રાજકોટમાં 50 ટકાથી વધુ યુવાનો બન્યા કોરોનાનો શિકાર, ડેથ રેશિયો છે આટલો

રાજકોટ શહેરમાં કોરોના વધુ 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સમરસ હોસ્ટેલ ખાતે ફેસિલિટી ક્વોરોન્ટીનમાં રાખવામાં આવેલ 11 દર્દીને કોરોના લક્ષણ જણાતા સેમ્પલ લઇ ચકાસણી કરતા 11 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં 50 ટકાથી વધુ યુવાનો બન્યા કોરોનાનો શિકાર, ડેથ રેશિયો છે આટલો

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ શહેરમાં કોરોના વધુ 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સમરસ હોસ્ટેલ ખાતે ફેસિલિટી ક્વોરોન્ટીનમાં રાખવામાં આવેલ 11 દર્દીને કોરોના લક્ષણ જણાતા સેમ્પલ લઇ ચકાસણી કરતા 11 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

જેમાં 2 વર્ષના બાળકથી લઇ 50 વર્ષના આધેડ સહિત 11ના કોરોના પોઝિટિવ જાહેર થયા જેમાં 8 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે જે તમામ જંગલેશ્વર વિસ્તારના મદીના પાર્કના રહેવાસી છે. હાલ રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસ સંખ્યા 74 પર પહોંચી છે.

માત્ર આટલા રૂપિયામાં બને છે લોકડાઉનનો નકલી પાસ, સરકારી પાસનો ખુલ્લેઆમ વેપાર

રાજકોટના કન્ટેનમેન્ટ એરિયામાં 7836 ઘરમાં કુલ 44711 લોકોનો થાય છે સમાવેશ
રાજકોટમાં કુલ 3 કન્ટેનમેન્ટ એરિયા છે જેમાં જંગલેશ્વર, રાજલક્ષ્મી અને ક્રિષ્નાજીત સોસાયટીનો સમાવેશ થાય છે. જંગલેશ્વર વિસ્તારમાં 7108 ઘર છે જેમાં કુલ 41224 લોકોની વસ્તી છે. રાજલક્ષ્મી સોસાયટીમાં 627 ઘર છે જેમાં 3012 લોકોની વસ્તી છે, જ્યારે ક્રિષ્નાજીત સોસાયટીમાં 101 ઘર આવેલા છે, જેમાં 475 લોકોની વસ્તી છે.

ડોક્ટર નહી નાઇ છે આ ભાઇ, PPE કિટ પહેરીને ગુજ્જુએ કાપ્યા વાળ

ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં અત્યાર સુધી 3332 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા જે પૈકી 3258 નેગેટિવ અને 74 રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. જે પૈકી 60 દર્દીએ કોરોના સામે માત આપતા તબિયત સારી થતા ડીસચાર્જ કરવામાં આવ્યા છે. જેની ટકાવારી જોઈએ તો 81.1 % રિકવર થયા છે, 17.6 % દર્દી એક્ટિવ અને 1.4 % ડેથ રેશિયો છે.

0 થી 50 વર્ષ ના 63 દર્દીને થયો કોરોના જ્યારે 50 થી 90 વર્ષના માત્ર 11 દર્દીને થયો કોરોના

રાજકોટ શહેરમાં અત્યાર સુધી કુલ 74 પોઝિટિવ કેસ સામે આવ્યા જેમાં 27 મહિલા જ્યારે 47 પુરુષ દર્દીનો સમાવેશ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news