મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની સારવાર માટે દેશની પ્રથમ ઓપન હોસ્પિટલ લગભગ બનીને તૈયાર છે. 1008 પથારીવાળા આ હોસ્પિટલમાં દર્દીઓને રહેવા, ઓક્સિઝન અને મેડિકલની તપાસની સુવિધાઓ આપવામાં આવી છે. આજે આ હોસ્પિટલ બનીને તૈયાર થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશાળ હોસ્પિટલ દેશની ઓપન હોસ્પિટલ છે. કોરોના સંક્રમણની સારવાર અને કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે મુંબઇના પશ્વિમી ઉપનગર બાંદ્વા વિસ્તારના બીકેસીમાં એમ એમ આર ડી એ મેદાનમાં આ તૈયાર કરવામાં આવી છે. 

રાજકોટમાં 50 ટકાથી વધુ યુવાનો બન્યા કોરોનાનો શિકાર, ડેથ રેશિયો છે આટલો


આ ઓપન હોસ્પિટલમાં કુલ 1008 બેડ બનાવવામાં આવ્યા છે. કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની આ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે. દરેક દર્દીના બેડ પાસે ઓક્સિજન આઉટલેટ બનાવવામાં આવ્યા છે.  


ઓપન હોસ્પિટલમાં નોનો ક્રિટિકલ કોરોના દર્દીઓને ભરતી કરવામાં આવશે. મુંબઇમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યા આ ઓપન હોસ્પિટલ એકદમ ફાયદાકારક સાબિત થશે. 

માત્ર આટલા રૂપિયામાં બને છે લોકડાઉનનો નકલી પાસ, સરકારી પાસનો ખુલ્લેઆમ વેપાર


મુંબઇમાં હાલ સરકારી અને કેટલીક બિન સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને ભરતી કરાવવાની અને કોવિડ 19 સંક્રમણની સારવારની વ્યવસ્થા છે. જ્યારે મોટાપાયે કોરોન્ટાઇન સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. મુંબઇમાં હાલ હોસ્પિટલોમાં 7500 બેડ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ તેમાં બીજી બિમારીઓના દર્દીઓ પણ એડમિટ થાય છે.  

ડોક્ટર નહી નાઇ છે આ ભાઇ, PPE કિટ પહેરીને ગુજ્જુએ કાપ્યા વાળ


મુંબઇમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખતાં મહારાષ્ટ્ર સરકાર આવા ઓપન હોસ્પિટલનું નિર્માણ કરી રહી છે. શનિવાર સુધી દેશની પ્રથમ કોવિડ-19 ઓપન હોસ્પિટલ બનીને સેવા આપવા માટે લગભગ તૈયાર થઇ જશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube