1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાતઃ નીતિન ગડકરી

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ (FASTags) લગાવવાનું ફરજીયાત કરી દીધું છે. જો તમે 1 જાન્યુઆરીતી કાર કે મોટા વાહનો પર ફાસ્ટેગ વગર નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર પહોંચો છો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે. 
 
1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાતઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ગુરૂવારે જાહેરાત કરી કે 1 જાન્યુઆરી, 2021થી તમામ વાહનો માટે ફાસ્ટેગ  (FASTag)ને ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ યાત્રીકો માટે ઉપયોગી છે કારણ કે રોકડ ચુકવણી, સમય અને ઈંધણની બચત થશે. ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂરીયાત રહેશે નહીં. 

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ (FASTags) લગાવવાનું ફરજીયાત કરી દીધું છે. જો તમે 1 જાન્યુઆરીતી કાર કે મોટા વાહનો પર ફાસ્ટેગ વગર નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર પહોંચો છો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે. 

— ANI (@ANI) December 24, 2020

ભરવો પડશે બમણો ટોલ
ફાસ્ટેગ વગર જો તમે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાળી લાઇનમાંથી પસાર થાવ તો ડબલ ટોલ ભરવો પડશે. ટોલ પ્લાઝા પર એક એવી લેન હશે જે વગર ફાસ્ટેગ વાહનો માટે હશે અને તે લાઇનમાંથી પસાર થવા પર સામાન્ય ટોલ વસૂલવામાં આવશે. ફાસ્ટેગ માત્ર નેશનલ હાઇવે માટે છે. જો તમે સ્ટેટ હાઇવેના ટોલ પરથી પસાર થાવ તો તે કામ કરશે નહીં. 

— NHAI (@NHAI_Official) December 21, 2020

ફાસ્ટેગ રેડિયો ફ્રીક્વેન્સી આઇડેન્ટિફિકેશન  (RFID) પર આધારિત એક ટેગ છે જે ગાડીની વિન્ડોસ્ક્રીન પર લાગશે. વાહનો પર લાગેલ આ ફાસ્ટેગ ઇલેક્ટ્રોનિક રીતે વંચાય જાય છે. સરળ ભાષામાં સમજો તો ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા તેને સ્કેન કરશે અને રકમ ઓટોમેટિક કપાય જશે. પછી ટોલની ફાટક ખુલી જશે અને તમને કોઈ પ્રકારની મુશ્કેલી થશે નહીં. આ પ્રક્રિયા માત્ર ગણતરીની સેકેન્ડોમાં સમાપ્ત થઈ જશે. 

ફાસ્ટેગને ઓનલાઇન પેમેન્ટ મોડથી મોબાઇલની જેમ રિચાર્જ કરાવી શકો છો. આ સિવાય ફાસ્ટેગને  My FASTag એપ કે નેટબેન્કિંગ દ્વારા પણ રિચાર્જ કરાવી શકાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news