માત્ર આટલા રૂપિયામાં બને છે લોકડાઉનનો નકલી પાસ, સરકારી પાસનો ખુલ્લેઆમ વેપાર
લોકડાઉન દરમિયાન શહેરમાં ફરવા માટેની છૂટછાટના નકલી પાસ કાઢવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. પરસાણાનગર વિસ્તારમાં સ્ટુડિયો ચલાવતા એક યુવક દ્રારા રૂપિયા લઇને નકલી પાસ કાઢવામાં આવતા હતા. આ મામલે પોલીસે 17 શખ્સો સામે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો છે.જો કે સવાલ એ છે કે છેલ્લા એક મહિનાથી આ ગોરખધંધો ચાલતો હતો તો પોલીસના ધ્યાને શા માટે ન આવ્યું.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: લોકડાઉન દરમિયાન શહેરમાં ફરવા માટેની છૂટછાટના નકલી પાસ કાઢવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. પરસાણાનગર વિસ્તારમાં સ્ટુડિયો ચલાવતા એક યુવક દ્રારા રૂપિયા લઇને નકલી પાસ કાઢવામાં આવતા હતા. આ મામલે પોલીસે 17 શખ્સો સામે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો છે.જો કે સવાલ એ છે કે છેલ્લા એક મહિનાથી આ ગોરખધંધો ચાલતો હતો તો પોલીસના ધ્યાને શા માટે ન આવ્યું.
રાજકોટના પરસાણા મેઇન રોડ પર આવેલા રાજાવીર સ્ટુડિયોમાં લોકડાઉન દરમિયાન બહાર નીકળવાના જિલ્લા કલેક્ટરના પાસનો ગોરખધંધો ચાલતો હતો. અમિત મોટવાણી નામનો શખ્સ છેલ્લા એક મહિનાથી ગોરખધંધો ચલાવતો હતો. 300 રૂપિયા લઇને નકલી પાસ કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે.પોલીસ દ્રારા રાજાવીર સ્ટુડિયો ખાતે દરોડો કરવામાં આવ્યો હતો અને ત્યાંથી નકલી પાસ સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરી હતી.પોલીસ તપાસમાં કુલ અમિતની સાથે કુલ 16 જેટલા શખ્સોની સંડોવણી ખૂલી છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસના કહેવા પ્રમાણે અમિતની સાથે અનિલ નામનો શખ્સ હતો જેને નકલી પાસ કાઢવા માટે કહ્યુ હતુ જેના આધારે અમિતે ઓરિજનલ પાસ સ્કેન કર્યો ત્યારબાદ ફોટોશોપની મદદથી પાસમાં નકલી સિક્કા અને સહિના નમૂના કોપી કરવામાં આવ્યા હતા..આ રીતે 20 થી 22 પાસ કાઢયા હોવાની કબુલાત આપી છે..પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઇ ડુપ્લીકેટ પાસ કાઢવામાં આવ્યા હોય અને તે સામેથી પોલીસને જમા કરાવશે તો તેની સામે કોઇ કાર્યવાહી નહિ થાય.
જો કે આ ગોરખધંધાએ પોલીસની પોલ ખોલી નાખી છે.. અત્યાર સુધીમાં રાજકોટમાં ત્રણ નકલી પાસના કિસ્સાઓ સામે આવ્યા છે જો કે પોલીસને એકપણ જાણ ન હતી. આ કિસ્સા બાદ પોલીસ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
સવાલ નંબર 1
એક મહિનાથી દુકાન ખુલ્લી હતી તો શા માટે પોલીસના ધ્યાને ન આવી.
સવાલ નંબર 2
લોકડાઉન દરમિયાન ડીસીપી કક્ષાના અધિકારીઓ ચેકિંગમાં હતા તો કેમ ધ્યાનમાં ન આવ્યું.
સવાલ નંબર 3
હજુ શહેરમાં કેટલા આવા લેભાગુ તત્વો છે જેઓ આ પ્રકારનો ગોરખધંધો ચલાવી રહ્યા છે.
સવાલ નંબર 4
શહેરમાં કેટલા એવા નકલી પાસ છે જે ખોટી રીતે શહેરમાં ફરી રહ્યા છે.
હવે પોલીસ બોગસ પાસ ધરાવતા વ્યક્તિઓ સામે ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું મહત્વનું રહેશે..જો કે આ કિસ્સાએ પોલીસની પોલ ખોલી નાખી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે