બિલાસપુર: સરકંડામાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (Rape) કરનારા આરોપીને પોલીસે સીજે કોર્ટમાં હાજર કર્યો. પોલીસ જેવો આરોપીને કાર્યવાહી બાદ જેલમાં લઈ જવા માટે કોર્ટમાંથી બહાર લાવી કે ભીડે તેના પર હુમલો કરી દીધો. વકીલ સહિત મહિલાઓ અને પરિજનો તથા અન્ય લોકોએ આરોપીની પીટાઈ શરૂ કરી દીધી. પોલીસે યેનકેન પ્રકારે તેને છોડાવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉન્નાવ રેપ કેસ: પ્રિયંકા ગાંધીનો આક્રોશ, 'યુપીમાં આરોપીઓ નહીં, મહિલાઓ માટે કોઈ જગ્યા બચી નથી'


સરકંડામાં બે દિવસ પહેલા જ આઠ વર્ષની બાળકીના દુષ્કર્મના આરોપી ભોલારામ સાહૂને પોલીસે ગુરુવારે રાતે કવર્ધા જિલ્લાના સરઈપતરાથી પકડ્યો હતો. ત્યાં તે પોતાના સંબંધીના ત્યાં છૂપાઈને  બેઠો હતો. પોલીસે તેને ગઈ કાલે બપોરે સીજે કોર્ટમાં હાજર કર્યો હતો. ત્યારે ભીડે તેને માર્યો હતો. આ આરોપીએ આઠ વર્ષની બાળકીનો ચાકૂની અણીએ રેપ કર્યો હતો. 


જુઓ VIDEO


ઉન્નાવ (Unnao) માં ગઈ કાલે જ એક રેપ પીડિતાએ સારવાર દરમિયાન દમ તોડ્યો. આરોપીઓએ તેને બાળી મૂકી હતી. યુવતી 90 ટકા દાઝી ગઈ હતી અને તેને લખનઉથી સારવાર અર્થે દિલ્હી એરલિફ્ટ કરાઈ હતી જ્યાં તેણે ગઈ કાલે રાતે છેલ્લા શ્વાસ લીધા. 


ઉન્નાવ રેપ કેસ: રાહુલ ગાંધીએ કહ્યું- 'વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો'


હૈદરાબાદ (Hyderabad) માં પણ હાલમાં જ એક રેપ અને હત્યાના બનાવે લોકોને હચમચાવી નાખ્યાં. જેમાં એક પશુ ચિકિત્સક મહિલા પર પહેલા તો ગેંગરેપ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા કરીને તેના મૃતદેહને બાળી મૂકવામાં આવ્યો. જો કે આ કેસમાં ચારેય આરોપીઓનું ગઈ કાલે જ પોલીસ એન્કાઉન્ટરમાં મોત નિપજ્યું.