નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws)  પર રાજ્યસભામાં આજે જોરદાર ચર્ચા થઈ. સતત રોકટોકથી નારાજ થઈને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા (Deepender Singh Hooda)ને ફટકાર લગાવી. તોમરે ગુસ્સામાં કહ્યું કે 'કાન ખોલીને સાંભળો અને હવે જ્યારે કૃષિ કાયદા પર ચર્ચા થાય તો વાંચીને આવજો.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબના કૃષિ કાયદામાં 5 લાખ દંડની જોગવાઈ-તોમર
હકીકતમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કેન્દ્ર સરકારના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કાયદા પર શુક્રવારે રાજ્યસભામાં બોલી રહ્યા હતા. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે પંજાબમાં તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો એવો કાયદો છે કે જેમાં ખેડૂતોના જેલમાં જવાના અને પાંચ લાખના દંડની જોગવાઈ છે. જ્યારે કેન્દ્ર સરકારે બનાવેલા નવા કાયદામાં ખેડૂતોને પૂરેપૂરી આઝાદી છે કે તેઓ જ્યારે ઈચ્છે, ત્યારે કોન્ટ્રાક્ટથી પોતાને અલગ કરી શકે છે. જ્યારે સંપૂર્ણ ચૂકવણી થયા વગર સંબંધિત કંપની કોન્ટ્રાક્ટથી અલગ થઈ શકે નહી. 


Farmers Protest: રાજ્યસભામાં બોલ્યા કૃષિમંત્રી, 'લોહીથી ખેતી ફક્ત કોંગ્રેસ જ કરી શકે, BJP નહીં'


દીપેન્દ્ર હુડ્ડાએ કૃષિમંત્રી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) ના નિવેદન પર કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડા (Deepender Singh Hooda)એ વિરોધ વ્યક્ત કરતા ખોટું બોલવાની વાત કહી. જેના પર કૃષિમંત્રીએ પંજાબના કાયદાના કાગળો લહેરાવતા કહ્યું કે કાન ખોલીને સાંભળો અને હવે પછી જ્યારે કૃષિ કાયદા પર ચર્ચા થાય ત્યારે વાંચીને આવજો. કૃષિમંત્રી તોમરે કહ્યું કે પંજાબ, હરિયાણા સહિત લગભગ 20-22 રાજ્યો એવા છે જેણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને લઈને નવા કાયદા બનાવ્યા છે કે પછી એવી જોગવાઈ કરી છે. 


APMC ની બહાર ટ્રેડ પર ખેડૂતોએ ટેક્સ આપવો નહીં પડે
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કહ્યું કે સરકારે ટ્રેડ એક્ટ બનાવ્યો. તેમાં એવી જોગવાઈ છે કે APMC ની બહાર જે એરિયા હશે, તે ટ્રેડ એરિયા હશે. તે ખેડૂતોનું ઘર કે ખેતર પણ હોઈ શકે છે. APMC ની બહાર કોઈ ટ્રેડ હશે તો કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. જ્યારે APMC ની અંદર રાજ્ય સરકાર ટેક્સ લે છે. જ્યારે બહાર કેન્દ્ર સરકારે ટેક્સ ખતમ કર્યો છે. 


Farmers Protest Will End? ખતમ થશે ખેડૂત આંદોલન? પડદા પાછળ આ ફોર્મ્યુલા પર ચાલી રહી છે વાતચીત!


ગરીબ હિતેષી યોજનાઓ બનાવવી સરકારનો ધર્મ
કૃષિ મંત્રીએ કહ્યું કે આજે અમે કહી શકીએ છીએ કે ગરીબ હિતેષી યોજનાઓના કારણે ગામડામાં રહેતા લોકોના જીવન સ્તરમાં પરિવર્તન આવ્યું છે. સરકાર કોઈ પણ હોય, સરકારનો ધર્મ એ છે કે દેશના ગામડા, ગરીબો, ખેડૂતોના જીવનસ્તરમાં સુધારો આવે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube