પુલવામા એટેક: WIONએ દુબઈ ગ્લોબલ સમિટ માટે મુશરર્ફ, ફવાદ ચૌધરીને આપેલા આમંત્રણ પાછા ખેંચ્યા
બર્બર આતંકી હુમલાના પગલે દુબઈમાં યોજાયેલી ગ્લોબલ સમિટ: સાઉથ એશિયા એડિશનમાં પાકિસ્તાન તરફથી જે મહેમાનોને આમંત્રણ અપાયા હતાં તેને WIONએ પાછા ખેંચ્યા છે. આ સમિટ દુબાઈમાં 20 જાન્યુઆરીએ યોજાવવા જઈ રહી છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે જૈશ એ મોહમ્મદના આતંકીઓએ બર્બર આતંકી હુમલાને અંજામ આપ્યો. જૈશના આત્મઘાતી હુમલાખોરે સીઆરપીએફના કાફલાની બસ સાથે વિસ્ફોટકો ભરેલી કાર અથડાવી જેમાં 40 બહાદૂર જવાનો શહીદ થયાં. આ હુમલાના કારણે સમગ્ર દેશમાં આક્રોશ છે. પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની માગણી છે. આ બર્બર આતંકી હુમલાના પગલે દુબઈમાં યોજાયેલી ગ્લોબલ સમિટ: સાઉથ એશિયા એડિશનમાં પાકિસ્તાન તરફથી જે મહેમાનોને આમંત્રણ અપાયા હતાં તેને WION (World Is One News)એ પાછા ખેંચ્યા છે. આ સમિટ દુબાઈમાં 20 જાન્યુઆરીએ યોજાવવા જઈ રહી છે.
WIONએ કહ્યું કે આ બર્બર હુમલાથી વાતાવરણ ડહોળાયું છે અને પાકિસ્તાન સાથે સામૂહિક સમૃદ્ધિ મુદ્દે કોઈ પણ ચર્ચા વિચારણા શક્ય નથી. અત્રે જણાવવાનું કે આ સમિટ માટે પાકિસ્તાન સરકારના આઈબી મંત્રી ફવાદ ચૌધરી, પૂર્વ આર્મી ચીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશરર્ફ, પાકિસ્તાનના ભારત ખાતેના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિત, પાકિસ્તાનના પૂર્વ ફોરેન સેક્રેટરી સલમાન બશીરને આમંત્રણ અપાયું હતું, જે હવે હુમલાના પગલે પાછા ખેંચી લેવાયા છે.
WIONએ એક નિવેદનમાં પુલવામાના શહીદોને સલામી આપી અને કહ્યું કે "અમારા વિચારો અને પ્રાર્થનાઓ શહીદોના પરિવાર સાથે છે. અત્રે જણાવવાનું કે આ આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દેશમાં ચારેબાજુ હુમલાને લઈને જડબાતોડ જવાબી કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે."
જેને પગલે આજે સરકારે એક મહત્વનું પગલું લેતા કાશ્મીરના 5 અલગાવવાદી નેતાઓની સુરક્ષા સહિત અન્ય તમામ સરકારી સુવિધાઓ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ માટે સરકારી આદેશ પણ જારી કરી દેવાયા છે. 5 અલગાવવાદી નેતાઓમાં મીરવાઈઝ ઉમર ફારુક, અબ્દુલ ગની બટ, બિલાલ લોન, હાશિમ કુરેશી, શાબિર શાહ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે