ડોક્ટર નહી નાઇ છે આ ભાઇ, PPE કિટ પહેરીને ગુજ્જુએ કાપ્યા વાળ

કોરોના સંકટ વચ્ચે લોકડાઉને તે દિવસો બતાવ્યા છે, જેના વિશે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. સલુન ઇન્ડસ્ટ્રીને પણ કોરાનાના લીધે ખરાબ દિવસો જોવાનો વારો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં બાર્બર શોપ્સ અને સલૂન બંધ છે.

ડોક્ટર નહી નાઇ છે આ ભાઇ, PPE કિટ પહેરીને ગુજ્જુએ કાપ્યા વાળ

નડીયાદ: કોરોના સંકટ વચ્ચે લોકડાઉને તે દિવસો બતાવ્યા છે, જેના વિશે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. સલુન ઇન્ડસ્ટ્રીને પણ કોરાનાના લીધે ખરાબ દિવસો જોવાનો વારો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં બાર્બર શોપ્સ અને સલૂન બંધ છે. આ બધાની વચ્ચે નડીયાદથી રસપ્રદ તસવીર સામે આવી છે. તેને જોઇને તમે એક જરૂર વિચારશો કે ડોક્ટર વાળ કાપી રહ્યો છે. પરંતુ એવું નથી. અહીં એક બાર્બર શોપ પર પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેંટ) કિટ્સ લગાવીને સતત હેરકટિંગ કર્યું હતું. 

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ખેડા જિલ્લાના નડિયાદમાં સલૂનના કારીગર જરૂરી સુરક્ષા ઉપાય કરી રહ્યા છે. પીપીઇ કિટ લગાવીને જ હેરકટિંગનું કામ કરી રહ્યા છે. એટલું જ નહી હેરકટિંગ માટે આવનાર ગ્રાહકો પણ એકદમ સજાગ અને સર્તક છે. તે પણ માસ્ક લગાવીને કટીંગ કરાવવા માટે પહોંચી રહ્યા છે. સલૂનની અંદર સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું છે. 

સલૂનના માલિક વિશાલ લિંબાચિયાનું કહેવું છે કે 'અમે કોરોનાથી બચવા માટે સરકારના તમામ સુરક્ષા અને બચાવ નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ, જેથી અમારો કોઇ કર્મચારી અથવા ગ્રાહક કોરોના સંક્રમણનોપ શિકાર ન બને. એટલું જ નહી પીપીઇના એક મહત્વપૂર્ણ અંગ ગણવામાં આવતા સુરક્ષા હેલમેટને લગાવીને જ વાળ કાપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. 

કોરોના સંક્રમણથી બચવા માટે પીપીઇને સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. હોસ્પિટલો અને હેલ્થ સેન્ટરસની સાથે-સાથે બીજી ગતિવિધિઓ સફાઇ, સુરક્ષિત અંતિમ સંસ્કાર અને કોમ્યૂનિટી કેર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પીએમ મોદીએ મંગળવારે રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યું હતું કે દેશમાં અત્યારે દરરોજ બે લાખ પીપીઇ કિટ્સનું નિર્માણ થઇ રહ્યું છે. 

https://zeenews.india.com/gujarati/tags/covid-19">કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news