કિસાન આંદોલન વચ્ચે શુક્રવારે અન્નદાતાઓ સાથે વાત કરશે પીએમ મોદી, જાણો શું છે ભાજપની તૈયારી
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર કિસાન છેલ્લા 29 દિવસથી આંદોલન કરી રહ્યાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદી કિસાનોને સંબોધિત કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, શુક્રવારનો દિવસ દેશના અન્નદાતાઓ માટે ખુબ મહત્વનો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર આશકે એક મહિનાથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ વચ્ચે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કિસાનોને સંબોધિત કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, કાલનો દિવસ કિસાનો માટે ખુબ મહત્વનો છે. પીએમ મોદી પીએમ-કિસાન નિધિનો આગામી હપ્તો જારી કરશે.
આ કાર્યક્રમ એવા દિવસે છે જ્યારે દેશમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ મનાવવામાં આવશે. વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ ભાજપ આ દિવસને સુશાસન દિવસના રૂપમાં મનાવે છે.
પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ, 'શુક્રવારનો દિવસ દેશના અન્નદાતાઓ માટે ખુબ મહત્વનો છે. બપોરે 12 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા 9 કરોડથી વધુ કિસાન પરિવારોને પીએમ-કિસાન યોજનાનો આગામી હપ્તો જારી કરવાનું સૌભાગ્ય મળશે. આ અવસર પર ઘણા રાજ્યોના કિસાન ભાઈ-બહેનો સાથે વાતચીત પણ કરીશ.'
પીએમઓ પ્રમાણે, મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ નાણાકીય લાભનો આગામી હપ્તો જાહેર કરશે. એક બટન દવાબી 18000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરશે. આયોજન દરમિયાન પીએમ મોદી છ અલગ-અલગ રાજ્યોના કિસાનો સાથે વાતચીત પણ કરશે.
ચીની કંપનીને ઝટકો, ભારતીય રેલવેએ 'વંદે ભારત' પ્રોજેક્ટમાંથી દેખાડ્યો બહારનો રસ્તો
શું છે ભાજપની તૈયારી?
કૃષિ કાયદાને લઈને કિસાન સંગઠનો અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે પીએમ મોદીનું સંબોધન ખુબ મહત્વપૂર્ણ છે અને તે માટે ભાજપે ખાસ તૈયારી કરી છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે કહ્યુ, આ ઉત્સરના અવસર પર ભાજપના નેતા દેશભરમાં અલગ અલગ કિસાન કાર્યક્રમોમાં ભાગ લેશે. દેશના 19 હજારથી વધુ સ્થળો પર કાર્યક્રમોનું આયોજન થશે. આ કાર્યક્રમોમાં દેશના એક કરોડથી વધુ કિસાનોની ભાગીદારી નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાતઃ નીતિન ગડકરી
અમિત શાહ અને રાજનાથ સિંહ પણ ભાગ લેશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજધાનાના મહરૌલી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારકા સેક્ટર 15માં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી જ્યારે વીડિયો કોન્ફરન્સથી કિસાનો સાથે વાત કરશે ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ લખનઉથી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અમેઠીથી કાર્યક્રમમાં સામેલ થશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube