharashtra)ના ખેડૂતો માટે કામ કરીશું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાક્રે પહેલી જ કેબિનેટ બેઠકમાં ખેડૂતોના દેવા માફી કરી દેશે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની આમ જનતા માટે કામ કરશે.
કોમન મિનિમમ પ્રોગ્રામમાં ખેડૂતોની વાત
શિવસેના-એનસીપી-કોંગ્રેસની ગઠબંધન સરકારના ન્યૂનતમ શેર કાર્યક્રમ (કોમન મિનિમમ પ્રોગ્રામ)માં ખેડૂતો, રોજગાર, શિક્ષણ, શહેરી વિકાસ, પર્યટન, કલા, સંસ્કૃતિ અને મહિલાઓના મુદ્દા પર કામ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.
સરકારનો કોમન મિનિમમ પોગ્રામ
- દુકાળગ્રસ્ત ખેડૂતોના દેવા માફ થશે
- સ્થાનિક યુવાનોને સરકારી નોકરીમાં 80% અનામત
- રાજ્ય સરકારના તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
- ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકોને ફ્લેટ મફત મળશે.
- ગરીબોને 10 રૂપિયામાં ભોજન મળશે.
- ફક્ત એક રૂપિયામાં સારવારની સુવિધા
- દરેક વ્યક્તિને સ્વાસ્થ વિમા
- મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતાનો વાયદો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે