સુષમા સ્વરાજની સામે સિંગરે ગાયું ભજન, મંત્રીએ પુલવામા પર રાખી PM મોદીની વાત
સુષમા સ્વરાજે કહ્યું કે, આ મેરી પહેલી મોરક્કો યાત્રા છે. હું અહીં ભારે હૃદયની સાથે આવી છું. હું 16 તારીખે વિદેશ યાત્રા માટે નીકળી અને 14 તારીખે જ અમારા 40 જવાનો પુલવામા હુમલામાં શહીદ થયા છે.
રબાત: વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પરસપર હિતોના વિભિન્ન ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે આફ્રિકી દેશ મોરક્કોની યાત્રા પર છે. રવિવારે ત્યાં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓએ તેમની મુલાકાત કરી હતી. તે દરમિયાન મોરક્કોના ગાયક નસ્ર મેગ્રી (Nasr Megri)એ વિદેશ મંત્રીના સમક્ષ મહાત્મા ગાંધીનું પ્રસિદ્ધ ભજન ‘વૈષ્ણવ જન તો તેને કહિએ’ ગાયું હતું.
વધુમાં વાંચો: પુલવામા હુમલા સામે UAEમાં એકજૂટ થયા ભારતીઓ, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
તે દરમિયાન સુષમા સ્વરાજે કહ્યું કે, આ મેરી પહેલી મોરક્કો યાત્રા છે. હું અહીં ભારે હૃદયની સાથે આવી છું. હું 16 તારીખે વિદેશ યાત્રા માટે નીકળી અને 14 તારીખે જ અમારા 40 જવાનો પુલવામા હુમલામાં શહીદ થયા છે. બધા રાજદૂત વિચારી રહ્યા હતા કે હું આ યાત્રા રદ કરી દઇશ. મેં પણ વિચાર્યું હતું કે મારે આ યાત્રા રદ કરવી જોઇએ. મેં જ્યારે પ્રધાનમંત્રીને આ વાત જણાવી ત્યારે તેમણે જે કહ્યું, તે હું તમને જણાવવા માગુ છું. તેમણે કહ્યું કે, મોરક્કો હમેશા આતંકવાદની સામે ઉભુ રહ્યું છે. આતંકવાદીઓને રોકવા માટે તેઓ આપણી સાથે ભાગીદારી કરવા જઇ રહ્યાં છે. તેઓ રેડિક્લાઇજેશનની સામે લડી રહ્યાં છે. આ કારણ મહેરબાની કરીને ત્યાં જોઓ. તેમની વાતથી સહમત થઇને હું અહીંયા આવી છું.
વધુમાં વાંચો: પુલવામા એટેક: WIONએ દુબઈ ગ્લોબલ સમિટ માટે મુશરર્ફ, ફવાદ ચૌધરીને આપેલા આમંત્રણ પાછા ખેંચ્યા
ત્રણ દેશોની યાત્રા
આ પહેલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજ રવિવારે બુલ્ગારિયાના મોરક્કોની રાજધાની રબાત પહોંચી હતી. જ્યાં તેઓ દેશનું મુખ્ય નેતૃત્વની સાથે મુલાકાત કરી પરસપરના હિતોના વિભિન્ન ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર ચર્ચા કરશે. સ્વરાજ બુલ્ગારિયા, મોરક્કો અને સ્પેન ત્રણ દેશોની ચાર દિવસીય યાત્રા પર છે. આ યાત્રાનો ઉદેશ્ય ત્રણ દેશોની સાથે ભારતના સંબંધોને મજબૂત કરવા તથા સહયોગના ક્ષેત્રોને વધારવાનો છે.
વધુમાં વાંચો: ઉત્તરીય સ્પેનમાં 50 જગ્યાએ લાગી આગ, 760 કર્મીઓ લાગ્યા આગને કાબૂમાં કરવા
આ સંબંધમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કર્યું, ‘વિદેશ મંત્રી સુષમા સ્વરાજ મોરક્કોના રબાત પહોંચી. આ તેમની આ દેશની પ્રથમ યાત્રા છે. વિદેશ મંત્રી તેમની આ સંક્ષિપ્ત યાત્રા દરમિયાન મોરોક્કોના પોતાના સમકક્ષ નાસેર બોરેટા તથા રાજકીય નેતૃત્વથી મુલાકત કરશે. અમે જુદા જુદા ક્ષેત્રોમાં આપણો સંબંધ મજબૂત કરવા પ્રાથમિકતા આપીએ છીએ.’
(ઇનપુટ એજન્સી)